________________
૧૬૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
- ૪ - દ્રવ્ય વિશ્રસાકરણથી આમાં શું વિશેષ છે? અહીં પર્યાય અપેક્ષાથી દ્રવ્યાર્થિક નય મય છે. અજીવ કરણ કહ્યું, હવે જીવકરણ કહે છે -
• નિયુક્ત - ૨૦૩ + વિવેચન .
-
·
0
-
જીવ ભાવકરણ બે પ્રકારે છે - શ્રુતકરણ અને નોશ્રુતકરણ. શ્રુતનું ભાવ કરણત્વ શ્રુતના ક્ષાયોપશમિક ભાવના અંતર્ગતત્વથી છે. તેમાં શ્રુતકરણ કહે છે - બદ્ધ એટલે ગ્રથિત, અબદ્ધ - અગ્રથિત, શ્રુતે - શ્રુત વિષયમાં કરણ. તેમાં બદ્ધ - તે બે ભેદે છે - નિશીથ અને અનિશીથ. અબદ્ધના પણ લૌકિક અને લોકોત્તર ભેદ છે. તેમાં નિશીથ
-
ગુપ્ત પણે જે ભણાય કે વ્યાખ્યા કરાય તે. અને તે લોકોત્તર - નિશીયાદિ, અને લૌકિક - બૃહત્ આરણ્યક આદિ છે. અનિશીથ, તેનાથી વિપરીત છે. તે લોકોત્તર તે આચાર આદિ. લૌકિક ને પુરાણ આદિ. અબદ્ધ પણ લૌકિક અને લોકોત્તર ભેદથી છે. તેમાં લોકોત્તર તે - એક મરુદેવી, અત્યંત સ્થાવરા સિદ્ધ થયા, સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય અને પદ્મ બંને વલયને વર્જીને બધાં સંસ્થાનથી હોય છે. વિષ્ણુકુમાર મહર્ષિ એ લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વ્યુ. કુરુડ અને વિક્રુડ કુણાલામાં રહ્યા, અતિવૃષ્ટિથી તેનો નાશ થયો. તેઓ અશુભ ભાવથી સાતમી નરકમાં ગયા. ઇત્યાદિ - x -. લૌકિક અબદ્ધ - બત્રીશ દંડિકા, સોળ કરણ, પાંચ સ્થાનો ઇત્યાદિ તે આલીઢ, પ્રત્યાલીઢ, વૈશાખ, મંડલ અને સમપદ. - ૪ - ૪ - ૪ - ૪ - આ પાંચ સ્થાન અબદ્ધ છે, શયનકરણ છટઠું છે.
શ્રુતકરણ કહ્યું, હવે અશ્રુતકરણ કહે છે - નિયુક્તિ • ૨૦૪ + વિવેચન -
નોશ્રુતકરણ બે ભેદે છે - ગુણકરણ અને યોજનાકરણ. તેમાંનો શબ્દ સર્વનિષેધને જણાવે છે, જેનાથી શ્રુતકરણ ન થાય તે, નોશ્રુતકરણ. ગુણકરણ શું છે ? તપ અને સંયમ, તે બંનેના આત્મ ગુણના જે યોગો - તેના કરણ રૂપ વ્યાપાર. તપકરણ અને અનશન આદિ, સંયમકરણ તે પાંચ આશ્રયથી વિરમણાદિ ને ગુણકરણ કહે છે. આનું ગુણત્વ તપ અને સંયમના કર્મનિર્જરા હેતુપણાથી આત્મોપકારિત્વથી છે. યોજનાકરણ - મન, વચન અને કાયા વિષયક હોય છે. તેમાં મનોવિષય તે સત્ય મનોયોજના કરણાદિ ચાર ભેદે છે. વચન વિષયક પણ સત્ય વાગ્યોજનાકરણ આદિ ચાર ભેદે જ છે, કાયવિષયમાં ઔદારિક કાય યોજનાકરણ આદિ સાત ભેદે છે. તેથી ચાર, ચાર અને સાતના મળવાથી પંદરભેદે યોજનાકરણને યોજે છે - આજ પંદર કર્મ સાથે આત્માને, તે યોજનાકરણ.
જે કરણથી અહીં પ્રયોજન છે, તે કહે છે -
• નિયુક્તિ - ૨૦૫ + વિવેચન -
કર્મક શરીર કરણ - તે કાર્યણ દેહ નિર્વર્તન છે, તે પણ જ્ઞાનાવરણાદિ ભેદથી અનેક ભેદે છે. આયુ કરણ - પાંચમી કર્મ પ્રકૃતિ રૂપ કરણ - નિર્વર્તન તે આયુ કરણ. તે શું છે ? અસંખયં. તે પુનઃ આયુ કરણ તે અસંસ્કૃત - ઉત્તર કરણથી તુટ્યા છતાં
B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org