________________
૪/૧૧૬
૧૬૫
શબ્દના નામાદિ વિશેષથી અપેક્ષા તે કાલકરણ. - x - x - ૪ - નામથી વળી અગિયાર કરણો - કાલ વિશેષ રૂપ ચાર ચામ પ્રમાણ છે, આનું કરણત્વ તે તે ક્રિયા સાધકતમપણાથી છે. -0- તે કરણો કયા છે ?
•
બવ, બાલવ, કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વાણિજ્, વિષ્ટી તે સાતમું કરણ. શકુની, ચતુષ્પાદ, નાગ, કિંતુઘ્ન. આ ચાર કરણો ધ્રુવ છે. બાકીના સાત કરણો ચલ છે. - ૦ - ચલ - અનવસ્થિત. કોનું ક્યાં ધ્રુવત્વ છે?
• નિયુક્તિ - ૨૦૦ + વિવેચન
નિયુક્તિ - ૧૯૮, ૧૯૯ + વિવેચન .
"
કૃષ્ણ ચૌદશની રાત્રિમાં શકુનિ કરણ હોય છે, તે પણ સર્વકાળ હોય છે, આના વડે આનું અવસ્થિતત્વ કહ્યું. આનાથી આગળ યથાક્રમે જ ચતુષ્પદ, નાગ અને કિંસ્તુઘ્ન કરણ હોય છે. તેમાં અમાસના દિવસે ચતુષ્પદ, રાત્રિમાં નાગ એકમે અને દિવસે કિંતુઘ્ન કરણ હોય છે.
સાત પ્રકારના કરણને લાવવાના ઉપાય રૂપે પૂર્વાચાર્ય એ આ ગાથા પ્રતિપાદિત કરેલી છે - તિથિના અર્ધભાગને કરણ કહેવાય. એક તિથિમાં બે કરણો હોય છે. અહીં આ ભાવના છે. - અભિમત દિવસે કરણના જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણવા - અધિકૃત તિથિને આશ્રીને અતીતને બે વડે ગુણે છે. જેમ કે શુક્લ ચોથ, બે વડે ગુણતા આઠ થાય છે. દ્વિરૂપ હીન, સાત વડે હરાતા દૈવસિક કરણ થાય છે. તેનો ભાગો છ જ છે. તેથી બવ આદિ ક્રમથી ચતુષ્પાહકિરણ ભાવથી ચોથના દિવસે તે વણિજ કરણ થાય છે. તે જ રૂપ અધિક રાત્રિના ‘વિષ્ટિ’ કરણ થાય છે. કૃષ્ણપક્ષ બે અંક ઘટાડતા નથી. એ પ્રમામે બધે જ ભાવના કરવી જોઈએ. - ૪ - ૪ - ઇત્યાદિ. - ૦ - હવે પૂર્વે કહેલા ભાવકરણને કહે છે
• નિયુક્તિ - ૨૦૧ + વિવેચન -
ભાવકરણ બે ભેદે છે - જીવમાં, અજીવમાં. તેમાં અજીવકરણ પાંચ ભેદે જાણવું. -૦- તેમાં ભાવ - પર્યાય, તેનું કરણ તે ભાવકરણ, તેના બે ભેદ કઈ રીતે છે? જીવથી અને અજીવથી. જાણવા અર્થાત્ જીવવિષયક અને સજીવ વિષયક. તેમાં અલ્પ વક્તવ્યતાથી અજીવભાવકરણ પહેલાં કહે છે. અજીવકરણ પાંચ પ્રકારે જાણવું. આને જ સ્પષ્ટ કરવાં કહે છે -
• નિયુક્તિ - ૨૦૨ + વિવેચન ·
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન, એ પાંચેના વિષયમાં અજીવકરણ જાણવું. તેમાં વર્ણ - કૃષ્ણ આદિ પાંચ ભેદે છે. રસ - તિક્ત આદિ પાંચ ભેદે છે, ગંધ - સુરભિ, દુરભિ બે ભેદે છે, સ્પર્શ - કર્કશાદિ આઠ ભેદે છે - સંસ્થાન - પરિમંડલાદિ પાંચ ભેદે છે. આટલાં ભેદથી આના વિષયમાં કરણના પણ આટલા ભેદ જાણવા. દ્રવ્યકરણથી આની વિશેષતા એ છે કે - અહીં પર્યાયની અપેક્ષાથી તે પ્રમાણે થવું અભિપ્રેત છે. દ્રવ્યકરણમાં દ્રવ્યના જ તેવા તેવા ઉત્પાદ દ્રવ્યાસ્તિક મતની અપેક્ષાથી વિશેષ છે.
- X
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International