________________
૨૭, ૦૮
૯ ૯ જ્યારે તે વાસુદેવના શબને વહન કરતા હતા, ત્યારે સિદ્ધાર્થ વડે પ્રતિબોધ થયા, કૃષ્ણના શરીર સંસ્કાર કરીને, કૃતસામાયિક થઈ સાધુ વેશને સ્વીકારીને, ઉંચા શિખરે તપ તપતા, માન વડે - ક્યાં નોકરોનો ભિક્ષાર્થે આશ્રય કરવો ? તેથી કઠિયારા આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. પણ ગામ કે નગરનો આશ્રય કરતા નથી. તેણે યાચના પરીષહને સહન ન કર્યો. એ પ્રમાણે ન કરવું. બીજા કહે છે - બળદેવને ભિક્ષાર્થે ભમતા, ઘણાં લોકો તેના રૂપથી આક્ષિપ્ત થઈ, બીજું કંઈ ન કરતાં. તેનામાં જ ચિત્ત રાખીને રહેતા હતા. તેથી તેઓ ગ્રામાદિમાં જતાં ન હતા. યથા આવેલ પથિક આદિ પાસેથી ભિક્ષાને યાચે છે. આ યાચના પરીષહ પ્રશસ્ત છે.
આ પ્રમાણે બાકીના સાધુઓએ યાચના પરીષહ સહન કરવો. યાચનામાં પ્રવૃત્તને ક્યારેક લાભાંતરાયના દોષથી ન પણ મળે. તેથી અલાભ પરીષહ કહે છે -
• સુત્ર - ૨૯, ૮૦
ગૃહસ્થોના ઘેર ભોજન તૈયાર થઈ જતાં સાધુ આહારની એષણા કરે. આહાર પ્રાપ્ત થાય કે ન થાય, સંયમી મુનિ તેના માટે અનતાપ ન કરે, “આજે મને કંઈ ન મળ્યું, કદાચ કાલે મળી જાય” છે એ પ્રમાણે વિચારે છે, તેને આલાભ” પીડા આપતું નથી.
• વિવેચન ૯, ૮૦
ગૃહસ્થોમાં કવલ (ભોજન), આના વડે મધુકરવૃત્તિ કહી. તેની ગવેષણા કરે. જે ખવાય તે ભોજન - ઓદન આદિ, તે તૈયાર થઈ ગયું હોય. કેમકે વહેલા જવાથી સાધુ માટે જે રાંધવા આદિની પ્રવૃત્તિ થાય. તેવું ભોજન ગૃહસ્થો પાસેથી પ્રાપ્ત થાય કે ન થાય તો પણ સંયત અનુતાપ ન કરે. જેમકે - અહો ! મારી અધન્યતા જુઓ, કે જે મને કંઈ નથી મળતું. અથવા મળી જાય તો, “હું લબ્ધિમાન છું' એવો હર્ષ ન કરે. અથવા ઓછું મળે કે અનિષ્ટ મળે તો પણ આવો અનુતાપ સંભવે છે. (તે ન કરે.)
કયા આલંબનને અવલંબીને અનુતાપ કરે, તે કહે છે - ભલે, આજે મને મળેલ નથી, આવી લાભ પ્રાપ્તિ આગામી દિવસે પણ સંભવે છે. - x- ઉક્ત પ્રકારે અદીન મનથી પ્રતિસમીક્ષા કરે, અલાભને આશ્રીને આલોચના કરે. પણ અલાભ પરીષહથી અભિભૂત ન થાય. અહીં લૌકિક દષ્ટાંત છે.
વાસુદેવ, બલદેવ, સત્યક અને દારક અશ્વો વડે અટવીમાં અપહરાયા, વડના ઝાડની નીચે રાત્રિનાં વાસ કર્યો. ચારે પ્રહરના જાગવાના ભાગ કર્યો. દારુકનો પહેલા પ્રહર હતો. ક્રોધ પિશાચરૂપ કરીને આવ્યો. અને દારુકને કહે છે - હું આહારને માટે આવેલ છે. આ સુતેલાને ખાઈ જઈશ, અથવા મારી સાથે યુદ્ધ કર. દારુક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દારુકને પિશાચને જેમ જેમ હણવાને સમર્થ ન થયો તેમ તેમ રોષે ભરાવા લાગ્યો. જેમ જેમ શેષિત થતો ગયો તેમ તેમ તે ક્રોધ વધવા લાગ્યો. એ પ્રમાણે તે દારુકે પ્રાણ થઈ, તે પ્રહરને વહન કર્યો.
પછી સત્યકને ઉઠાડે છે. સત્યક પણ તે પ્રમાણે જ પિશાચ વડે કૃયપ્રાણ કરાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org