________________
૧૦.
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ બીજા પ્રહરમાં બલદેવ ઉઠે છે, એ પ્રમાણે બલદેવ પણ કરાયો. ચોથા પ્રહરમાં વાસુદેવ ઉઠે છે, વાસુદેવને તે પિશાચે તે પ્રમાણે જ કહ્યું. વાસુદેવે કહ્યું - મને જીત્યા વિના કઈ રીતે મારા સહાયકોને ખાઈશ? યુદ્ધ થયું. જેમ જેમ યુદ્ધ ચાલતું ગયું તેમ તેમ વાસુદેવ “અહો ! આ મલ્લ તો ઘણો બળવાન છે” તેમ સંતોષ પામવા લાગ્યા. વાસુદેવે તેને પકડીને જંઘાથી પછાડ્યો. પ્રભાતે તેને ભાંગેલા ઘુંટણ આદિ વડે જુએ છે. કોણે કર્યું? પૂછતાં વાસુદેવે કહ્યું - તે આ ક્રોધ, પિશાચરૂપધારી છે, જેને મેંપ્રશાંતપણે જિતેલ છે. - X -
હવે “પુર' એ દ્વાર છે. “પુરા' એટલે પૂર્વ કાળમાં કરેલાં કર્મ. તેમાં “નાતજ સંજએ” એ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતું દૃષ્ટાંત -
• નિર્યુક્તિ - ૧૧૪/ર + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃતિકાર આ પ્રમાણે કહે છે -
એક ગામમાં એક પારાશર (ખેડૂત) હતો, ત્યાં બીજા પણ પારાશરો હતા. તે કૃષિમાં કુશલ હતો અથવા શરીરથી કૃશ હતો તેથી કૃષિપારાશર અથવા કૃષ પારાશર કહેવાતો. તે તે ગામમાં નિયુક્ત રાજકુલિક ચારનું વહન કરતો હતો. તે ગાય આદિ દિવસમાં છાયાર્થી ભોજનવેળાની રાહ જોતાં. પછી તેમના ભોજન પણ લવાતા અને ભોજનની ઇચ્છાવાળા તેમને કહેતો કે એકૈક ચાસ ખેડી લો. પછી ભોજન કરો. તે ૬૦૦ હાલિક વડે પણ ઘણાં હળનું વહન કરાવતો તેના કારણે ઘણાં અંતરાય કર્મો બાંધ્યા. મરીને સંસારમાં ભટકીને બીજા કોઈ સુકત વિશેષથી વાસુદેવ કૃષ્ણનો પુત્ર “ઢેઢ” નામે થયો.
ટંટકુમારે અરિષ્ટનેમિપાસે દીક્ષા લીધી. અંતરાય કર્મઉદયમાં આવ્યું. દ્વારિકામાં ભ્રમણ કરવા છતાં આહાર પ્રાપ્ત થતો ન હતો. કદાચ ક્યારેક મળે તો પણ જેવો-તેવો. તેણે ભગવંતને પૂછ્યું, ભગવતે તેના પૂર્વભવની વાત કરી. પછી તેણે અભિગ્રહ લીધો. બીજાના નિમિત્તે લાભ મળે તો ગ્રહણ ન કરવું. કોઈ દિવસે વાસુદેવ કૃષ્ણએ ભગવંતને પૂછયું - આ ૧૮૦૦૦ સાધુ ભગવંતોમાં કોણ દુષ્કારકારક છે ? ભગવંતે કહ્યું - ઢંટણ આણગાર. પછી તેના અલાભ પરીષહની વાત કહી. કૃષ્ણએ પૂછ્યું - તે ક્યાં છે ? ભગવંતે કહ્યું - નગરીમાં પ્રવેશતા તું તેને જોઈશ. કૃષ્ણએ તેને જોઈને, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને તેમને વંદના કરી.
તે વખત કોઈ શ્રેષ્ઠીએ દૃશ્ય જોયું. તેણે વિચાર્યું કે આ કોઈ મહાત્મા લાગે છે, જેથી વાસુદેવે તેને વંદના કરી. ઢઢણમુનિ તેમના જ ઘેર આહારાર્થે પ્રવેશ્યા. શ્રેષ્ઠીએ પરમશ્રદ્ધાથી લાડવા વડે પ્રતિલાભિત કર્યા. તેણે આવીને ભગવંતને ગૌચરી બતાવી, પછી પૂછ્યું કે શું મારો આલાભપરીષહ ક્ષયપામ્યો?ભગવંતે કહ્યું કે-ક્ષયપામ્યો નથી, આ વાસુદેવના નિમિત્તે મળેલ લાભ છે. તેણે પરલાભથી આજીવિકા ન કરવી. એમ વિચારી અમૂર્શિતપણે તે લાડવાઓનું પાષ્ઠિાપન કર્યું તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
આ પ્રમાણે ઢંઢણમુનિની માફ્ટ અલાભ પરીષહને સહન કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org