________________
૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૩
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
આવા બધાં દોષ જાણી પરદા રાગમન વર્જવું જોઈએ.
આ બઘાં આલોકમાંના દોષો કહ્યા. પરલોકમાં પણ નપુંસકત્વ, વિરૂપત્ર, પ્રિયનો વિયોગ આદિ દોષો થાય છે.
પરદારાગમનથી નિવૃતને આલોક અને પરલોકમાં પણ ગુણો થાય છે. જેમાં આલોકનું દષ્ટાંત આપે છે – કચ્છમાં બે કુલપુત્રો હતા. આનંદપુરમાં બંને શ્રાવક હતા. એક ધિગુજાતીય દરિદ્ર હતો. તેણે સ્કૂલેશ્વર - વ્યંતરને ઉપવાસ કરીને આરાધીને વરદાન માંગ્યું કે, હે કુબેર ! ચાતુર્વેધ ભક્તને મૂલ્ય આપો, તેથી પુણ્ય કરું.
તે વ્યંતરે કહ્યું - કચ્છમાં બે શ્રાવક કુલપુત્રો છે. તેમને ભોજન કરાવ, તને ઘણું કળ મળશે. બે વખત કહેતા તે ગયો. તે શ્રાવકોને દાન આપ્યું, ભોજન અને દક્ષિણા આપી. પૂછ્યું - તમારું તપશ્ચરણ શું છે ? જેથી તમે બંને દેવોને પણ પૂજ્ય છો ? તેઓ બોલ્યા કે અમારે બંનેને બાલ્યકાળમાં એકાંતરે મૈથુનના પ્રત્યાખ્યાન હતા. કોઈ દિવસે અમારો પતિ-પત્નીરૂપે સંયોગ થયો. તે દિવસનો ક્રમ વિપરીતઅવિપરીત હતો. તેથી જે દિવસે એકને બ્રહ્મચર્ય પૌષધ હતો, તે દિવસે બીજાને પારણું આવતું. અમે બંને બ્રાહ્મચારી જ રહ્યા. તે સાંભળી બ્રાહ્મણ બોધ પામ્યો.
આ આલોક સંબંધી ગુણ કહા. પરલોકમાં પ્રધાન પુષd, દેવપણામાં પ્રધાન ઈત્યાદિ પ્રાપ્ત થાય. પાંચ લક્ષણવાળા વિપુલ ભોગો પ્રાપ્ત થાય. પ્રિયનો સંયોગ થાય અને નજીકમાં સિદ્ધિગમન થાય.
આ વ્રત અતિચારરહિત પાળવું જોઈએ. તેથી કહે છે - સ્વદારા સંતોષ વ્રતી શ્રાવકને આ પાંચ અતિચાર ગણવા જોઈએ પણ સેવવા ન જોઈએ. તે આ પ્રમાણે - ઈવર પરિગૃહીતા ગમનાદિ.
(૧) ઈત્તર પરિગૃહીતા - થોડા કાળ માટે ગ્રહણ કરેલી હોય તેવી, ભાડુ દઈને કેટલોક કાળ કે દિવસ કે માસ માટે સ્વ વશ કરેલી હોય તેની સાથે ગમન - અભિગમ કે મૈથુન આસેવન.
(૨) અપરિગૃહીતા ગમન - અપરિગૃહીતા એટલે વેશ્યા. અથવા બીજા પાસેથી ભાડેથી લાવેલી કુલાંગના કે નાથ વગરની. તેની સાથે ગમન.
(3) અનંગ - સ્તન, કક્ષા, સાચળ, વદન આદિમાં કીડા કરવી. અથવા અનંગ - મોહના ઉદયરૂપ તીવ્ર મૈથુન અધ્યવસાય નામક કામ કહેવાય. તેના વડે કે તેમાં ક્રીડા કરી લીધા પછી પણ સ્વલિંગને આહરીને કાઠફળ, પુસ્તક, માટી, ચમદિથી બનેલ પ્રજનન વડે સ્ત્રીની યોનિનું સેવન કરે.
(૪) પર વિવાકરણ - પોતાના સંતાન સિવાયના સંતાનો ‘પર' શબ્દથી ઓળખાય છે. તે કન્યાકુળની લાલસાચી કે સ્નેહબંધથી વિવાહકરણ કરાય છે. અથવા ઉત્સર્ગથી પોતાના સંતાનોનું પણ વરણ આદિ ન કરે, તો બીજાની વાત ક્યો રહી ? જે જેટલાં આગાર રાખે, તે તેને કલે છે, બાકીના ક૫તા નથી. મોટી કન્યાને ગોધનમાં દેવાનું ન કલ્પે.
(૫) કામના કરાય તે કામ - શબ્દ, રૂપ અને ગંધ. ભોગવાય તે ભોગ
રસ અને સ્પર્શ. આવા કામભોગોમાં તીવ્ર અભિલાષ કરવો અથવા તેનું ધ્યવસાવિત્વ કરવું. તે આ પ્રમાણે કરે છે –
તિકડા સમાપ્ત થયા પછી પણ સ્ત્રીના મુખમાં, કાનમાં, કક્ષામાં રહેલા અંતરમાં અતૃપ્તિથી લિંગ નાંખીને મરેલની જેમ પડ્યો રહે. ઘણો સમય નિશ્ચલ રહે. દાંત, નખ, કમળપત્ર આદિ વડે આના કામને ઉત્તેજિત કરે, વાજીકરણાદિનો ઉપયોગ કરે. સ્ત્રીની યોનિનું મર્દન કરે.
આ અપરિગૃહીતાગમનાદિ આચરતો તે ચોથા વ્રતને અતિયરે છે. આમાં આગળના બે અતિચાર સ્વદારા સંતુષ્ટને હોય છે, પરદારાના વિવર્જકને હોતા નથી. બાકીના ત્રણે અતિચાર બંનેને હોય છે.
દોષ - ઈત્વરિક પરિગૃહીતા ગમનમાં બીજા સાથે વૈર થાય, મારે. તાડન કરે ઈત્યાદિ. એમ બાકીનામાં પણ કહેવું.
અતિચાર ચોથું વ્રત કહ્યું. હવે પાંચમું વ્રત કહે છે – • સૂત્ર-૬૮ -
શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહના પચ્ચકખાણ કરે. ઈચ્છાનું પરિમાણ સ્વીકાર કરે, એ પાંચમું અવત.
તે પરિગ્રહ બે ભેદે છે. તે આ પ્રમાણે - સચિત્તનો પરિગ્રહ અને અચિતનો પરિગ્રહ.
ઈચ્છા પરિમાણ કરેલા શ્રાવકને પાંચ અતિચાર ગણવા જોઈએ પણ અચરવા ન જોઈએ. તે આ પ્રમાણે –
(૧) ધન ધાન્ય પ્રમાણાતિક્રમ, (૨) ક્ષેગ-વાસ્તુ પ્રમાણાતિક્રમ, (3) હિરણ્ય-સુવર્ણ પ્રમાાતિકમ, (૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ અને (૫) કુખ્ય પ્રમાણતિક્રમ.
• વિવેચન-૬૮ :
પરિગ્રહવું તે પરિગ્રહ. અપરિમિત - પરિમાણ રહિત. તેના શ્રાવક પ્રત્યાખ્યાન કરે, સરિતાદિના અપરિમાણ પરિગ્રહસ્થી વિરમે છે. અથવા ઈચ્છાના પરિમાણને સ્વીકારે છે. એટલે કે અચિત્ત આદિ ગોચરનું ઈચ્છા પરિમાણ કરે છે.
આ પરિગ્રહ બે ભેદે કહેલ છે - (૧) સચિત- ચિત્તસહિત, દ્વિપદ ચતુષ્પદાદિ તે જ પરિગ્રહ. (૨) અચિત- રત્ન, વસ્ત્ર, કુયાદિ, તે જ અતિપરિગ્રહ કહેવાય છે.
આ પાંચમાં અમુવતમાં ન નિવૃત્ત થવાથી દોષ અને નિવૃત્ત થવાથી ગુણકારી છે. તેમાં આ ઉદાહરણ છે –
- લોભનંદ કુશીમૂલિકા પામીને વિનષ્ટ થયો અને નંદ શ્રાવક પૂજાયો તથા કોશ-ખજાનાના અધિપતિ રૂપે સ્થપાયો.
- અથવા વણિકની પત્ની રત્નોને વેચતી ભુખથી મરતી હતી, શ્રાવકે કહ્યું - હું આ રત્નોનો પરિક્ષક નથી. બીજાની પાસે લઈ જવા. તેણી બોલી કે જે યોગ્ય લાગે તે મૂત્ર આપી દો. શ્રાવકે એકપ્રસ્થ આપ્યું. પછી સુભિક્ષકાળ થતાં તેનો પતિ