________________
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
- ૬/૬૬ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૩૧ ન કરવો જોઈએ. જો કોઈ પ્રયોજનથી પ્રવેશ ત્યારે વ્યવહાર હિંસ આદિ ન આપે, ન તેના આયોગોમાં રહે.
આ વ્રત અતિચાર રહિત પાળવું જોઈએ. તેથી કહ્યું કે - સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતી શ્રાવકોએ આ પાંચ અતિચાર જાણળા જોઈએ, તેનું આચરણ ન કરવું તે આ પ્રમાણે –
(૧) સોનાહત - ચોર વડે લાવેલ કંઈ કુંકુમાદિ, તે દેશાંતરથી લાવે તેને તેનાહત કહ્યા. તે લોભથી ઓછા મૂલ્ય લેતા અતિચાર,
(૨) તસ્કર - ચોર, તેનો પ્રયોગ - હરણ ક્રિયામાં પ્રેરણા કરવી કે અનુમતિ આપવી તે તસ્કર પ્રયોગ. જેમકે તું તે હરી લે.
(3) રાજ્યાસિકમ - જે રાજાની વિરુદ્ધનું કાર્ય હોય છે અથવા રાજ્ય કાયદાનું અતિબંધન તે વિરુદ્ધ સજ્યાતિ ક્રમ.
(૪) કૂડકૂલ કૂડમાન - તુલા એટલે ગાજવું. માન-કુંડવાદિ. કૂટવ-જૂનાધિકત્વ. ઓછું આપવું અને અધિક લેવું તો અતિચાર.
| (૫) અધિકૃત વસ્તુના સદંશ તે તપ્રતિરૂપક તેનું વિવિધ રીતે અપહરણ. વ્યવહાર-પ્રોપ. તપ્રતિરૂપક વ્યવહાર. જેમકે ઘઉં ઘટતા હોય તો તેના જેવા ધાન્યને તેમાં નાંખી દેવું.
ઉક્ત આચરણાથી ત્રીજા અણુવ્રતના અતિચાર લાગે છે.
વળી આમાં દોષ એ છે કે- જો ચોરે લાવેલ વસ્તુ ખરીદે તો રાજા પણ હણે છે. જે તેનો સ્વામી જાણે તો દંડે કે મારે છે. ઈત્યાદિ. આ પ્રમાણે બીજા દોષ પણ કહેવા.
ત્રીજું અણુવ્રત અતિચાર કહ્યું હવે ચોથું દશવિ છે –
સૂર-૬૭ - -
શ્રમણોપાસકે પરદરાગમનના પચ્ચકખાણ કરો અથવા સ્વપનીમાં સંતોષ રાખવો. [તે ચોથું વ્રત.
તે પરદાગમન બે ભેદે છે, તે આ પ્રમાણે - (૧) ઔદાકિ પરદાયગમન, (૨) વૈક્રિય પરાદારાગમન.
સ્વદાય સંતોષ વ્રત લેનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર ગણવા જોઈએ. તે આ પ્રમાણે - (૧) અપરિગૃહિતા ગમન, (૨) ઈત્વરિક પરિગૃહિતાગમન, (૩) અનંગકીડા, (૪) પરવીવાહ કરણ, (૫) કામભોગ વિશે તીવ્ર અભિલાષ.
• વિવેચન-૬૭ :
પોતાના સિવાયના જે અન્ય, તે પર, તેની પત્ની તે પરદાસ. તેમાં ગમન તેની સાથે ક્રીડા] તે પરદારા ગમન - પરસ્ત્રી સેવન. તેના શ્રમણોપાસકે પચ્ચકખાણ કરવા.
સ્વદારા - પોતાની પત્ની, તેનાથી કે તેનામાં સંતોષ રાખવો. તે સ્વદારા સંતોષ, તે નિયમ અંગીકાર કરવા.
અહીં ભાવના આ છે - પરદારાગમનનો પચ્ચકખાણ કરનાર જેમાં 'ર' શબ્દ પ્રવર્તે છે. સ્વદારા સંતુષ્ટ છે. એક કે અનેક સ્વપત્ની સિવાયની બાકીની બધી લેવી.
આ પરારાગમન બે ભેદે કહેલ છે - (૧) દારિક પરદારા ગમન - સ્ત્રી આદિ પરદાદાનું સેવન (૨) વૈક્રિય પદારા ગમન - દેવાંગના આદિનું સેવન કરવું તે.
ચોથા અણુવ્રતમાં સામાન્યથી અનિવૃત્તને થતાં દોષો - તે માતા પાસે પણ ગમન કરે છે. તેનું દૃષ્ટાંત આપે છે – ગિરિનગાં ત્રણ સખીઓ હતી. તેઓ ઉજ્જયંત જતી હતી ત્યારે ચોરે પકડી લીદી. તેને પારસ કુળમાં વેંચી દીધા. તેમના પણો નાના હતા. તેમને ઘેર છોડી દીધેલા. તેઓ પણ મિત્રો થઈ ગયા. માતૃનેહથી વેપારાર્થે પારસ કુલે ગયા તે ગણિકા સ્વદેશી હોવાથી ભાડુ દઈને રાખી. તેઓ પણ ભવિતવ્યતા યોગે પોતાની જ માતાની પાસે ગયેલા.
એક શ્રાવક હતો. તે પોતાની માતાની સાથે વસ્યો. પણ તે તેણીને ઈચ્છતો ન હતો. સ્ત્રી પણ અનિચ્છા જાણીને મૌન રહી. પૂછ્યું - તમે કયાંથી આવેલા છે ? તેણીએ પોતાનો વૃતાંત કરવો. ત્યારે તે શ્રાવક બોલ્યો કે અમે તારા જ પુત્ર છીએ. તેણીને છોડાવી, દીક્ષા લીધી.
આ અનિવૃત્ત થવામાં દોષ છે. બીજું ઉદાહરણ –
ત્રીની સાથે પણ ગમન થાય. સ્ત્રી ગર્ભિણી હતી, તે વિદેશ ગયો. સમાચાર મોકલ્યા કે તમારે ત્યાં મી જન્મી છે. તે પણ તેણી યૌવન પામી ત્યાં સુધી વ્યાપાર કરતો રહ્યો. તે પુત્રીને કોઈ બીજ નગરમાં પરણાવાઈ તે પુરુષ જાણતો ન હતો કે પણી પરણાવાઈ છે. તે પાછો આવતા તે જ નગરમાં ભાંડનો વિનાશ ન થાય તે માટે વર્ષારાબ ત્યાં રહ્યો. ત્યાં તેને તેની પુત્રીનો સંયોગ થયો. તો પણ તે જાણતો નથી. ચોમાસુ પૂરું થયું સ્વ નગરે ગોય. પુત્રી ઘેર આવી. તેને જોઈને બંને જણા લજ્જા પામ્યા. તે કન્યાએ આત્મહત્યા કરી, પુરુષે પણ દીક્ષા લીધી.
ત્રીજું દષ્ટાંત - ગોઠીની સાથે ચેટ રહેતો હતો. તેની માતા ચાલી ગઈ. પની તેની નિજક હોવાથી પતિને કહેતી નથી. તે તેની માતા દેવકુળ સ્થિત ધૂર્તની સાથે ગમન કરે છે. જોઈને તેણે પણ ભોગવી. માતા અને પુત્રના વસ્ત્રો બદલાયા. પની બોલી - ઝીએ કેમ તમારું ઉપરનું વસ્ત્ર લીધું ? હા પાપ ! તે કેમ કર્યું ? તે નાસી ગયો, દીક્ષા લીધી.
ચોથું દટાંત - ચમકને ગણિકાને ત્યજી દીધો. પ્રાપ્ત થતાં મિત્રો વડે ગ્રહણ કરાયો. તે બંને ભાઈબહેનનો પૂર્વ સંસ્થિતિથી સંયોગ થયો - કોઈ દિવસે તે બાળકે તે ગણિકા-પૂર્વની માતા સાથે લગ્ન કર્યા. તે તેની બહેને ધર્મ સાંભળીને દીક્ષા લીધી. તેણીને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ગણિકાનો ઘેર ગઈ.
તે ગણિકાને પુત્ર જન્મ્યો. તે પુત્રી સાધ્વી તેને લઈને રમાડે છે. ઉલ્લાપે છે. કઈ રીતે ? હે બાળક ! તું મારો પુત્ર પણ છે, ભાઈ પણ છે. મારો દેવર પણ છે અને ભાઈ પણ છે. જે તારા પિતા છે, તે મારા પિતા, પતિ, શ્વશુરા ભાઈ પણ છે. જે તારી માતા છે. તે મારી માતા, ભાભી, સાસુ અને શોક્ય પણ છે.