________________
૬/૬૮ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૫ આવ્યો. પૂછે છે – રત્નો ક્યાં છે? તેણી બોલી - રત્નો મેં વેંચી દીધા. કોને વેંચી દીધા ? તેણી બોલી – અમુક વણિકને ઘઉંની એકૈક સેતિકાના બદલામાં આયા.
તે વણિકે તેને કહ્યું - રત્નો પાછા આપ અથવા તેનું પૂર્ણ મૂલ્ય આપ. તે બીજો વણિક આપવા તૈયાર ન હતો. ઝઘડો રાજા પાસે ગયો. આટલું મૂલ્ય વર્તે છે. આ વણિકે આટલી કમનો જ માલ આપેલ છે. રાજાએ તે વણિકનો વિનાશ કર્યો.
જે શ્રાવકને રનો વેચવા માટે લઈ ગયેલ. તેને પરિગ્રહના પ્રમાણથી અતિરિક્ત છે, તેમ જાણીને ગ્રહણ ન કર્યા. શ્રાવકને તે ઈષ્ટ ન હોવાથી ન લીધા. તેથી શ્રાવક પૂજાયો - સત્કાર પામ્યો.
આ વ્રતને અતિચારરહિત પાળવું જોઈએ. તેથી કહે છે કે - ઈચ્છા પરિમાણ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ પણ તેને આચસ્વા-સેવવા નહીં તે આ પ્રમાણે.
(૧) ક્ષેમવાસ્તુ પ્રમાણ અતિક્રમ - તેમાં ધાન્ય ઉત્પત્તિની ભૂમિ તે ફોગ, તે સેતુ અને કેતુના ભેદથી બે પ્રકારે છે. તેમાં સેતુ ક્ષેત્ર તે - અરઘટ્ટાદિથી સિંચિત હોય, કેતુક્ષેત્ર તે આકાશથી પડેલ જળ વડે નિપાધ હોય છે.
વાસ્તુ - ઘર, તે પણ ત્રણ ભેદે છે – ખાત, ઉત્કૃત, ખાતોધૃિત. તેમાં જીત - ભૂમિગૃહાદિ, ઉન્ન • પ્રાસાદાદિ, રાતોતિ - ભૂમિ ગૃહની ઉપર રહેલ પ્રાસાદ.
આ ક્ષેત્ર-વાસ્તુના પ્રમાણનો અતિક્રમ એટલે કે પ્રત્યાખ્યાન કાળે ગ્રહણ કરેલા પ્રમાણનું ઉલ્લંઘન.
(૨) હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિકમ - હિરણ્ય એટલે ઘડેલું કે ન ઘડેલું જત અથવા અનેક પ્રકારના દ્રમ્માદિ. સુવર્ણ-પ્રસિદ્ધ છે, તે પણ ઘડેલું કે ન ઘડેલું જાણવા.
આ બંનેના ગ્રહણથી ઈન્દ્રનીલ, મસ્કતાદિને પણ લેવા.
(3) ધન-ધાન્ય પ્રમાણાતિકમ - તેમાં થન • ગોળ, સાકર આદિ ગાય, ભેંસ, બકરી, ઉંટ, ઘોડા આદિ બીજા પણ ધન કહેવાય છે.
ધાન્ય - ઘઉં, કોદરા, મગ, અડદ, તલ, ઘઉં, યવ આદિ.
(૪) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાવિકમ - તેમાં દ્વિપદ એટલે દાસી, મોર, હંસ આદિ. ચતુષ્પદ - હાથી, ઘોડા, ભેંસ આદિ.
(૫) કુય પ્રમાણાતિકમ - તેમાં કુય – આસન, શયન, ભાંડક, કોટક, લોટું આદિ ઉપકરજાત કહેવાય છે.
આના ગ્રહણથી વસ્ત્ર અને કંબલાદિ પણ લઈ લેવા.
આ બધાંમાં ગ્રહણ કરેલા પ્રમાણથી જે વધારાનું લેવું તેને પ્રમાણ-અતિકમાં કહેલો છે. એવા ક્ષેત્ર વાસ્તુ આદિ પ્રમાણના અતિક્રમાદિને આયરતો-સેવતો પાંચમા અણુવ્રતને ઉલ્લંઘે છે.
આમાં દોષ-જીવનો ઘાત આદિ કહેવા. સાતિચાર પાંચમું અણુવ્રત કહ્યું. એ રીતે અણુવ્રતો કહ્યા.
૧૭૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o • હવે આના જ ગુણવતોના પરિપાલનાર્થે ભાવનારૂપ ગુણવતો, તેને જણાવે છે. તે ત્રણ હોય છે. જેમકે – દિગવત, ઉપભોગ પરિમાણ અને અનર્થદંડનું પરિવર્જન.
તેમાં પહેલા ગુણવ્રતના સ્વરૂપને જણાવતા કહે છે –
સૂત્ર-૬૯ - દિશાવત ત્રણ પ્રકારે કહેલ છે – ઉદdદિશિવત, અધોદિશિતત અને તીછદિશિતત. દિશાવતધારી શ્રાવકને આ પાંચ અતિચાર જાણવા જોઈએ. તે આ પ્રમાણે - ઉદMદિશિ પ્રમાાતિક્રમ, અધોદિશિ પ્રમાણતિક્રમ, તીછદિશિ પ્રમાણાતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ, સ્મૃતિઅંતધનિ.
• વિવેચન-૬૯ -
શાસ્ત્રમાં દિશા અનેક પ્રકારે વર્ણવેલ છે. તેમાં સૂર્યને ઉપલક્ષીને પૂર્વ, બાકીની પૂર્વદક્ષિાણાદિ, તે અનુકમે જાણવા. તેમાં દિશા સંબંધી તે દિશુ. આમાં વ્રત એટલે પૂવદિ વિભાગોમાં મારે ગમનાદિ અનુદ્ધેય. તેથી આગળ નહીં, એવા પ્રકારે વ્રત તે દિગવત.
આ દિગ્ગવત સામાન્યથી ત્રણ બેદે કહેલ છે તે આ પ્રમાણે -
(૧) ઉર્વદિમ્ - ઉર્વ દિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત તે ઉદd દિવ્રત. ઉર્વ દિશામાં આટલા પર્વતાદિ આરોહણથી અવગાહવા, તેથી વધુ નહીં એવા પ્રકારની જે ભાવના તે ઉર્ધ્વદિગવત.
(૨) અધોદિગ-અધોદિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત, અધોદિમ્ વ્રત. આટલી દિશામાં નીચે ઈન્દ્રકૂવાદિમાં અવતરણ કરી અવગાહવું. તેથી આગળ નહીં. એ પ્રમાણે ધારવું.
(3) તીર્જી દિશા - પૂર્વ આદિ દિશા, તે સંબંધી કે તેમાં જે વ્રત તે તિર્યવ્રત. આટલી દિશા પૂર્વમાં અવગાહવી, આટલી દિશા દક્ષિમમાં ઈત્યાદિ. તેનાથી આગળ નહીં. એ પ્રમાણેનો ભાવ.
આમાં અવગૃહીત ક્ષેત્રથી બહાર સ્થાવર - જંગમ પ્રાણીગોચર દંડનો પરિત્યાગ થાય છે તે ગુણ છે.
આ વ્રત તિયાર રહિત પાળવું જોઈએ. તેથી તેના અતિચારો જણાવતા કહે છે - દિગવતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા જોઈએ.
(૧) ઉદMદિ પ્રમાણાતિક્રમ - જેટલું પ્રમાણ ગ્રહણ કરેલ હોય, તેને ઉલ્લંઘવું નહીં, એ પ્રમાણે બીજે પણ ભાવના કરવી.
(૨) અધોદિકુ પ્રમાણાતિકમ, (3) તિર્યદિકુ પ્રમાણાતિકમ.
(૪) ક્ષેત્રવૃદ્ધિ - ક્ષેત્રની વૃદ્ધિ. જેમકે એક દિશામાં ૧૦૦ યોજના પરિમાણ સ્વીકારેલ હોય, બીજી દિશામાં દશ યોજન ગ્રહણ કરેલ હોય. તે દિશામાં કોઈ કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ૧૦૦ યોજનમાંથી બાદ કરી દશ યોજન પરિમાણવાળી દિશામાં સ્વબુદ્ધિથી ઉમેરી દે. અર્થાત્ એક તરફ વૃદ્ધિ કરવી.