________________
• ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૫
ઉક્ત બધાંની સંખ્યા - ૩૬૩ થઈ. આ અમે અમારી બુદ્ધિથી કહેલ નથી. બીજાઓએ પણ કહેલ છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાવા આપેલ છે, જે ઉપરોક્ત અર્થને જ જણાવતી હોવાથી અમે અનુવાદ કરેલ નથી.]
પ્રસંગથી આટલું કહ્યું હવે મૂળસૂત્ર કહીએ છીએ –
આવા પાખંડીની પ્રશંસા ન કરવી. જેમકે - આ બધાં પુન્યભાગી છે, આમનો જન્મ સફળ છે, એમના મિથ્યાર્દષ્ટિવથી આવું ન કહેવું.
અહીં ઉદાહરણ છે - “ચાણક્ય'નું :
પાટલિપુરમાં ચાણક્ય હતો. ચંદ્રગુપ્ત ભિક્ષુકોની વૃત્તિ હરી લીધી. તેઓ તેને ધર્મ કહેતા. રાજા તુષ્ટ થતો. રાજા ચાણક્ય સામે જોતો. તે ભિક્ષુકોની પ્રશંસા કરતો ન હતો. ચંદ્રગુપ્ત કંઈ ન આપતો.
ભિકોએ ચાણક્યની પત્નીને ભોળવવા વિચાર્યું. તેણીએ ખુશ થઈને ચાણક્યને કહેવાનું સ્વીકાર્યું. પત્નીના આગ્રહથી ચાણક્યએ કહ્યું કે – “સારું, તેમ કરીશ.” ત્યારે ભિક્ષકોએ ધર્મ કહેતા ચાણકય બોલ્યો - “સુભાષિત" - સારું બોલ્યા. રાજાએ તેમને કંઈક દાન આપ્યું. બીજે દિવસે ચાણક્યએ પૂછ્યું - તેને દાન કેમ આપ્યું ? રાજા કહે - તે પ્રશંસા કરી માટે.
ચાણક્યએ કહ્યું - મેં પ્રશંસા કરી નથી, બધાં હિંસામાં પ્રવૃત છે લોકમાં કઈ રીતે વિશ્ચાસ્ય છે ? માટે આવી પ્રશંસા ન કરવી.
o પપાખંડ પ્રશંસા - પાંચમો અતિચાર.
અનંતરોક્ત સ્વરૂપવાળા પાખંડ મતનો સંતવ. અહીં સંવાસનિત પશ્ચિય, સંવસન, ભોજન, આલાપાદિરૂપ સંતવ જાણવો પણ સ્તુતિરૂપ નહીં. લોકમાં પ્રસિદ્ધ સં + સૌતિ એટલે પરિચય. આ પણ સમાચરણીય નથી. [શા માટે ?].
એકત્ર સંવાસમાં અને તેની પ્રક્રિયા જાણીને, તેમની ક્રિયાના દર્શનથી, તેના એકાદ વખત પણ અભ્યસ્તત્વથી, સહકારી કારણોથી મિથ્યાત્વનો ઉદય થતાં દષ્ટિભેદ ઉત્પન્ન થાય છે. તેથી અતિયાર લાગે છે..
અહીં ઉદાહરણ છે - સૌરાષ્ટ્રનો શ્રાવક, તે પૂર્વે કહેલ છે.
એ પ્રમાણે શંકા આદિ સર્વે શચ સહિત સમ્યકત્વ વંત બાકીના અણુવ્રતાદિના સ્વીકારને યોગ્ય થાય છે. તે અણુવતો - સ્થૂળ પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ પૂર્વે કંઈક બતાવ્યા. હવે સ્વરૂપથી તેને જણાવે છે –
• સૂત્ર-૬૪ - શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે.
તે પ્રાણાતિપાત બે ભેદે કહેલ છે - સંકતાથી અને આરંભથી. તેમાં શ્રાવક સંકલ્પ હિંસાનું જાdજીવ પચ્ચકખાણ કરે, આરંભ હિંસાનું નહીં.
શુળ પાાતિપાત વિરમણ કરેલા શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજનપાનનો વિચ્છેદ.
૧૬૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ • વિવેચન-૬૪ -
સ્થળ - બેઈન્દ્રિય આદિ, આનું સ્થૂળત્વ સર્વે લૌકિકજીવવમાં પ્રસિદ્ધ છે. આમની અપેક્ષાએ એકેન્દ્રિયોનું સૂક્ષ્માધિકપણું છે.
સ્થળ જીવોના પ્રાણ - ઈન્દ્રિય આદિ, તેનો અતિપાત, તે સ્થૂલ પ્રાણાતિપાત. તેનું શ્રમણોપાસક - શ્રાવક પચ્ચખાણ કરે - તેનાથી અટકે.
તે પ્રાણાતિપાત બે ભેદે તીર્થકર અને ગણધરોએ કહેલો છે. તે આ પ્રમાણે - સંકલ જ અને આરંભજ.
(૧) સંકલાજ -સંકલાથી જન્મેલ, મનના સંકલાથી હીન્દ્રિયાદિ પ્રાણીના માંસ, અસ્થિ, ચર્મ, નખ, વાળ, દાંત માટે તેમને મારી નાંખે. (૨) આરંભ - આરંભથી જન્મેલ, તેમાં આરંભ - હળ, દંતાલ, ખનન, લવનાદિ તેમાં શંખ, ચંદનક, પિપિલિકા, ધાન્ય, ગૃહકારકાદિ સંઘન, પરિતાપ, ઉપદ્રાવણરૂ૫.
તેમાં શ્રાવક સંકલાવી જાવજીવ પણ પ્રત્યાખ્યાન કરે, જાવાજીવ કરે જ એવું નિયમથી નહીં. આરંભ જ ન કેર કેમકે તેને અવશ્યતયા આરંભનો સદ્ભાવ છે.
[શંકા] એ પ્રમાણે સંકળાથી સૂક્ષ્મ પ્રાણાતિપાત પણ કેમ પચ્ચકખે નહીં ? [સમાધાન] એકેન્દ્રિયો જ પ્રાયઃ દુષ્પરિહારા છે કેમકે ગૃહવાસીને સંકલ્પથી જ સચિવ પૃથ્વી આદિનો પરિભોગ છે.
તેમાં પ્રાણાતિપાત કરવામાં શા દોષ છે ? ન કરવામાં શા ગુણ છે ? તેમાં દોષ દર્શાવવા કોંકણકનું દૃષ્ટાંત છે – તેની પત્ની કારણ પામી. તેને પુત્ર હતો. તે બાળકને દાવાદના ભયથી કન્યા મળતી ન હતી. ત્યારે બીજાના લક્ષ્યથી રમત કરતો વિંધાયો.
ગુણમાં ઉદાહરણ - સતપદિકનું છે. બીજું દષ્ટાંત :- ઉજ્જૈનીમાં બાળક હતો. માલવક દ્વારા શ્રાવકપુત્ર હરાયો. સૂતે તેને ખરીધો તેણે શ્રાવકપુરને કહ્યું - લાવકોને માર, તેણે છોડી દીધા. ફરી કહ્યું - મારી નાંખ. તેણે ન માન્યું. પછી તેને પીટવાનું શરૂ કર્યું. તે પીટાતો એવો રડતો હતો. પછી રાજાએ સાંભળ્યું. બોલાવીને પૂછ્યું, ત્યારે વૃતાંત કહ્યો. રાજાએ પણ કહ્યું - તો પણ શ્રાવકપુત્ર ન માન્યો. ત્યારે હાથી વડે તેને ત્રાસ આપ્યો તો પણ ન માન્યા. પછી રાજાએ તેને શીર્ષરક્ષકપણે સ્થાપ્યો. પછી કોઈ દિવસે સ્થવિરો પધાર્યા. તેની પાસે દીક્ષા લીધી.
ગુણમાં ત્રીજું ઉદાહરણ - પાટલિપુત્ર નગરમાં જિતશત્રુ સન હતો. તેને ક્ષેમ નામે અમાત્ય હતો. તે ચારે પ્રકારની બુદ્ધિથી સંપન્ન હોવો શ્રાવક હતો અને શ્રાવકના ગુણોથી યુક્ત હતો. તે રાજાનું હિત કરવામાં, બીજા દંડ-ભટ-ભોજિકોને અપ્રિય થઈ ગયો. તેના વિનાશ નિમિતે ક્ષેમ પાસેના પરપોને દાન સન્માન વડે સત્કારે છે. રાજાના અભિકારકોને પ્રયોજે છે. પકડાયા ત્યારે તેઓ બોલ્યા કે મારી નાંખો . અમે ક્ષેમ મંત્રીના માણસો છીએ. ક્ષેમને પકડ્યો, ત્યારે તે બોલ્યો કે - હું બધાં જીવોનું ક્ષેમ કરું છું. તો પછી રાજાના શરીરને કેમ નુકસાન કરું ? તો પણ વધની આજ્ઞા આપી.