________________
૧૬૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૩ વૃતાંત કહ્યો. તેણે પૂછયું - આને સુખ કે દુ:ખ શું મળશે ? ભગવંતે કહ્યું - આટલો કાળ ગંધને વેદીને તેણી તારી જ પત્ની અને અગ્રમહિષી થશે. આઠ વર્ષ સુધી તારી સાથે રમણ કરી પછી તારી પીઠે બેસશે, ત્યારે તું જાણજે.
શ્રેણિક વંદન કરીને ગયો. તેણી ગંધ અપહરાઈ જતાં કુલ પુત્ર કે સંહરી, મોટી કરી, ચૌવન પામી, કૌમુદી અવસરે માતા સાથે આવી. અભય અને શ્રેણિક પ્રચ્છન્નપણે કૌમદી અવસરને જુએ છે. તે બાલિકાનો અંગસ્પર્શ થતાં શ્રેણિક તેણીમાં આસક્ત થયો. તેની સાડીને છેડે પોતાની નામમુદ્રા બાંધી દીધી. પછી અભયને કહ્યું - મારી નામ મદ્રા ચોરાઈ છે, શોધી કાઢ.
અભયે દ્વાર ઉપર માણસો મૂક્યા. એકૈક મનુષ્યને જોઈ-જોઈને બહાર જવા દે છે. તે બાલિકાને જોઈને ‘ચોર' માની પકડી અને શ્રેણિકને પરણાવી.
કોઈ દિવસે બાહ્યા ક્રીડા રમણ કરતાં તે રાણીએ શ્રેણિકને વાહન બનાવી વહન કરે છે. રાજાને ભગવંતનું વચન યાદ આવ્યું. તેણીને મુક્ત કરતાં, તે ગણીએ દીક્ષા લીધી.
આ વિદ્વાન્ની ગુપ્તાના ફળનું દૃષ્ટાંત કહ્યું.
0 0 પપાખંડ પ્રશંસા - સર્વપ્રણીત પાખંડ(-મત) સિવાયના મતની પ્રશંસા - સ્તુતિ કરવી. પપ્પાખંડો સામાન્યથી ૩૬૩ ભેદે હોય છે. કહ્યું છે કે – ૧૮૦કિયાવાદી, ૮૪-અક્રિયાવાદી, ૬અજ્ઞાનવાદી, ૩ર-વૈનયિક છે. આ ગાથા ગ્રંથાારની હોવા છતાં શિષ્યના અનુગ્રહને માટે કંઈક કહે છે –
૧૮૦ કિયાવાદી - તેમાં કર્યા વિના ક્રિયા સંભવતી નથી, તેવું આત્મસમવાયીઓ કહે છે. એવા શીલવાળા એ ક્રિયાવાદી, તે વળી આત્માદિ સ્વીકાર રૂપ છે. આ રીતે ૧૮૦ની સંખ્યા જાણવી - જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જર, પુન્ય, પાપ અને મોક્ષ નામે નવ પદાર્થોની પરિપાટ ચવી. તેમાં જીવના સ્વ અને પર એવા ભેદો કહેવા. તેના પ્રત્યેકના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ કહેવા. તેના પણ પ્રત્યેકના કાળ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ એવા પાંચ ભેદો કરવા.
તેથી આવા વિકલ્પો આવશે - (૧) જીવ સ્વતઃ કાળથી નિત્ય છે. આ વિકલ્પનો આવો અર્થ છે - નિશે આ આત્મા વિધમાનું છે. પોતાના રૂપે કાળથી નિતુ છે. આ અભિલાપ કાલવાદીનો છે.
(૨) બીજો વિકલા - ઈશ્વસ્વાદીનો છે. (3) ત્રીજો વિકલા - આત્મવાદીનો છે. “આ બધું પુરુષ જ છે.” (૪) ચોથો વિકલ્પ - નિત્યવાદીનો છે. (૫) પાંચમો વિકલ્પ - સ્વભાવવાદીનો છે.
આ પ્રમાણે ‘સ્વતઃ' એને ન છોડતાં પાંચ વિકલ્પ પ્રાપ્ત થયા. એ પ્રમાણે “પરતઃ' વડે પાંચ જ આવશે. નિત્યત્વને ન છોડતાં આ દશ વિકલ્પો થયા. એ પ્રમાણે અનિત્યત્વથી દશ વિકલ્પો મળીને વીસ ભેદો થયા.
આ પ્રમાણે અનુવાદિ આઠેમાં પણ આ પ્રમાણે જ વીસે વિકલ્પો આવશે. તેથી
નવ પદાર્થો x વીસ વિકલ્પો = ૧૮૦ ભેદો પ્રાપ્ત થશે. આ બધાં ક્રિયાવાદી જાણવા.
0 અક્રિયાવાદીના ૮૪ ભેદો જાણવા.
કોઈપણ અવસ્થિત પદાર્થને કિયા નથી હોતી. તેના ભાવ જ અવસ્થિતિના અભાવથી છે, એમ કહેનાર તે અક્રિયાવાદી. કહ્યું છે – સર્વે સંસ્કારો ક્ષણિક છે, અસ્થિતને ક્રિયા ક્યાંથી હોય? - X - ઈત્યાદિ.
આ બધાં આત્મા નથી તેમ માનનાર લક્ષણવાળા છે. આ ઉપાયથી ૮૪-જાણવા. આમને પુન્ય અને અપુન્ય વર્જિત સાત પદાર્થોનો ન્યાસ કરવો. જીવના સ્વ અને પર બે વિકલપો. આત્મા અસત્ હોવાથી તેના નિત્ય અને અનિત્ય ભેદ હોતા નથી. કાલાદી પાંચ ભેદમાં ‘યદેચ્છા’ એ છટ્ટો ભેદ ઉમેરો. તેથી બાર ભેદો [૬ x ] થયા. તે આ પ્રમાણે -
(૧) જીવ કાળથી સ્વતઃ નથી. (૨ થી ૬) એ પ્રમાણે ઈશ્વરાદિ પણ યÊચ્છા સુધી કહેવા. એ પ્રમાણે જીવ પરતઃ કાળથી નથી, તે છ વિકલ્પો થશે.
- આ બારે વિકલ્પો એકત્ર જીવાદિ સાતે સાથે યોજના ૮૪ ભેદો આ નાસ્તિકોના પ્રાપ્ત થશે.
o અજ્ઞાનીનાં ૬૩ ભેદો જાણવા -
તેમાં કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન. તે જેમને છે તે અજ્ઞાનિક. - x • જ્ઞાનાંતર [બીજું જ્ઞાન] જ મિથ્યાદર્શન સહચારિત્વથી અજ્ઞાન છે. તે જાતિશબ્દવથી ગૌરખર વત્ અરણ્ય ઈત્યાદિની જેમ અજ્ઞાનિકત્વ છે અથવા અજ્ઞાન વડે વિચારે છે કે તેનું પ્રયોજન છે માટે અજ્ઞાનિક - “કરેલું બધું જ વિફળ છે” એવું માનનાર રૂપ તે છે.
આ ઉપાય વડે ૬ને જાણવા :- તેમાં જીવાદિ નવે પાદર્થોન પૂર્વવત્ સ્થાપવા. સંતુ આદિ સાત ભેદો કહેવા, તે આ પ્રમાણે – સત્વ, અસવ, સરસવ, અવાચ્યd, સદવાઢવ, અમદવાયત્વ, સદસદ-અવાચ્યવ. જીવાદિ પ્રત્યેકના સાત વિકલ્પો કહેતા ૯ x 9 = ૬૩ ભેદો થયા. તેમાં ઉત્પત્તિના ચાર વિકલ્પો ઉમેરવા, તે આ પ્રમાણે – સત્વ, અસત્વ, સદસવ અને અવાચ્યત્વ. ૬૩ + ૪ = ૬૩.
(૧) કોણ જાણે છે કે જીવ નિત્ય સતું છે ? અથવા જાણીને શું ? (૨ થી ૩) એ પ્રમાણે અસત્ આદિ પણ કહેવા.
ઉત્પત્તિ પણ શું સત્ છે, અસત્ છે, સદસત છે કે અવાચ્ય છે, તે કોણ જાણે છે ? અથવા કંઈ છે જ નહીં ?
o વનયિકના ૩૨ ભેદો :
વિનયથી વિચરે છે અથવા વિનય જેનું પ્રયોજન છે, તે વૈકયિકો. આ બધાં અનવવૃત લિંગ-આચાર-શાસ્ત્ર વિનય પ્રતિપતિવાળા છે.
આ ઉપાય વડે બીશ ભેદ જાણવા :- દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા ને પ્રત્યેકને કાયા, મન, વચન અને દાનથી દેશકાળયુક્ત વિનય કરવો. એ રીતે ૮ x ૪ = 3૨ ભેદો થયા.