________________
૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૧
નહીં હોય ? એવો સંશય કરવો તે શંકા.
શંકા બે ભેદે છે - દેશશંકા અને સર્વશંકા. (૧) દેશશંકા - દેશવિષયા, શું આ આત્મા અસંખ્યપ્રદેશાત્મક હશે કે નિપ્રદેશ, નિરવયવ હશે ? (૨) સર્વ શંકા - સર્વ અસ્તિકાય હોઈ શકે નહીં.
મિથ્યાદર્શન ત્રણ ભેદે છે - અભિગૃહીત, અનભિગૃહીત, સંશય. તેમાં સંશય મિથ્યાત્વ જ છે. કહ્યું છે કે – સૂરામાં કહેલ એક પદ કે અક્ષર પણ ન રુચે તો બાકીના ચતા હોય તો પણ મિથ્યાદષ્ટિ જાણવા. તે પ્રમાણે સૂત્રોક્ત એક પણ અક્ષાની અરુચિથી તે મનુષ્ય મિથ્યાદેષ્ટિ થાય છે. અમારે જિનાભિહિત સૂણ જ પ્રમાણ છે. એક પણ અર્થમાં સંદિગ્ધ પ્રત્યયને યોગ્ય નાશ પામે છે. • x -
તે કારણથી મુમુક્ષુએ શંકારહિત થઈને જિનવચન સત્ય જ છે, તેમ સામાન્યથી સ્વીકાર કરવો. સર્વજ્ઞ અભિહિત હોવાથી તે સત્ય જ છે. કેમકે છાસ્થ મતિની દુર્બળતાના દોષથી સંપૂર્ણપણે સર્વ પદાર્થ સ્વભાવને અવધારણ કસ્વાને અસમર્થ છે. ઈત્યાદિ - ૪ -
અહીં ઉદાહરણ આપે છે - o જે શંકા કરે છે, તે વિનાશ પામે છે જેમ કે પૈયાપાયી વિનાશ પામ્યો. પેયામાં પરિભૂજ્યમાન અડદ નાંખેલા. લેખશાળામાં આવેલા બે પુત્રોએ તે પીધું. એકે વિચાર્યુ કે – આ માખીઓ છે. શંકાથી તેને વશુલ વાયુ થયો, તે મૃત્યુ પામ્યો. બીજો વિચારે છે કે – મારી માતા કદી માખી ન આપે, તે જીવી ગયો.
o બીજું કાંક્ષા - કાંક્ષા એટલે સુગાદિ પ્રમીત દર્શનમાં ગ્રહણ કરવાનો અભિલાષ. કહ્યું છે કે- કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનનું ગ્રહણ. તે બે ભેદે છે - દેશકાંક્ષા અને સર્વ કાંક્ષા.
દેશકાંક્ષા - એક દેશ વિષયક હોય, એક જ સગત દર્શનને કાંક્ષે. - ૪ - સર્વકાંક્ષા - બધાં દર્શનોની આકાંક્ષા કરે. અહિંસા પ્રતિપાદન પર બધાં જ કપિલ કણભ અક્ષ અપાદાદિના મતો આ લોકમાં છે, તે અત્યંત કલેશ પ્રતિપાદન પરાયણ નથી, માટે શોભન જ છે.
અથવા આલોકના - પરલોકના ફળોની કાંક્ષા કરે. તેને અરહંત ભગવંતે પ્રતિષેધ કરેલો છે, પ્રતિષેધ અનુષ્ઠાન કરતાં સમ્યકત્વનો અતિયાર થાય છે. તેથી એકાંતિક અવ્યાબાધ અપવર્ગને છોડીને બીજે કાંક્ષા ન કરવી.
આ વિષયમાં ટાંત છે -
રાજા અને મંત્રી અ% વડે હરાઈને અટવીમાં પ્રવેશ્યા ભુખથી પીડાતા, વનના ફળો ખાતા રાજા વિચારે છે - લાડુ વગેરે બધું ખાધું. બંને જણા પાછા આવ્યા. રાજાએ રસોઈયાને લોકમાં થતું હોય તે બધું સંધવા કહ્યું. તે રાજા પ્રેક્ષણક દૃષ્ટાંત કરે છે. • x " રાજા બધું ખાઈ ગયો પેટમાં શૂળ ઉપડતાં મૃત્યુ પામ્યો. * *
(3) ચિકિત્સા - મતિવિભમ. આગમમાં અર્થ કહ્યો હોવા છતાં ફળ પ્રતિ સંમોહ થવો. શું આ મહાન તપ કલેશગી કરું છું, તે મને ફળ આપનાર થશે કે [34/11].
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ નહીં? આ કિયા ફળવાળી અને નિફળ દેખાય છે. આવી શંકા રાખવી ન જોઈએ. • x • x - આ બધું પ્રાયઃ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી થતો જીવ પરિણામ વિશેષ સમ્યકત્વ તો અતિચાર જ કહેવાય છે. માટે ફળ વિશે જરા પણ સંદેહ ન રાખવો. કેમકે સર્વજ્ઞોક્ત કુશળ અનુષ્ઠાનથી ફળની પ્રાપ્તિ થાય જ છે.
અહીં ઉદાહરણ છે –
શ્રાવક, નંદીઘર ગમન, દેવ સંઘર્ષથી દિવ્યગંધ, મિત્રને પૂછવું, વિધાનું દાન, સાધવા માટે શ્મશાનમાં, સિક્કાની નીચે અંગારા અને ખાદિર, સ્તંભને ૧૦૮ વાર જપીને સિક્કા [મૃતકનો પણ છેદે છે. એ પ્રમાણે બીજી-ત્રીજી-ચોથી વાર છેદતા આકાશમાં રહેલ વિઘા તેણે ગ્રહણ કરી. કાળી ચૌદશની રાત્રે આ વિધા શ્મશાનમાં સાધે છે.
નગર આરક્ષક વડે રુંધાતા ચોર ત્યાં જ આવ્યો. શ્મશાનમાં રહ્યો. પ્રભાત પકડીશું એમ વિચાર્યું. ચોરે ત્યાં ભમતા વિધાસાધકને જોયો. તેણે પૂછતાં કહ્યું - હું વિધા સાધુ છું. કોણે આપી ? શ્રાવકે. ચોરે તેને કહ્યું - આ દ્રવ્ય લે અને વિધા મને આપ. તે શ્રાદ્ધને વિચિકિત્સા થઈ કે- વિધા સિદ્ધ થશે કે નહીં ? આપી દીધી. ચોરે વિધા સિદ્ધ કરી. કોટવાળે શ્રાવકને પકડ્યો. ચોરે આકાશમાં જઈ લોકોને ડરાવ્યા, ત્યારે શ્રાવકને છોડ્યો.
બંને શ્રદ્ધાવાન્ થયા. આ રીતે નિર્વિચિકિત્સાયુક્ત થવું. - અથવા - વિચિકિત્સા એટલે વિદ્વાની જુગુપ્સા.
fire: - સાધુઓ, સંસાર સ્વભાવને જાણેલ અને સમસ્ત સંગનો પરિત્યાગ કરેલા. તેમની ગુપ્તા - નિંદા કરવી. જેમકે તેઓ નહાતા નથી, પસેવા જનિત મલવાળા છે, દુર્ગધ શરીરી છે. થોડા પ્રાસુક પાણીથી શરીર સાફ કરી લે તો કયો દોષ લાગે ? આવી વિચિકિત્સા ન કરવી.
દેટાંત - વિચિકિત્સાના બીજા અર્ચનું.
એક શ્રાવક પ્રત્યંતમાં રહેતો હતો. તેની પુત્રીના વિવાહ અવસરે ક્યાંકથી સાધુઓ આવી ગયા. પિતાએ કહ્યું - હે પુત્રી ! સાધુને પડિલાભ. તેણી મંડિત પ્રસાધિતા હતી, પડિલાવ્યા. સાધુના પરસેવાદિની ગંધથી તેણીએ વિચાર્યું કે – ભગવંતે અનવદ્ય ઘર્મ કહેલ છે. જો પ્રાસુક જળથી નહાઈ લે તો કયો દોષ લાગી જવાનો છે ?
તેણી તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને રાજગૃહીમાં ગણિકાના ઉદરમાં ઉત્પન્ન થઈ ગર્ભમાં રહેતાં જ ગણિકાને અરતિ થવા લાગી. ગર્ભપાતની પણ ગર્ભ ન પડયો. જન્મતા જ તેણીનો ત્યાગ કર્યો. તેણી ગંધ વડે તે વનમાં રહેતી.
શ્રેણિક રાજા તે પ્રદેશથી ભગવંતને વાંદવાને નીકળ્યો. તેનું સૈન્ય તેબાલિકાની ગંધ સહી શક્યું નહીં. રાજાએ પૂછ્યું - આ શું છે ? કહ્યું કે બાલિકાની ગંધ છે. જઈને જોયું. બોલ્યો કે આ જે આ જ પહેલાં પૂછીશ. શ્રેણિકને ભગવંતે પૂર્વાદિષ્ટ