________________
અ /૬૪ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૬૩.
રાજાને અશોકવનિકામાં અગાધ જળવાળી પુષ્કરિણી પગ-બીશ-મૃણાલ આદિથી છવાયેલી અને ઉત્પલ, પદાદિથી ઉપશોભિત હતી. તે મગર અને ગ્રાહને લીધે દુરસ્વગાહા હતી. તે ઉત્પલાદિને કોઈ તોડવા સમર્થ ન હતા. જેના વધની આજ્ઞા રાજા આપતો, તેને કહેવાતું કે - આ પુષ્કરિણીથી પદો લઈ આવ. ત્યારે ક્ષેમમંત્રી ઉભો થઈ “નમોડલ્યુ અરહંતાણં' બોલીને ગયો – જો હું નિરપરાધ હોઉં તો મને દેવતા સાન્નિધ્ય આપો. તેણે સાગાર ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. દેવતા સાંનિધ્યથી મગરની પીઠે બેઠો, ઘણાં ઉત્પલ અને પદો ગ્રહણ કરીને પાછો આવ્યો. રાજાએ હર્ષિત થઈ તેને ખમાવ્યો. પ્રશંસા કરી. પ્રતિપક્ષનો નિગ્રહ કરીને કહ્યું – “તને શું વર [દાનો આપું ? તેણે પ્રવજ્યા માંગી, દીક્ષિત થયો. પ્રાણાતિપાત વિરમણમાં આ ગુણો છે.
આ વ્રત અતિચાર રહિત પાળવું જોઈએ. સ્યુલ પ્રાણાતિપાત વિરત શ્રમણોપાસકે આ પાંચ અતિચારો જ્ઞ પરિજ્ઞાથી જાણવા જોઈએ. તેને આયરવા જોઈએ નહીં. તે આ પ્રમાણે - વધ, બંધન ઈત્યાદિ.
તેમાં (૧) બંધન તે બંધ - દોરડા આદિ વડે બાંધવા, સંયમન કરવું તે. (૨) હણવું તે વધ, કસ આદિ વડે તાડન કરવું તે. (3) છવિચ્છેદ – શરીર, તેનો છેદ, કરવતાદિથી ચીરવા-ફાડવા. (૪) અતિભાર – ભરવું તે ભાર, તેને અતિ ભરવો છે. અથ િઘણી જ સોપારી વગેરે સ્કંધ કે પીઠ આદિ ઉપર મૂકવા તે. (૫) ભd-પાનવિચ્છેદ એટલે અશાન ઓદનાદિ ભોજન, પાણી વગેરે પેય તે પાન, તેનો વિચ્છેદનિરોધ અર્થાત્ ન આપવા તે.
આ બધાંને આચરતો પહેલા અણુવ્રતનું અતિચરણ કરે છે. તેની અહીં આ વિધિ છે -
(૧) બંધ - બે ભેદે છે, દ્વિપદનો અને ચતુષ્પદનો. અર્થને માટે અને અનર્થને માટે. અનર્થક બાંધવામાં ન વર્તે. અર્ચને માટે બે ભેદે - નિરપેક્ષ અને સાપેક્ષ. નિપેક્ષ જે નિશ્ચલ ગાઢ બાંધે છે. સાપેક્ષ - જે દોરડાથી ગાંઠ આદિથી બાંધે, જે પ્રદીપનકાદિમાં છોડવી શક્ય હોય અથવા છેદવી શક્ય હોય. તેથી સંસરતા પાશ વડે બાંધવા આ ચતુષ્પદ માટે કહ્યું.
દ્વિપદમાં પણ દાસ-દાસી, ચૌર કે પુત્ર ન ભણતો હોય ત્યારે બંધાય છે. તો ત્યારે સાપેક્ષ બાંધવા અને રક્ષણ કરવું, જેથી અગ્નિ કે ભય આદિમાં વિનાશ ન પામે. તે દ્વિપદ ચતુષ્પદ શ્રાવકે ગ્રહણ કરવા, જે બાંધ્યા વિનાના જ રહેલા હોય.
(૨) વધ :- વધ પણ તે પ્રમાણે જ છે. વધ એટલે તાડન કરવું તે. અનર્થક નિરપેક્ષ થઈ નિર્દયપણે તાડન કરે છે, સાપેક્ષ વળી પૂર્વે જ ભીત-પપૈદા થશે, ઘાત ન કર. જો કર તો મર્મને છોડીને મારે ત્યારે લતા કે દોરડા વડે એક, બે કે ત્રણ વાર તાડન કરે.
(3) વછેર - અનર્થક, તે પ્રમાણે જ હાથ, પગ, કાન, નાસિકાદિ નિર્દયપણે છેદે છે. સાપેક્ષ - ગંડ કે અર્શ છેદે અથવા બાળે.
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ (૪) અતિભાર ભાવો ન જોઈએ. પૂર્વથી જ જે વહન વડે આજીવિકા છે, તેને છોડવા યોગ્ય છે. જો બીજી આજીવિકા ન હોય ત્યારે દ્વિપદ કે જે સ્વયં ભાતે ઉંચકે કે ઉતારે એ રીતે વહન કરે. બળદોને જે રીતે સ્વાભાવિક જ ભારચી ન્યૂન કરાય. હળ-ગાડાંમાં પણ વેળાએ મૂકી દે. અશ્વ કે હાથી આદિમાં પણ આ જ વિધિ છે.
(૫) ભોજન-પાનનો વિચ્છેદ કોઈનો પણ ન કરવો જોઈએ. કેમકે તીવ ભુખથી મરી ન જાય. તે પ્રમાણે જ અનર્થને માટેના દોષોને પરિહરવા. સાપેક્ષ - રોગ નિમિત્ત આદિમાં કહે કે - હાલ તને નહીં આપું, ઉપશાંતિને માટે તું ઉપવાસ કર,
બધે જ યતના કરવી, જેથી સ્થૂલ પ્રાણાતિપાતના અતિચાર ન થાય. તે રીતે જ પ્રયત્નો કરવા. નિરપેક્ષ બંધ આદિમાં અને લોકના ઉપઘાતાદિમાં દોષો કહેલા છે.
સાતિચાર પ્રથમ અણુવ્રત કહ્યું. હવે બીજું અણુવ્રત કહે છે – • સૂમ-૬૫ - શ્રાવકો સ્થૂલ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરે.
તે મૃષાવાદ પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે :- કન્યાલીક, ગવાલિક, ભૌમાલિક, ન્યાસાપહાર, ફૂટસાક્ષિક.
સ્કૂલમૃષાવાદવિમણ કરેલ શ્રાવકોને આ પાંચ અતિચારો છે, તે જાણવા જોઈએ - સહસાવ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદાસ મંગભેદ, મૃષા ઉપદેશ અને ખોટા લેખ કરવા.
• વિવેચન-૬૫ - મૃષાવાદ બે ભેદે છે – સ્થળ અને સૂક્ષ્મ
તેમાં પરિસ્થૂલ વિષયક અતિદુષ્ટ વિવક્ષા સમુદ્ભવ તે સ્થળ અને તેથી વિપરીત તે સૂમ.
તેમાં સ્કૂળ એવો જે મૃષાવાદ, તેને શ્રાવક પૂર્વવત્ પચ્ચકખે.
તે મૃષાવાદ પાંચ ભેદે કહેલો છે – તીર્થકર, ગણધરોએ પ્રરૂપેલ છે તે આ પ્રમાણે - કન્યાલિક, ગવાલિક ઈત્યાદિ.
(૧) કન્યા વિષયક અસત્ય, જેમકે - અભિન્ન કન્યાને ભિન્ન કન્યા કહેવી, અથવા ભિન્ન કન્યાને અભિન્ન કહેવી, ઈત્યાદિ.
(૨) ગાય [પશુ સંબંધી અસત્ય, જેમકે – ઓછા દુધવાળી ગાયને બહુ દુધવાળી કહેવી કે તેથી વિપરીત કહેવું વગેરે.
(3) ભૂમિ સંબંધી જૂઠ - બીજાની હોય તેને પોતાની કહેવી. વ્યવહાર વ્યાપારમાં નિયુકત હોય, જેનો વ્યવહાર થયો જ ન હોય તેવા કોઈ ભૂમિભાગથી અભિભૂત થઈને બોલે કે – આ ભૂમિ આની છે ઈત્યાદિ.
(૪) ન્યાસાપહાર - નિક્ષેપ કરાય તે ચાસ- રૂપિયા આદિ આપેલ હોય તેનું અપહરણ તે ન્યાસાપહાર.
[શંકા] આ તો અદત્તાદાનરૂપ છે, તો મૃષાવાદવ કઈ રીતે ? [સમાઘાન] ઉપલાપ કરવો તે મૃષાવાદ છે.