________________
૬ ૫/૬૨ નિ - ૧૫૨૪
અહિતથી નિવર્તિત. ચોદિત - સ્ખલનામાં, પ્રતિયોદિત - પુનઃપુનઃ અવસ્થામાં ઉપસ્થાપિત
કર્યો.
૧૩૫
પછી આચાર્ય કહે છે – “નિસ્તાસ્ક પારગા ભવેત્'' - સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ.
આ પ્રમાણે બાકીના સાધુને ક્ષામણાં વંદન કરે છે. હવે વિકાલ કે વ્યાઘાત હોય ત્યારે સાત, પાંચ કે ત્રણ વાંદે, પછી દૈવલિક પ્રતિક્રમે.
શય્યા (વસતિ) દેવતાનો કાયોત્સર્ગ કરે પ્રતિક્રમણ અને ગુરુને વંદના કરાયા પછી ગુરુ વર્ધમાન સ્વામીની ત્રણે સ્તુતિ બોલે છે. આ બધાં પણ અંજલિબદ્ધ અગ્રહાયને મુકુલિત કરેલા સમાપ્તિમાં નમસ્કાર કરે છે. પછી બાકીના પણ આ ત્રણે સ્તુતિ બોલે છે.
તે દિવસે સૂત્ર પોરિસિ કે અર્થ પોરિસિ હોતી નથી.
આ પાક્ષિક પ્રતિક્રમણ વિધિ મૂળ ટીકાકારે કહેલી છે. બીજા વળી આયરણાનુસાર કહે છે – દૈવસિક પ્રતિક્રમી અને ખામીને, પછી પહેલા ગુરુ જ ઉભા થઈને પાક્ષિકને ખમાવે છે, પછી બેસે. એ પ્રમાણે બાકીના પણ રાત્વિકના ક્રમાનુસાર
ખમાવીને બેસે છે.
પછી વાંદીને બોલે છે – દૈવસિક પ્રતિક્રમ્યું, હવે પાક્ષિક પ્રતિક્રમાવો. એ પ્રમાણે ચાતુર્માસિક પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૫૦૦ ઉચ્છ્વાસનો થાય. એ પ્રમાણે સાંવત્સરિક પણ કહેવું. વિશેષ એ કે કાયોત્સર્ગ ૧૦૦૮ ઉચ્છ્વાસનો
આવે.
ચાતુર્માસિક અને સાંવત્સરિક બંનેમાં બધાં પણ મૂલગુણ અને ઉત્તરગુણોની આલોચના દઈને પ્રતિક્રમે છે. ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ કરે છે. કેટલાંક ચાતુર્માસિકમાં શય્યાદેવતાનો પણ કાયોત્સર્ગ કરે છે.
પ્રભાતે આવશ્યક કર્યા પછી પંચકલ્યાણક ગ્રહણ કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું પણ નિવેદન કરે છે. જો અભિગ્રહો રામ્યક્ પ્રકારે અનુપાલિત ન કર્યા હોય તો કૂજિતકર્કરાયિતતાથી કાયોત્સર્ગ કરે છે અને ફરી પણ બીજાને ગ્રહણ કરે છે. પણ અભિગ્રહરહિત રહે નહીં.
સાંવત્સરિકમાં આવશ્યક કરાયા પચી પ્રદોષમાં પર્યુષણાકલ્પ કહે છે. તે વળી પાંચરાત્રિમાં પૂર્વે અને ભાવિમાં કહેવાય છે. આ સામાચારી છે. આનો જ કાળથી ઉપસંહાર કરતાં કહે છે -
- ભાષ્ય-૨૩૨,૨૩૩ + વિવેચન :
ચાતુર્માસ અને વરસે આલોચના નિયમથી આપવી જોઈએ. અભિગ્રહોને ગ્રહણ કરીને પૂર્વના અભિગ્રહોનું નિવેદન કરવું.
ચાતુર્માસ અને વરસે ક્ષેત્ર દેવતાનો કાયોત્સર્ગ અને પાક્ષિકે શસ્ત્રાદેવતાનો કાયોત્સર્ગ કરે. કોઈક ચાતુર્માસ પણ કરવાનું કહે છે.
બંને ગાથાર્થ કહ્યા. હવે નિયત કાયોત્સર્ગ જણાવે છે –
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
નિર્યુક્તિ-૧૫૨૯ થી ૧૫૩૨ + વિવેચન :
દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક આ બધામાં નિયત કાયોત્સર્ગ હોય, બાકીના અનિયત જાણવા. આ “બાકીના' એટલે ગમન આદિ વિષયના. હવે નિયત કાયોત્સર્ગનું સામાન્યથી ઉચ્છ્વાસમાન પ્રતિપાદન કરવા માટે કહે છે –
‘સાય' સંધ્યા-પ્રદોષ, તેમાં સો ઉશ્ર્વાસ થાય છે. અર્થાત્ ચાર લોગસ્સ વડે બોલાય છે. ‘સદ્ધ' પ્રત્યુષે-વહેલી સવારે પચાશ ઉચ્છ્વાસ પ્રમાણ અર્થાત્ બે લોગસ્સનો કાયોત્સર્ગ થાય છે. પકિખમાં ૩૦૦, ચાતુર્માસમાં-૫૦૦, સંવત્સરમાં૧૦૦૮ ઉચ્છ્વાસમાન કાયોત્સર્ગ છે.
લોગસ્સનું પ્રમાણ દૈવસિકમાં ચાર, રાત્રિકમાં બે, પાક્ષિકમાં બાર, ચાતુર્માસિકમાં વીશ અને વાર્ષિકમાં ચાલીશ થાય છે. તેમાં “પદ સમાન ઉચ્છવાસ'' ઈત્યાદિ ઉચ્છ્વાસમાન આગળ કહીશું.
દૈવસિકાદિમાં લોગસ્સનું પ્રમાણ કહીને હવે શ્લોકમાન દર્શાવવાને માટે કહે છે – પચીશ, સાડાબાર, ૭૫, ૧૨૫, ૨૫૨. ચાર ઉચ્છ્વાસ વડે શ્લોક જાણવો. હવે અનિયત કાયોત્સર્ગ વક્તવ્યતાનો અવસર છે, તેની ગાથા –
• નિયુક્તિ-૧૫૩૩ થી ૧૫૩૮, ભાષ્ય-૨૩૪, પ્રક્ષેપ + વિવેચન :[૧૫૩૩] ભિક્ષાદિ નિમિત્તથી કે અન્ય ગ્રામાદિમાં ગમનાગમન અને વિહાર, સૂત્રમાં, રાત્રિના સ્વપ્નદર્શનમાં, નાવથી નદી ઉતરવામાં ઈર્યાપથ પ્રતિક્રમણ અર્થાત્ પીશ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો,
આ જ અવયવનું વિવરણ કરતાં ભાષ્યકાર કહે છે –
[ભાષ્ય-૨૩૪] ભોજન, પાન, શયન, આસન, અરિહંતસમણ - શય્યામાં, ઉચ્ચાર-પ્રાવણમાં પચીશ ઉચ્છ્વાસ કાયોત્સર્ગ હોય.
ભોજન, પાન નિમિત્તે બીજા ગામ આદિમાં જતાં જો ત્યાં વેળા ન થઈ હોય તો ઈપિથિકી પ્રતિક્રમીને ઉભા રહે, આવીને પણ ફરી પ્રતિક્રમે. એ પ્રમાણ શયન, આસન નિમિત્તે પણ છે. શયન એટલે સંથારો કે વસતિ, આસન તે પીઠ આદિ. ‘અરહંત શ્રમણશય્યા’ એટલે ચૈત્યગૃહ જઈને પડિક્કમીને રહે એ પ્રમાણે ‘શ્રમણશય્યા’ એટલે સાધુની વસતિમાં પણ જાણવું ઉચ્ચાર-મળના ત્યાગમાં અને પ્રશ્રવણ-મૂત્ર ત્યાગમાં પણ જો હાય માત્ર પણ જાય, તો પણ આવીને ઈર્યાપય પ્રતિક્રમે જો માત્રમાં માત્રુ ગયા હો તો જે તેને પરવવા જાય તે ઈપિય પ્રતિક્રમે.
[પ્રક્ષેપગાથા સ્વસ્થાનથી જો ૧૦૦ હાથથી બહાર જાય તો પ્રતિક્રમે, તેની અંદરમાં જાય તો ન પ્રતિક્રમે તે નિજ આલયથી ગમન. સૂત્રપોરિસિ નિમિત્તે, ક્યાંય વિહા કરે, એ બધામાં પચીશ ઉચ્છ્વાસ કાયોત્સર્ગ કરે.
આ ગાથા જો કે બીજા કર્તાની છે, પણ ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી છે, હવે સૂત્રદ્વારની વ્યાખ્યા –
[૧૫૩૪] સૂત્રના ઉદ્દેશ સમુદ્દેશ અનુજ્ઞામાં ૨૭ ઉચ્છ્વાસ કાયોત્સર્ગ કરાય છે.