________________
૬૦૪/૨૯, નિ - ૧૪૧૩
રાગમાં કે દ્વેષમાં ગણી કે વાચકને વ્યાહિય કરાય છે – “હું પણ અધ્યયન કરીશ, જેથી આમની સામે સપ્રતિભૂત થઈ જાઉં,
જે કારણથી જીવ-શરીર અવયવો અસ્વાધ્યાયિક છે છે, તેથી અસ્વાધ્યાયિક આની શ્રદ્ધા ન કરે તો આ દોષ લાગે –
• નિયુક્તિ-૧૪૧૪ + વિવેચન :
ЕЧ
ક્ષિપ્તચિત્ત આદિ ઉન્માદ, દીર્ઘકાળના રોગો, જલ્દીઘાત કરે તેવો આતંક, આ બધાંને પામે છે. તીર્થંકર ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. અર્થાત્ મિથ્યાર્દષ્ટિ થાય છે અથવા ચાત્રિથી પડે છે અર્થાત્ સંયમ ભ્રષ્ટ થાય છે. આગળ કહે છે - • નિયુક્તિ-૧૪૧૫ + વિવેચન :
આ લોકમાં આ ફળ છે [તે ઉપર કહ્યું], પરલોકમાં તે વિધાઓ ફળ આપતી નથી. જે શ્રુતની આશાતના કરે, તે દીર્ઘ સંસારમાં ભમે છે.
શ્રુત જ્ઞાનાચારમાં અવિપરીત કરનાર છે તે જ્ઞાનાવરણીય કર્મો બાંધે છે. તેના ઉદયથી વિધાનો ઉપચાર કરાયા છતાં ફળ આપતી નથી. અર્થાત્ વિધા સિદ્ધ થતી નથી. વિધિથી ન કરતાં પરાભવ થાય. એ પ્રમાણે શ્રુતની આશાતના કહી.
અવિધિમાં વર્તનાને નિયમથી આઠ કર્મ પ્રકૃતિ બંધાય છે. હ્રસ્વ સ્થિતિકને દીધસ્થિતિક કરે છે. મંદાનુભાવને તીવ્રાનુભાવ કરે છે. અલ્પ પ્રદેશાગ્રને બહુપદેશાગ્ર કરે છે. આમ કરનાર નિયમથી દીર્ધકાલિક સંસારને બાંધે છે - અથવા -
જ્ઞાનાચાર વિરાધનામાં દર્શન વિરાધના થાય. જ્ઞાન અને દર્શન વિરાધનાથી નિયમા ચાસ્ત્રિ વિરાધના થાય. એ પ્રમાણે ત્રણેની વિરાધના થકી મોક્ષ થતો નથી. તેથી નિયમા સંસાર વધે.
તેથી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કરવો.
• નિર્યુક્તિ-૧૪૧૬,૧૪૧૭ :
ધીર પુરુષો દ્વારા પ્રાપ્ત અસ્વાધ્યાય નિયુક્તિ મેં કહેલ છે. કે જે કહેનારા સંયમ તપ યુક્ત નિર્પ્રન્ગ મહર્ષિ પુરુષો હતા.
અસ્વાધ્યાયિક નિયુક્તિમાં ઉપયુક્ત અને ચરણ-કરણથી યુક્ત એવા સાધુઓ અનેક ભવના સંચિત અનંત કર્મ ખપાવે છે.
[બંને નિર્યુક્તિ ગાથા સુગમ હોવાથી વૃત્તિકાર મહર્ષિઓ તેની કોઈ વ્યાખ્યા કરેલ નથી અસ્વાધ્યાયિક નિયુક્તિ પુરી થઈ.
અધ્યયન-૪-અંતર્ગત્ અસ્વાધ્યાય-નિયુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
Εξ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
• સૂત્ર-૨૯ -- [અંત્યભાગની ફરી નોંધ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કર્યો તેનું મિચ્છા મિ દુક્કડં. • વિવેચન-૨૯ :- [શેષ સૂત્રની વૃત્તિ–]
અસ્વાધ્યાયથી વિપરીત લક્ષણરૂપ સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કર્યો. આ આશાતનાથી જે અતિચાર કર્યો, તેનું મિચ્છા મિ દુક્કડં.
[આ રીતે ૩૩-આશાતના કહી. વિશેષ આ પ્રમાણે −]
આ સૂત્ર નિબદ્ધ છે. અર્થથી બીજો પણ અર્થ હોય તે જાણવો. વળી તે અવ્યામોહાર્યે હું કહીશ.
અહીં એકથી તેત્રીશ પદો કહ્યા. તેથી આગળ બુદ્ધ [જિન] વચનના ચોત્રીશ અતિશય પણ કહેલાં છે. વચનના પાત્રીશ અતિશયો પણ છે. ઉત્તરાધ્યયનના ૩૬અધ્યયનો પણ છે.
એ પ્રમાણે જેમ ‘સમવાય' સૂત્રમાં સોની સંખ્યા સુધી સો તારા કહેલ છે. જેમકે – શતભિષજા નક્ષત્રમાં સો તારા કહેલ છે. એ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને પછી અનંત સ્થાનો વડે કહેલ છે.
સંયમ, અસંયમના જે પ્રતિષેધાદિ કરણ અતિચારનું અહીં તેત્રીશ સંખ્યા સુધી પ્રતિક્રમણ બતાવેલ છે. અપરાધ પદમાં તો સૂત્રની અંતર્ગત્ જે હોય તે બધું પણ અને સર્વે અતિચાર સમૂહ લેવો.
એકવિધ અસંયમથી દીર્ધપર્યાય સમૂહની એ પ્રમાણે અતિચાર વિશોધિ કરીને
નમસ્કાર કરે છે. તે આ રીતે –
નમો નગ્લીસા૰ ઈત્યાદિ અથવા પૂર્વોક્ત અશુભસેવના થકી પડિક્કમીને ફરી ન કરવાને માટે નમસ્કારપૂર્વક પ્રતિક્રમતા કહે છે –
• સૂત્ર-૩૦ :
ભગવંત ઋષભથી લઈને મહાવીર પર્યન્તના ચોવીસે તીર્થંકરોને મારા નમસ્કાર થાઓ.
• વિવેચન-૩૦ :
હવે અહીં નમસ્કાર કરાયેલ પ્રસ્તુતના વ્યાવર્ણનાર્થે કહે છે –
• સૂત્ર-૩૧ :
આ નિગ્રન્થ પ્રવચન સત્ય, અનુત્તર, વલિક, પ્રતિપૂર્ણ, નૈયાયિક, સંશુદ્ધ, શાકક, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, નિર્વાણનો માર્ગ, નિર્માણનો માર્ગ, અતિતથ, અવિસંધિ, સર્વ દુ:ખનો પક્ષીણ માર્ગ છે.
આમાં સ્થિત જીવો સિદ્ધ થાય છે, બોધ પામે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વે દુઃખોનો અંત કરે છે.
• વિવેચન-૩૧ :
આ જ - સામાયિક આદિથી પ્રત્યાખ્યાન પર્યન્ત કે દ્વાદશાંગ ગણિપિટક.
નિગ્રન્થ - બાહ્ય અને અત્યંતર ગ્રંથિ ચાલી ગયેલા સાધુઓ નિર્ગુન્થોનું આ તે