________________
૬ ૪/૩૧, નિ - ૧૪૧૬,૧૪૧૭
9
વૈગ્રન્થ. પ્રાવચન-પ્રકર્ષથી અભિવિધિસહ કહેવાય છે તે જીવ આદિ જેમાં છે, તે પ્રાવચન. આ નિર્ણપ્રવાન કેવું છે ? તેને જણાવતાં વિશેષણો કહે છે –
સત્ય-રાજ્જનોને હિતકારી, સંત-મુનિના ગુણો કે પદાર્થો કે સદ્ભૂત તે. નયદર્શન પણ સ્વવિષયમાં સત્ય હોય છે, તેથી કહે છે –
અનુત્તર-તેનાથી ઉત્તર બીજું કોઈ નથી. યાવસ્થિત સમસ્ત વસ્તુ પ્રતિપાદકત્વથી ઉત્તમ. જો આ આવું છે, તો પણ બીજા અડ્વર્ગ પ્રાપક ગુણો વડે પ્રતિપૂર્ણ ન હોવાનો સંભવ છે તેથી કહે છે –
પ્રતિપૂર્ણ - અપવર્ગ પ્રાપક ગુણો વડે ભર્યું. ભરેલું હોવા છતાં પેટભરાની માફક તે નયનશીલ ન પણ હોઈ શકે, તેથી કહે છે
-
વૈચાયિક-નયનશીલ અર્થાત્ મોક્ષગમક. નૈયાયિક પણ અસંશુદ્ધ અર્થાત્ સંકીર્ણ હોય. આક્ષેપથી તૈયાયિક થશે નહીં, તેથી કહે છે –
સંયુદ્ધ-સમસ્તપણાથી શુદ્ધ, એકાંતે અકલંક. આવા સ્વરૂપે હોવા છતાં કથંચિત્ તેવા સ્વાભાવપણાથી બંધનનો કાપનાર ન પણ થાય તેથી કહે છે –
શલ્પકર્તક - કાપે તે કર્તક. શલ્ય-માયા આદિ, અર્થાત્ ભવના બંધનરૂપ માયા આદિ શલ્યના છેદક. હવે પરમતના નિષેધાર્થે કહે છે –
સિદ્ધિમાર્ગ - સિદ્ધિ એટલે હિતાર્થની પ્રાપ્તિ, તેનો માર્ગ.
મુક્તિમાર્ગ - મૂકાવું તે મુક્તિ - અહિતાર્થ કર્મવિચ્યુતિ, તેનો માર્ગ. મુક્તિમાર્ગ - “કેવળજ્ઞાનાદિ હિતાર્થની પ્રાપ્તિના દ્વારથી અને અહિત કર્મોની વિચ્યુતિના દ્વારથી મોક્ષ સાધક” એવી ભાવના છે. આના દ્વારા કેવળજ્ઞાનાદિ રહિત અને સકર્મક મુક્ત એવા દુર્રયનો નિરાસ કરેલ છે.
નિર્માણમાર્ગ - જાય છે તે યાન. નિરૂપમ યાન તે નિર્માણ - ઈષદ્ઘાભારા નામક મોક્ષપદ, તેનો માર્ગ. આવો નિર્માણ માર્ગ વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિનું કારણ છે. આના દ્વારા અનિયત સિદ્ધિક્ષેત્ર પ્રતિપાદન પરાયણ દુર્રયનો નિરાસ કરેલ છે.
નિર્વાણમાર્ગ - નિવૃત્તિ તે નિર્વાણ - સકલ કર્મક્ષય જ આત્યંતિક સુખ. નિર્વાણનો માર્ગ તે નિર્વાણ માર્ગ - પરમ નિવૃત્તિનું કારણ. આના દ્વારા નિઃસુખદુઃખા મુક્તાત્મા એવું પ્રતિપાદન કરતાં દુર્રયનો નિરાસ કર્યો છે.
હવે નિગમન કરતાં કહે છે –
અવિતહમવિસંધિ સર્વદુઃખ પ્રક્ષીણમાર્ગ - તેમાં વિતથ - સત્ય, અવિસંધિ - અવ્યવચ્છિન્ન, કેમકે વિદેહાદિમાં સર્વદા વર્તે છે. સર્વ દુઃખ પ્રક્ષીણ કેમકે મોક્ષનું
કારણ છે.
હવે પરાર્યકરણ દ્વારથી આનું ચિંતામણિત્વ દર્શાવતા કહે છે – અહીં સ્થિત થયેલા જીવો - મિત્ક્રાંતિ - આ નિર્ણન્થ પ્રવચનમાં રહેલો જીવો સિદ્ધિ પામે છે - અણિમાદિ સંયમના ફળને પામે છે. વુ ંતિ - બોધ પામે છે - કેવલિ થાય છે. મુત્યંતિ - ભવોપગાહી કર્મોથી મૂકાય છે. પત્તિનિાયંતિ - પરિ એટલે ચોતફથી નિર્વાણ પામે, અર્થાત તેઓ સર્વે દુઃખો - શારીકિ અને માનસિકનો અંત 34/7
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
વિનાશ કરે છે.
આટલું કહીને હવે અહીં ચિંતામણિ કામાં કર્મમલને ધોનાર સલિલૌઘ - જળ સમૂહની શ્રદ્ધાનો આવિષ્કાર કરતાં કહે છે -
EC
• સૂત્ર-૩૨ -
તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. પ્રીતિ કરું છું, રુચિ કરું છું, પાલન-સ્પર્શના કરું છું, અનુપાલન કરું છું. તે ધર્મની શ્રદ્ધા કરતો, પ્રીતિ કરતો, રુચિ કરતો, સ્પર્શના કરો, અનુપાલન કરતો હું –
તે ધર્મની આરાધનામાં ઉધત થયો છું, વિરાધનાથી અટકેલો છું [તેના જ માટે] અસંયમને જાણીને તજુ છું અને સંયમને સ્વીકારું છું. અબ્રહ્મને જાણીને તજુ છું, બ્રહ્મચર્યને સ્વીકારું છું. અકલ્પને જાણીને તજુ છું, કલ્પને સ્વીકારું છું. અજ્ઞાનને જાણીને તજુ છું. જ્ઞાનને સ્વીકારું છું. અક્રિયાને જાણીને તજું છું અને ક્રિયાને સ્વીકારું છું. મિથ્યાત્વને જાણીને તજુ છું, સમ્યકત્વને સ્વીકારું છું. અબોધિને જાણીને તજુ છું. બોધિને સ્વીકારું છું. અમાર્ગને જાણીને તજુ છું અને માર્ગને સ્વીકારું છું.
• વિવેચન-૩૨ :
જે આ નૈગ્રેન્થ પ્રાવચન લક્ષણ ધર્મ કહ્યો છે. તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. આ સામાન્યથી કહ્યું. પ્રીતિકરણ દ્વારથી સ્વીકારું છું. અભિલાષાના અતિરેકથી આસેવન અભિમુખ થઈને રુચિ કરું છું. અહીં પ્રીતિ અને રુચિ જુદા જ બતાવ્યા છે. કેમકે ક્યારેક દહીં આદિમાં પ્રીતિનો સદ્ભાવ છતાં સર્વદા રુચિ હોતી નથી.
આસેવના દ્વારથી સ્પર્શના કરું છું. પુનઃપુનઃ કરવા વડે આ ધર્મની હું અનુપાલના કરું છું.
તે ધર્મની શ્રધ્ધા, પ્રીતિ, રુચિ, સ્પર્શના, અનુપાલના કરતો –
તે ધર્મની આરાધનાના વિષયમાં ઉધત થયો છું. વિરાધનાના વિષયમાં નિવૃત્ત થયો છું – અટકેલો છું. આ જ વાત ભેદથી કહે છે -
-
અસંયમ - પ્રાણાતિપાત આદિરૂપ, પરિવાળમિ જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે હું પચ્ચક્ખાણ કરું છું. તથા સંયમ-પૂર્વે કહેલ છે, સ્વીકારું છું, અંગીકાર કરું છું.
અન્નદ્ધ - અકૃત્ય અને કલ્પ એટલે કૃત્ય. આ બીજા બંધ કારણને આશ્રીને કહે છે. અજ્ઞાન - સમ્યજ્ઞાન સિવાયનું જ્ઞાન, જ્ઞાન - ભગવંતના વચનથી જન્મેલ. અજ્ઞાનના ભેદના પરિહરણાર્થે જ કહે છે -
અનિશિય - અક્રિયા એટલે નાસ્તિવાદ. ક્રિયા-સમ્યવાદ.
ત્રીજા બંધકારણને આશ્રીને કહે છે – મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યકત્વને
અંગીકાર કરું છું. આના અંગપણાથી જ કહે છે – અબોધિ એટલે મિચ્યાત્વ કાર્ય અને બોધિ એટલે સમ્યકત્વનું કાર્ય. આને સામાન્યથી કહે છે – માર્શ - મિથ્યાત્વ આદિ, માર્શ - સમ્યગ્દર્શનાદિ.