________________
• ૪/ર૯, નિ : ૧૪૦૧
વિશેષ એ કે - ગંડક અને મરુકનું દષ્ટાંત સંભવતું નથી.
• નિયુક્તિ-૧૪૦૨ + વિવેચન :
આ સામાન્યતર અસ્વાધ્યાયમાં જે સ્વાધ્યાય કરે છે, તે આજ્ઞા અનવસ્થાપ્ય, મિથ્યાત્વ અને વિરાધના પામે છે.
ગાથા સુગમ છે. “અસ્વાધ્યાયિક બે ભેદે છે” ઈત્યાદિ મૂળ દ્વારગાથામાં પર સમુત્ય અસ્વાધ્યાયિક દ્વાર વિવરણ કર્યું.
હવે આત્મસમુત્ય અસ્વાધ્યાયિક દ્વાર અવયવાર્થે કહે છે - • નિર્યુક્તિ-૧૪૦૩ + વિવેચન :
આત્મસમુલ્ય અસ્વાધ્યાયિક એકવિધ કે દ્વિવિધ હોય છે, તેમાં એકવિધ શ્રમણોને હોય છે અને દ્વિવિધ શ્રમણીને હોય છે.
અહીં પૂર્વાદ્ધ સંગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ છે - શ્રમણોને એકવિધ તેના વ્રણમાં થાય છે. શ્રમણીને બે ભેદે તે વ્રણ અને હતુકાળથી થાય છે. આ વ્રણમાં વિધાન કરે છે -
• નિયુક્તિ-૧૪૦૪-વિવેચન :
પહેલો જે વ્રણ તે સો હાથથી બહાર ધોવાથી નિપ્રગલ કરાય છે. પછી ત્રણ બંધો પરિણલિત થાય છે. ઉકાટથી ગલનાન્વિતને કહે છે - તેમાં સંતના હવે પછી કહેવાનાર લક્ષણરૂપ છે. ત્રણ બે ભેદે છે – સંભવ અને આdવ. બંનેમાં પણ એ પ્રમાણે પટ્ટકયતના કરવી જોઈએ.
• નિયુક્તિ-૧૪૦૫-વિવેચન :
વ્રણ ધોવાતા નિપ્રગલમાં સો હાથથી બહાર પટ્ટક આપીને કહે છે. ફૂટવાથી પરિગલત થાય તે પકમાં તેની ઉપર ભસ્મ નાંખીને ફરી પાક આપે [પાટો બાંધી એમ કહેલ છે. એ પ્રમાણે બીજામાં પણ પાટો બાંધવો ઉક્ત ત્રણેમાં ત્યારપછી વાચના આપવી જોઈએ.
ત્રીજી વખત પછી પણ (લોહી કે પર ગળતા હોય તો સો હાથથી બહાર વ્રણ અને પાટો ધોઈને પછી વાચના આપે. અથવા બીજે ભણે.
• નિયુક્તિ-૧૪૦૬ + વિવેચન -
બીજો ભેદ શ્રમણીનો તેમાં આdવ. ત્યાં પણ આ પ્રમાણે જ છે. વિશેષ એ કે ઉત્કટથી સાત બંધ કરવા જોઈએ. તો પણ આdવ ન રોકાય તો સો હાથથી બહાર ધોઈને ફરી વાંચના આપે. અથવા બીજે ભણે.
• નિર્યુકિત-૧૪૦૭ + વિવેચન :
એ પ્રમાણે કોઈપણ અવાધ્યાયમાં પોતે સ્વાધ્યાય ન કરે. જો કોઈ અજયણાથી કરે છે, તો તે આજ્ઞાભંગાદિ દોષ પામે છે.
ગાથા સુગમ છે. મા આજ્ઞા ભંગાદિ દોષ ન લાગે, પરંતુ – • નિર્યુક્તિ-૧૪૦૮-વિવેચન :“શ્રુતજ્ઞાનમાં અનુપચારથી અભક્તિ થાય છે અથવા શ્રુતજ્ઞાન ભક્તિના
૯૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ સગથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ.”
આ ઉપદેશ છે. તો પણ લોકધર્મ વિરુદ્ધ હોવાથી તેમ ન કરવું જોઈએ. અવિધિમાં પ્રમાદ જન્મે છે. તેમાં દેવતા છળ કરે છે. જેમ વિધાસાધનની પૈગુણતાથી વિધા સિદ્ધ થતી નથી, તેમ અહીં પણ કર્મક્ષય ન થાય.
ધર્મપણાથી - ધૃતધર્મનો આ ધર્મ જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાયનું વર્જન, તેમ કરે તો શ્રુતજ્ઞાનાચાને વિરાધે છે, તેથી ન કરવો.
શિષ્ય કહે છે - જો દાંત, માંસ, લોહી આદિમાં અસ્વાધ્યાયિકનું શરીર તો આનાથી યુક્ત જ છે, તેથી સ્વાધ્યાય કેમ કરે ?
• નિયુક્તિ-૧૪૦૯-વિવેચન :
ચોદક [શિષ્યના અભિપ્રાયના અનુમતાર્થે કહે છે - તમારું કથન સત્ય છે, તેનાથી યુકત શરીર છે, તો પણ તે શરીરથી પૃથક્રરૂપ છે, તેનું વર્જન કરવું જોઈએ. પણ જે ત્યાં જ રહેલ છે, તેને ન વર્જવા. આવું બતાવવા કહેલ છે. આ પ્રમાણે જ લોકમાં જોવાય છે, લોકોતરમાં પણ આવો જ અર્થ કરાયેલ છે. પણ બીજા કહે છે -
- નિર્યુક્તિ-૧૪૧૦-વિવેચન :
મળ-મૂત્ર આદિ અંદર રહેલાં છે, તેનાથી જ બહાર ઉપલિપ્ત કરી દેતા નથી. અનુપલિપ્ત જ રહે છે. વળી અંદર રહેલા હોવા છતાં તેમાં અર્ચના-પૂજા કરે જ છે. વળી બીજા કહે છે –
• નિયુક્તિ-૧૪૧૧-વિવેચન :
જે પ્રતિમા સાિહિત-દેવતા અધિષ્ઠિત છે, તે જો કોઈ પણ અનાદથી જાણીને જ બહાર મળથી લિપ્ત કરીને તે પ્રતિમાને સ્પર્શે કે તે પ્રતિમાની અર્ચના-પુજા કરે છે, તો તે સહન ન કરે, પણ તિચિત આદિ કરે છે, રોગ પણ ઉત્પન્ન કરે છે કે મારી પણ નાંખે છે.
એ પ્રમાણે જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે, તેને જ્ઞાનાચારની વિરાધનાથી કર્મબંધ થાય છે. આ તેમને પરલોકસંબંધી દંડ છે. આ લોકમાં પણ પ્રમતને દેવતા છળે છે. આજ્ઞાદિ વિરાધના તો નિયમા થાય જ છે.
કોઈ આ અપ્રશસ્ત કારણોથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે. તે જણાવતા હવે કહે છે કે –
• નિર્યુક્તિ-૧૪૧૨ + વિવેચન :
રણથી કે દ્વેષથી જે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે અથવા દર્શન મોહથી મોહિત કહે છે કે - અમૂર્ત એવા જ્ઞાનની આશાતના શું થાય ? તેમાં કયો અનાચાર છે ?
તેમાં આ વિભાષા છે – [નિર્યુક્તિ-૧૪૧૩માં • નિર્યુક્તિ-૧૪૧૩ + વિવેચન :
બીજા વડે ગણી કે વાયક વ્યાર્દૂિચમાણ થાય અથવા શબ્દાદિ વડે હષ્ટ, તુષ્ટ કે નંદિત થાય, તેનો અભિલાષી અસ્વાધ્યાયિકમાં પણ સ્વાધ્યાય કરે છે. એ પ્રમાણે