________________
૪/ર૯, નિ - ૧૩૯૮,
ભા. ૨૨૪
૨
• નિયુક્તિ-૧૩૯૮નું વિવેચન :આ નિર્યુક્તિની વ્યાખ્યા ભાષ્યકાર સ્વયં જ કરશે.
તેમાં પ્રાભાતિક કાળમાં ગ્રહણવિધિ અને પ્રસ્થાપના વિધિ છે. તેમાં ગ્રહણવિધિ આ પ્રમામે છે –
• ભાષ્ય-૨૨૪-વિવેચન :
દિવસમાં સ્વાધ્યાય વિરહિતોને દેશાદિકથા સંભવ વર્જન કરવાને તથા મેધાવી અને બીજાને વિન વર્જનાર્થે, એ પ્રમાણે બધાંના અનુગ્રહને માટે નવ કાળગ્રહણ કાળ પ્રભાતિકમાં અનુજ્ઞા કરાયેલ છે. તેથી નવકાળગ્રહણ વેળામાં બાકીના સ્વાભાવિક કાલગ્રાહી કાળને પ્રતિક્રમે છે. બાકીના તે વેળામાં પડિક્કમે કે ન પડિક્કમે. એક નિયમા ન પ્રતિક્રમે. જો છીંક અને રુદન આદિ વડે શુદ્ધ ન થાય ત્યારે તે જ વૈરાત્રિનો સુપતિ જાગરિત થશે.
તે પણ પ્રતિક્રમીને ગુરને કાળ નિવેદન કરીને સૂર્ય ઉદય પૂર્વે કાળથી પ્રતિક્રમે છે. જો ગ્રહણ કરાતો નવ વખત અનુપહત હોય કાળ ત્યારે જણાય છે – ધ્રુવ અસ્વાધ્યાયિક, તેથી સ્વાધ્યાય ન કરે.
નવ વખત ગ્રહણમાં આ વિધિ છે – • ભાણ-૨૨૫-વિવેચન :
એક જ ગ્રહણ કરતાં છીંક, રૂદિતાદિ વડે યોગ્યની પ્રતિક્ષા કરે. ફરી ગ્રહણ કરે, એ પ્રમાણે ત્રણ વાર કરે. પછી આગળ અન્યોન્ય સ્થંડિલમાં ત્રણ વાર, તે પણ ઉપહત થાય તો અન્યોન્ય ચંડિલમાં ત્રણવાર, ત્રણ ન હોય ત્યારે બે જણા નવ વાર પૂરે છે. જો બે જણ પણ ન હોય તો એક જ નવ વખતને પૂર્ણ કરે છે. - ચંડિલ ભૂમિ જ ન હોય તો અપવાદ છે – ત્રણ કે બે કે એકમાં પણ ગ્રહણ કરે છે.
“પરવચનમાં ખર આદિ” આ પદોની આ વ્યાખ્યા છે – “ખર”ને પ્રેરણા કરે છે. જો રહે છે તો અનિટમાં કાળવધ, ખરચી ડે છે તો બાર વર્ષનો કાળ ઉપહd થાય છે. બીજી પણ અનિષ્ટ ઈન્દ્રિય વિષયમાં પણ એ પ્રમાણે જ કાળdધ થાય છે ?
આચાર્ય કહે છે – [હવેનું ભાગ-૨૨૬]. • ભાષ્ય-૨૨૬-વિવેચન :
અનિષ્ટ માનુષી સ્વરમાં કાળવધ થાય. બાકીના - તિર્યચ, તેના જો અનિષ્ટ પ્રહાર શબ્દને સાંભળે તો કાળdધ.
‘ઘાયfમય' એ મૂળ ગાથામાં જે અવયવ છે, તેની વ્યાખ્યા -
જો પ્રાભાતિક કાળગ્રહણ વેળામાં પ્રોષિતપતિકા [જેનો પતિ પરદેશ ગયેલ હોય તેવી) સ્ત્રી પતિના ગુણોનું સ્મરણ કરતી રોજેરોજ રડતી હોય. રુદન વેળાનો પૂર્વ જ કાળ ગ્રહણ કરવો જોઈએ.
અથવા તેણી પમ પ્રત્યુષ કાળમાં રડતી હોય ત્યારે દિવસે જઈને તેને કહી આવે. જો તેણી પ્રજ્ઞાપનાને ન ઈચ્છે તો ઉદ્ઘાટન કાયોત્સર્ગ કરાય છે. હવે
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ “વમfav' આ અવયવની વ્યાખ્યા -
• ભાષ્ય-૨૨૩-વિવેચન :
ઘણાં પ્રયત્નથી - મોટેથી રદન, તેને વિરસ કહે છે. તે ઉપહત કરે છે - હણે છે. જે વળી ધોલમાન અને મધુર શબ્દને ન ઉપહત કરે - ન હણે જ્યાં સુધી અજપાક હોય ત્યાં સુધી અવ્યક્ત. તે થોડાં પણ વિવરથી ઉપહત થાય છે. મહાનું અશ્રુથી ભરેલ રુદન વડે હણે છે.
આ રીતે પ્રાભાતિક કાળ ગ્રહણ વિધિ કહી. હવે પ્રાભાતિક પિઠવવાની] પ્રસ્થાપનાની વિધિ કહે છે -
સર્ય ઉગ્યા પછી દિશાવલોક કરીને પ્રસ્થાપના કરે છે. જો અર્ધ પ્રસ્થાપિતમાં છીંક આદિ વડે ભગ્ન પ્રસ્થાપન થતાં બીજો દિશાવલોક કરીને તેની જ પ્રસ્થાપના કરે છે.
એ પ્રમાણે ત્રીજી વખત પણ દિશાવલોક કરે. દિશાવલોક કરવામાં આ કારણ છે – • નિયુક્તિ-૧૩૯૯-વિવેચન :
આકીર્ણ - ૫ગલ, તે કાગડા આદિથી લાવેલ હોય અથવા મહિકા પડવીનો આરંભ થયેલ હોય. એ પ્રમાણે એવા એક સ્થાને ઉપહત થતાં ત્રણ વખત સો હાથથી બહાર બીજા સ્થાને જઈને પડિલેહણા અને પ્રસ્થાપના કરે છે, એમ કહેલ છે.
તેમાં પણ પૂર્વોક્ત વિધિથી ત્રણ વખત પ્રસ્થાપના કરે છે.
એ પ્રમાણે બીજા સ્થાને પણ અશુદ્ધ હોય તો ત્યાંથી પણ સો હાયથી આગળ બીજા સ્થાનમાં જઈને ત્રણ વખત પૂર્વોક્તવિધાનથી તે પ્રસ્થાપના કરે છે. જો શુદ્ધ હોય તો સ્વાધ્યાય કરે છે.
નવ વખત છીંક આદિ વડે હણાય, તો નિયમથી પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરતા નથી.
• નિયુક્તિ-૧૪૦૦ + વિવેચન :
જે પ્રસ્થાપનામાં ત્રણ અધ્યયનો સમાપ્ત થાય તો તેની ઉપર એક શ્લોક કહેવો જોઈએ. તે સમાપ્ત થતાં પ્રસ્થાપન સમાપ્ત થાય છે.
શોણિત, મૂત્ર-પુરુષ, ગંધ આલોકાદિને પરિહરવા. અહીં આ દ્વિતીય પાદનો અર્થ કહેવાઈ ગયેલ છે. “શોણિત'ની આ વ્યાખ્યા છે -
નિયુક્તિ-૧૪૦૧-વિવેચન :
જ્યાં સ્વાધ્યાય કરતાં લોહી, મેદાદિ દેખાય, તો ત્યાં સ્વાધ્યાય કરવો નહીં. કટક કે ચિલિમિલિનું અંતર દઈને કરે છે.
વળી જ્યાં સ્વાધ્યાય જ કરતા મૂત્ર-પુરીષાદિ કલેવરાદિકની ગંધ કે બીજી પણ કોઈ અશુભ ગંધ આવતી હોય તો સ્વાધ્યાય ન કરે.
બીજા પણ બંધન, સેધનાદિ જોઈને પરિહરે. આ બધું નિર્લાઘાત કાળમાં કહેલ છે. વ્યાઘાતકાળમાં પણ એ પ્રમાણે જ છે.