________________
• ૪/૨૬, નિ - ૧૨૮૪
ગિલો પડ્યા. તે શરદ અને ઉણથી કલ્ક થયા. તેને તેણે પીધું. તેનાથી પેટ ભેદાયું અને શુદ્ધ સજ્જ થયો. પોતાને ઘેર આવ્યો. લોકો પૂછે છે - તારો રોગ ક્યાં ગયો ? તે બોલ્યો - દેવે નસાડી દીધો. - x - અતુ ક્રમે તે દ્વારપાલની સાથે દ્વારે વસે છે. • x - ભગવંત પધાર્યા, દ્વાપાલ તેને દ્વાનું ધ્યાન રાખવાનું કહીને ભગવના વંદને ગયો. તે બ્રાહ્મણ દ્વાર છોડતો નથી. વૃષાથી પીડાઈને, મરીને વાવમાં દેડકો થયો. પૂર્વભવ યાદ આવ્યો વાપીથી નીકળીને સ્વામીના વંદને ચાલ્યો. શ્રેણિક નીકળ્યો. કોઈ અa કિશોરથી ચીબાઈને મૃત્યુ પામી દેવ થયો.
શક શ્રેણિકની પ્રશંસા કરે છે. તે સમોસરણમાં શ્રેણિકની પાસે કુષ્ઠિના રૂપે બેઠો. ભગવંતને છીંક આવી. તે દેવ બોલ્યો- મરો. શ્રેણિકને છીંક આવતા બોલ્યો - જીવો. અભયને માટે બોલ્યો - જીવો કે મરો. કાલશૌકરિક માટે બોલ્યો. ન મરો - ન જીવો. શ્રેણિકે ભગવંત માટે “મરો” શબ્દ સાંભળ્યો, તેથી કોપિત થયો. પોતાના માણસોને ઈશારો કર્યો કે- આને પકડી લેવો. પણ પછી તે કોઢીયો દેખાયો. નહીં. કદાચ ‘દેવ' હોવો જોઈએ, માટે જણાતો નથી. શ્રેણિક ઘેર ગયો. બીજે દિવસે વહેલો આવ્યો. ભગવંતને પૂછે છે. તે કોઢીયો કોણ હતો ? ભગવંતે તે બ્રાહ્મણનો બધો વૃતાંત કહ્યો.
ભગવદ્ ! આપને છીંક આવતા ‘મરો” કેમ બોલ્યો ? ઈત્યાદિ - ૪ - ભગવંતે કહ્યું - તે મને કહે છે કે સંસારમાં શું રહ્યા છો, નિર્વાણ પામો. તું જીવે છે ત્યાં સુધી સુખી છે, પછી નરકમાં જઈશ માટે “જીવા કહ્યું. અભયકુમાર અહીં પણ ચૈત્ય અને સાધુની પૂજાથી પુન્ય ઉપાર્જે છે, મરીને દેવલોકે જશે. જ્યારે કાલિક કસાઈ જીવે છે તો રોજ ૫oo પાડાને મારે છે, મરીને નરકે જવાનો છે.
શ્રેણિકે પૂછ્યું - આપના જેવા નાથ મારે છે, તો હું કેમ નકે જઈશ ? અથવા કયા ઉપાયથી નકે ન જઉં ? ભગવંતે કહ્યું છે- કપિલા બ્રાહ્મણી ભિક્ષાદાન કરે અથવા કાલશકકિ કસાઈપણું છોડી દે તો તું નકે નહીં જાય. બધી રીતે બંનેને સમજાવ્યા, પણ તે બંને ન માન્યા. કેમ કે અભવ્ય એવો કાલિક અને વિજાતીયા કપિલા જિનવચનને માનતા નથી. શ્રેણિકે - તે કપિલાને કહ્યું- સાધુને વાંદ. તેણી કબૂલ ન થઈ. શ્રેણિકે મારી નાંખવાની ધમકી આપી, તો પણ ન માની. કાલિક પણ ન માન્યો. કાલિકના પગ પાલકને અભયે ઉપશામિત કર્યો. પણ કાલિક મરીને અધઃસપ્તમી નરકે પ્રાયોગ્ય કર્મ બાંધ્યું.
તે કાલિકને ૧૬ રોગાતંક ઉત્પન્ન થયા. ઈન્દ્રિયાર્થી વિપરીત થયા. જે દુર્ગા છે, તે સુગંધી માને છે. તેના પુત્રએ અભયને વાત કરી. ત્યારે સંડાસની ખાળનું પાણી આપ્યું. તો તે બોલ્યો - અહો ! ઘણું મીઠું છે. વિઠા વડે તેનો લેપ કર્યો. પર અને માંસનો આહાર કરે છે. એ પ્રમાણે કલેશ પામીને તે કાલસૌકરિક કસાઈ સાતમી નમ્ફ ગયો. ત્યારે સ્વજનો તેના પુત્રને કસાઈ પદે સ્થાપવા કહે છે. પણ પાલક તેમ ઈચ્છતો નથી. ‘મારે નકમાં જવું નથી.” ઈત્યાદિ.
તે કોઢીયા દેવે શ્રેણિક ઉપર પ્રસન્ન થઈને દશસરો હાર આપ્યો. બે ગોળા
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અફડાવીને આપ્યા. તે હાર શ્રેણિકે ચેલણાને પ્રિય થશે એમ માનીને આપ્યો અને બંને ગોળા નંદા [અભયની માતા ને આપ્યા. તેણીએ રોપાયમાન થઈને કહ્યું - શું હું બાળક છું ? એમ કહી ગોળા ફેંકી દીધા. બંને ગોળા તંભમાં પછડાઈને ભાંગી ગયા. તો એકમાંથી કુંડલિની જોડ અને બીજામાંથી દેવદૂષ્યની જોડ નીકળી. ખુશ થઈને નંદાએ તે બંને ગ્રહણ કર્યા. આ પ્રમાણે હારની ઉત્પત્તિ કહી.
હવે સેચનકની ઉત્પત્તિ કહે છે - કોઈ એક ધનમાં હાથીનું જૂથ વસતું હતું. તે જૂથમાં એક હાથી, જે-જે હાથી બાલ જન્મે તેને મારી નાંખતો. એક ગર્ભિણી હાથણી હતી. તે ત્યાંથી સરકીને એકલી વિચારવા લાગી. અન્ય કોઈ દિવસે તૃણનો ભાર માથે લઈને તાપસના આશ્રમે ગઈ. તે તાપસોના પગે પડીને ઉભી રહી. તેઓએ જાયું કે - આ બિચારી શરણે આવી છે. કોઈ દિવસે ત્યાં ચરતા-ચરતા હા જન્મ આપ્યો. હાથણી પાછી હાથીના જૂથમાં ચરવા લાગી, અવસરે આવીને બાળ હાથીને દુધ પાઈ જતી હતી. એ પ્રમાણે તે હાથી મોટો થવા લાગ્યો.
ત્યાં તાપસપુત્રો પુષ્પરસથી હાથીને સિંચતા હતા. તે પણ સુંઢમાં પાણી ભરીને સીંચતો હતો, તેની તેનું નામ રોયનક રાખ્યું. તે મોટો થયો. મદવાળો થયો. ત્યારે તે હાથીએ થપતિને મારી નાંખ્યો. પોતે જાતે જૂથનો અધિપતિ થઈ ગયો.
કોઈ વખતે તાપસોએ તેને લાડુ વડે લોભાવીને રાજગૃહ લઈ ગયા. નગરમાં પ્રવેશીને શાળામાં બાંધી દીધો. કોઈ વખતે કુલપતિ પૂર્વાભ્યાસથી આવ્યા. પૂછ્યું - હે રોચનક! કેમ છે ? તેની તરફ વો ફેંક્યા, સેચનક તેને મારી નાંખ્યા. બીજા કહે છે કે- ચૂથપતિપણે રહીને બીજા કોઈ હવે જન્મે નહીં. માટે તે તાપસોની કુટીરો ભાંગી નાંખી. તે તાપસો વડે રોષિત થઈને શ્રેણિક રાજાને કહેવાયું, ત્યારે શ્રેણિકે તેને પકડી લીધો. આ મેચનકની ઉત્પત્તિ કહી..
સેચનકનો પૂર્વભવ - એક ધિનું જાતીય - બ્રાહ્મણે યજ્ઞ કર્યો. તેના દાસને યજ્ઞપાટે સ્થાપિત કર્યો. તે બોલ્યો - જો શેષ મને આપશો તો જ રહીશ, નહીં તો નહીં રહું. તે વાત સ્વીકારી. તે દાસયજ્ઞની શેષ સાધુને આપે છે, તેનાથી દેવનું આયુ બાંય. દેવલોકથી ચ્યવીને શ્રેણિકનો પુત્ર નંદિપેણ થયો. જ્યારે પે'લો બ્રાહ્મણ સંસાર ભ્રમણ કરીને સેચનક થયો. જ્યારે નંદિપેણ તેના ઉપર બેસતો ત્યારે તે ઉપહનમના સંકલ કે વિમનસ્ક થઈ જતો. અવધિ [વિભંગ જ્ઞાન વડે તે જાણે છે. ભગવંતને પૂછતાં, આ બધું કહ્યું. આ સેચનકનો પૂર્વભવ.
કોઈ વખતે અભયકુમારે ભગવંતને પૂછ્યું - છેલ્લા રાજર્ષિ કોણ ? ભગવંતે કહ્યું - ઉદાયન થઈ ગયા. હવે કોઈ મુગટબદ્ધ દીક્ષા લેશે નહીં. ત્યારે અભયને રાજ્ય મળતું હોવા છતાં તેણે ઈચ્છા ન કરી.
પછી શ્રેણિક વિચારે છે કે – કોણિકને રાજ્ય આપવું. તેથી હલ્લને હાથી આપ્યો અને વિહલને હાર આપ્યો.
અભયે દીક્ષા લેતા તેની માતા નંદાએ ક્ષમયુગલ અને કુંડલ યુગલ હલ અને વિહલ્લને આપી દીધા. અભયે મહા વૈભવ સહિત માતાની સાથે પ્રવજયા લીધી.