________________
અe ૪/૬, નિ : ૧૨૮૪
ગયો. શ્રેણિક તે કન્યાને સત્યેષ્ઠા જ માનતો હતો. તેણી બોલી - હું ચલણા છું. તે જાણી શ્રેણિકને હર્ષ અને વિષાદ બંને થયા. રથિકબો મયનો વિષાદ અને ચલ્લણા મળ્યાનો હર્ષ. ચેલણાને પણ શ્રેણિકના રૂપથી હર્ષ અને બહેનને છેતર્યાનો વિષાદ થયો.
સુપેઠા પણ – “આ કામભોગને ધિક્કાર થાઓ” એમ માની પ્રવજિત થઈ. ચેલણાને પણ પુત્ર થયો. તેનું કોણિક નામ રાખ્યું.
કોણિકની ઉત્પત્તિ હવે કહે છે – એક પ્રત્યંત નગર હતું. ત્યાં જિતશત્રુ રાજાનો પુત્ર સુમંગલ હતો. અમાત્યપુત્ર સેનક ઘણાં મોટા પેટવાળો હતો. સુમંગલ સેનકની મજાક કરતો રહેતો. કંઈક તાડન કરતો. તે સુમંગલને લીધે દુ:ખી હતો. સેનકે તેનાથી કંટાળીને બાલતપસ્વીપણે દીક્ષા લીધી. સુમંગલ પણ રાજા થઈ ગયો. કોઈ દિવસે સુમંગલે અગાસીમાં ઉભો હતો. ત્યારે આ આવા પ્રકારનો તપ કરે છે. રાજાને અનુકંપા થઈ. પારણા માટે નિમંત્રણા કરી. માસક્ષમણ પૂર્ણ થતાં ગયો. ત્યારે શા બિમાર હતો. દ્વારપાલે કંઈ ન આપ્યું. રાજા સામે થયો, તેને બાલતપસ્વી યાદ આવ્યા. ફરી નિમંત્રણા કરી. ફરી પણ માસક્ષમણને પારણે તેમજ થયું. ત્રીજી વખત પણ એવું બન્યું. ત્યારે દ્વારપાલે તેને માર્યો - “તું જેટલી વાર આવે છે, એટલીવાર અમારો રાજા બિમાર પડે છે. તેને ભગાડી મૂક્યો.
આ વખતે તે ઘણો દુ:ખી થઈને નીકળ્યો. પછી નિયાણું કર્યું કે મારે હવે આ સુમંગલના વધને માટે જન્મ લેવો. મૃત્યુ પામી, અલાઋદ્ધિવાળો વ્યંતર થયો. તે રાજા પણ તાપમભક્ત હતો. તાપસે પ્રવજ્યા લીધી. તે પણ વ્યંતર થયો. સુમંગલ શ્રેણિક રૂપે જમ્યો. સેનક કોણિક નામે જમ્યો.
કોણિક જેવો ચેલણાના ઉદરમાં ઉત્પન્ન થયો કે તેણીને વિચાર આવ્યો કે - રાજાને હું મારી આંખ સામે ન જોઉં. તેણીએ વિચાર્યું કે - આ ગર્ભનો દોષ છે. ગર્ભનું શાલન-પાલન કરવા છતાં પડતો નથી. દોહદકાળે દોહદ થયો - હું શ્રેણિકના ઉદરનું માંસ ખાઉં. દોહદ પુરો ન થતાં, તેણી દુબળી પડવા લાગી. ઘણાં સોગંદ આપ્યા પછી ચેલણા બોલી કે - આવો દોહદ થયો છે. અભયકુમારને જણાવ્યું, તેણે ઉદરવલી ઉપર સસલાના ગામડામાંથી થોડું માંસ કાપીને છાંટ્યું. ચેલણા જુએ તે રીતે ઉદર કાપવાનો દેખાવ કરી માંસ આપ્યું, સજા પણ ખોટે ખોટો જ મૂછમાં પડી રહ્યો. ચેલણા જ્યારે શ્રેણિકને જોતી કે તુરંત તેણીને અધૃતિ ઉપજતી. જ્યારે ગર્ભ વિચારતો કે – કઈ રીતે હું આવું બધું માંસ ખાઈ જઉં ? એમ કરતાં નવ મહિને બાળક જન્મ્યો.
રાજા તે જાણીને ખુશ થયો. દાસી દ્વારા ચલ્લણાએ બાળકને અશોકવાટિકામાં ત્યાગ કરાવી દીધો. શ્રેણિકે આવીને ઉપાલંભ આયો - કેમ પહેલા પ્રેમનો ત્યાગ કર્યો. અશોટવાટિકામાં તેને જીવતો જોયો. અશોકચંદ્ર એવું તે બાળકનું નામ કર્યું. ત્યાં કુકડાએ તે બાળકને પીંછા વડે આંગળીનો ખૂણો વિંધી નાંખેલો. સુકુમાલિકા એવી છે. આંગળી વધતી ન હતી, વાંકી થઈ ગઈ. ત્યારે તે બાળકનું કૂણિક
30
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ [કોણિક નામ થઈ ગયું.
જયારે તેની આંગળીમાં પરુ ઝરતા ત્યારે શ્રેણિક મુખમાં તે આંગળી લઈ લેતો, બાળક રોતો શાંત થઈ તો, બાકી રહ્યા કરતો હતો. તે મોટો થયો. ચેલણાને હલ્લ અને વિકલ્લ બે બીજા પ્રબો થયા. શ્રેણિકને બીજી સણીઓથી અનેક પુત્રો થયા. જ્યારે ઉધાનિકામાં છાવણી નખાતી ત્યારે ચલણા કોણિકને માટે ગોળના લાડુ મોકલતી, હલ્લ અને વિકલ્લને ખાંડના લાડુ મોકલતી હતી. તે વૈરથી કોણિક વિચારતો કે શ્રેણિક રાજા મારી સાથે આવું કરે છે. એ રીતે શ્રેણિક ઉપર તે દ્વેષ કરવા લાગ્યો. કોઈ દિવસે કોણિકનો આઠ રાજકન્યા સાથે વિવાહ થયો. ચાવતું ઉપરના પ્રાસાદે વિચરવા લાગ્યો. આ કોણિકની ઉત્પત્તિ કહી.
શ્રેણિકને જેટલું રાજ્યનું મૂલ્ય હતું, તેટલું દેવે આપેલ હાર અને સેચનક ગંધહસ્તિનું મૂલ્ય હતું. આ બંનેની ઉત્પત્તિ કહે છે -
કૌશાંબીમાં કોઈ બ્રાહ્મણ પત્ની પ્રસુતા હતી, તે પતિને કહે છે - ઘીનું મૂલ્ય ઉપજાવો. કયાં શોધું ? બ્રાહ્મણી બોલી – રાજાને ત્યાંના પુષ્પો વડે. તે પુષ્પ, ફલ આદિ તોડવા લાગ્યો. એ પ્રમાણે કાળ જાય છે. પ્રધોત કૌસાંબી આવ્યો. શતાનિક રાજા તેના ભરતી યમુનાના દક્ષિણ કિનારો ઉત્થાપીને ઉત્તરલે જાય છે. પ્રધોત યમુના ઉતરીને જવા માટે સમર્થ ન હતો, તેથી દક્ષિણ બાજુ સ્કંધાવાર નાંખીને રહ્યો. ત્યારે કહે છે કે - જે તેના તૃણાહારાદિ છે, તેને પકડી લો. કાન-નાક છેદી નાંખો. એ પ્રમાણે સો મનુષ્યોને પરિક્ષણ કર્યા. રાજાએ ખુશ થઈને કહ્યું કે - તને શું આપીએ ?
તે બોલ્યો – બ્રાહ્મણીને પૂછીને કહીશ. તેણે અગ્ર આસન સહિત ભાતની માંગણી કરી. એ પ્રમાણે તે દરરોજ જમે અને દરરોજ દક્ષિણામાં એક દીનાર લઈ જાય. કુમાર અમાત્ય વિચારે છે કે - આ રાજાનો ગ્રાસનિક છે અને દાન-માન ગ્રહણ કરે છે. બહુ દાનીય થયો છે. તેને પુત્રો પણ થયા છે. તે ઘણું જમે છે. શક્ય ન હોય તો દક્ષિણાના લોભથી વમી-વમીને પણ જમે છે. પછી તેને કોઢ થઈ ગયો.
- ત્યારે કુમારમંત્રીએ કહ્યું કે- હવે પુત્રોને જ મોકલજે. પછી તેના પુત્રો જમતા હતા. તેમને પણ તે પ્રમાણે જ થયું. સંતતિથી કાલાંતરે પિતા લજા પામવા લાગ્યા. પશ્ચિમમાં તેણે નિલય કર્યો. તેની પત્ની, પુત્રો કોઈ તેનો આદર કરતા નથી. બ્રાહ્મણે વિચાર્યું - આ બધાં મારા દ્રવ્યથી મોટા થયા, હવે મારો આદર જ કરતા નથી. હું એવું કંઈક કરું કે આ બધાં કોઈ વ્યસનને પામે. કોઈ દિવસે તેણે પુત્રોને બોલાવી કહ્યું - હે પુત્રો ! મારે જીવીને શું કરવાનું છે ? આપણો કુલ પરંપરાગત પશુવધ છે, તે હું કરું છું. પછી અનશન કરીશ. તેઓએ તેને કાળો બોકડો આપ્યો. બ્રાહ્મણે તેની પાસે શરીરને ચુંબન કરાવ્યા. જ્યારે જાણ્યું કે આ સારી રીતે કોઢથી ગૃહિત છે. ત્યારે તેને જલ્દીથી મારી નાંખ્યો. પુત્રોને ખવડાવ્યું. તે બધાં કોઢ રોગને પામ્યા. તે બ્રાહ્મણ પણ ત્યાંથી નાસી ગયો.
કોઈ અટવીમાં પર્વતની દરીમાં વિવિધ વૃક્ષોની છાલ, પાંદડા, ફળ પડે છે,