________________
He ૪૨૬, નિ - ૧૨૮૪
૩૪
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
કોઈ દિવસે કોણિકે કાલ આદિ દશકુમારો સાથે મંત્રણા કરી - શ્રેણિકને બાંધીને રાજ્યના ૧૧-બાગ કરીએ. તેમણે પણ સ્વીકાર્યું. શ્રેણિકને બાંધ્યો. પૂવર્ણ અને પરાણમાં ૧oo ચાબખાં શ્રેણિકને મારે છે. પેલ્લણાને કદાપિ મળવા જવા દેતો ન હતો. ભોજન બંધ કર્યું, પાણી આપતો નથી. ત્યારે ચલણા કોઈપમ રીતે અડદને વાળમાં બાંધીને પોતે કેદખાના પ્રવેશે છે. તે પ્રક્ષાલન કરે ત્યારે બધે પાણીપાણી થતું.
કોઈ દિવસે કોણિકની પત્ની પાવતી સણીનો પુત્ર ઉદાયી કુમાર ખોળામાં બેઠો હતો, કોણિક જમતો હતો. તે બાળક થાળીમાં મૂતર્યો. ત્યારે કોણીકે ભાતને એક તરફ કરી, બાકીનું જમી લીધું. પછી માતને બોલ્યો - હે માતા ! શું કોઈ બીજાને પોતાના પુત્ર માટે આવો પ્રેમ હશે ? માતા બોલી - તારી આંગળીમાં કૃમી થઈ ગયેલા, પર નીકળતા હતા ત્યારે તારા પિતા મોઢામાં તે આંગળી લઈને રાખતા, બાકી તું રડતો રહેતો. તારા પિતા તે આંગળી ચુસી જતાં ત્યારે તું શાંત થતો. કોણિકે પૂછ્યું કે તો પછી મને કેમ ગોળના લાડુ આપતા હતા ? ચેલણા રાણી બોલ્યા કે - તે હું કરતી હતી. કેમકે તું સદા પિતાનો વૈરી હતો. મારા ઉદરમાં આવ્યો ત્યારથી. તો પણ તારા પિતા કદી તારાથી વિરકત થયા ન હતા અને તેં તારા એ પિતાને જ આપતિમાં નાંખ્યા.
ત્યારે કોણિકને અરતિ-દુ:ખ થયું. તુરંત લોઢાનો દંડ લઈને “હું બેડી તોડી નાંખ” એમ વિચારી દોડ્યો. નેહથી રક્ષપાલકોએ શ્રેણિકને કહ્યું - આજે તે પાપી લોહદંડ લઈને આવી રહ્યો છે. શ્રેણિકને પણ થયું કે આજે ન જાણે આ મને કયા મારથી મારશે, તેણે તાલપુટ વિષ ખાઈ લીધું. તે મૃત્યુ પામ્યો. કોણિકને ઘણો જ ખેદ થયો. શ્રેણિકનો અગ્નિદાહ દઈને ઘેર આવ્યો. રાજયની ધુરા મૂકી દઈને વિચારતો બેઠો છે.
કુમાર અમાત્યે વિચાર્યું કે- રાજય નાશ પામસે. તાંબાના પતરે અક્ષરો લખી, જીર્ણ કરીને રાજા પાસે લાવ્યા. આ પ્રમાણે પિતાનું પિંડદાન કરાય છે, ત્યારથી આ પિંડ નિવેદન પ્રવૃત્ત થયું છે. એ પ્રમાણે સમય જતાં શોકમુક્ત થયો. “ફરી પણ પિતાનો સ્વજન પરિભોગ આદિ જોઈને ખેદ થશે.” એમ વિચારી, નીકળીને ચંપામાં રાજધાની કરી.
તે હલ અને વિકલ્પ સેચનક હાથી વડે સ્વભવન, ઉધાન અને પુષ્કરિણીમાં રમણ કરવા લાગ્યા. તે હાથી પણ અંતઃપુરિકા સ્ત્રીને રમાડતો. પદમાવતી તે જોયા કરતી. નગરમળે તે હલ્લ-વિમલ હા-કુંડલાદિથી શોભતા શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને જતા જોઈને પડાવતી કોણિકને વિનવે છે. પણ પિતાએ આપેલ હોવાથી કોણિક પાવતીની વાતને ધ્યાનમાં લેતો નથી. ઘણી વખત પાવતીએ તે લઈ લેવાનું કહેતા કોણિકનું યિત વ્યગ્રાહિત થયું. હલ-વિહલ્લને સેચનક હાથી આપી દેવા કહ્યું.
કોઈ વખતે રાત્રિના અંતાપુર પરિવાર સહિત નીકળીને હલ્લ અને વિકલ્પ વૈશાલીમાં માતામહ ચેટક પાસે પહોંચી ગયા. કોણિકને સમાચાર મળ્યા કે બંને 34/3]
કુમારો નાસી ગયા. કોણિકે ચેટક રાજા પાસે દૂત મોકલ્યો. બંને કુમારો અને હાથીને પાછો મોકલી દો. ચેટકે કહ્યું કે – જેવો તું દોહિત્ર છે, તેવા જ આ બંને દોહિત્રો છે. શરણે આવેલા બંનેને કેમ કાઢી મૂકું ? હું આપીશ નહીં. દૂત પાછો ગયો. ફરી મોકલતા પણ ચેટકે ન સોંપ્યા.
પછી ચેટકને યુદ્ધ માટે કહેણ મોકલ્યું. ચેટકે કહ્યું - તને રુચે તેમ કર. કોણિકે “કાલ' આદિ દશ કુમારોને બોલાવ્યા. તે એકૈકને ત્રણ-ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર ઘોડા, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ કરોડ પાયદળ હતું. કોણિક પાસે એટલું જ સૈન્ય હતું. બધું મળીને 33 થતું હતું. તે સાંભળીને ચેટકે અઢાર ગણરાજાને એકઠા કર્યા. એ પ્રમાણે ચેટક સહિત ૧–રાજા હતા. તેમને પણ ત્રણત્રણ હજાર હાથી વગેરે હતા. બધાં મળીને ૫૭-૫૭ હજાર ઈત્યાદિ હતા.
ત્યારે યુદ્ધમાં પ્રવૃત કોણિકને ‘કાલ’ દંડનાયક હતો. બે બૃહ કરાયા. કોણિકનો ગરુડ ડ્યૂહ અને ચેટકનો સાગર ઘૂહ. લડતા-લડતાં ‘કાલ' ચેટક પાસે ગયો. ચેટકને એક જ બાણ એક દિવસે મારવાનો અભિગ્રહ હતો, પણ તે બાણ અમોઘ હતું. તેનાથી ‘કાલ' માર્યો ગયો. કોણિકનું બળ ભાંગ્યું. બધાં પોત-પોતાના આવાસમાં પાછા ફર્યા. એ પ્રમાણે દશ દિવસોમાં દશે પણ ‘કાલ' આદિ કુમારો ચેટકરાજા વડે હણાયો.
અગિયારમે દિવસે કોણિકે અમભક્ત તપ સ્વીકાર્યો. શક અને ચમર બંને ઈન્દ્રો આવ્યા. શકએ કહ્યું કે – ચેટક રાજા શ્રાવક છે, તેથી હું પ્રહાર કરીશ નહીં, માત્ર તારું સંરક્ષણ કરીશ. અહીં બે સંગ્રામ થયા. તે જેમ ભગવતીજીમાં કહ્યા છે, તેમ કહેવા - મહાશિલાકંટક અને રથમુશલ. તે બંને સંગ્રામ ચમરના વિદુર્વેલા હતા. ત્યારે ચેટકનું બાણ વજ વડે ખલિત થયું. ગણરાજા નાસી ગયા. ચેટક રાજા પણ વૈશાલી ગયો. કોણિક નગરનો રોધ કરીને રહ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી સુંધીને રહ્યો.
આ વખતે હલ્લ અને વિહલ્લ રોજ સેચનક હાથી ઉપર બેસી નીકળતા અને સૈન્યને રોજેરોજ હણતાં હતા. કોણિક પણ હાથથી પરેશાન થઈ ગયો. તે વિચારે છે કે કયા ઉપાયથી આ હાથીને મારવો. કુમારમંત્રી કહે છે - હાથીને મારી નાંખવો. ત્યારે અંગારાની ખાઈ બનાવી. મેચનકેને અવધિ [વિભંગી જ્ઞાન વડે જોઈ. તે ખાઈને ઓળંગતો નથી. હલ્લ-વિહલ્લ કહે છે કે- તારા નિમિતે આ આપત્તિ આવી છે અને હવે તું જ આગળ વધવા ઈચ્છતો નથી. ત્યારે સેચનક હાથીએ બંનેને સ્કંધ ઉપરની ઉતારી દીધા. તે ત્યાં ખાઈમાં પડીને મર્યો, મરીને રનરભા નારકીમાં ગયો.
તે બંને કુમારોએ ભગવંતના શિષ્ય થવા વિચાર્યું એટલે દેવે તેને સંહારીને જ્યાં તીર્થકર ભગવંત વિચરતા હતા ત્યાં સંહરી દીધા. તો પણ નગરીનું પતન થતું ન હતું. કોણિકને ચિંતા થઈ. ત્યારે કૂલવાલકથી રૂઠેલા દેવતાએ આકાશવાણી કરી કે- જે કુલવાલક માણધિકા વૈશ્યા સાથે આસક્ત થાય તો અશોકચંદ્ર - કોણિક રાજા વૈશાલીનગરીને ગ્રહણ કરી શકે. તે સાંભળીને ચંપાનગરી જઈ કુલવાલકની