________________ 208 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ - 683 નિ - 1596 થી 1600 203 પાન, ખાદિમ, સ્વાદિમનું પચ્ચકખાણ કરે છે. (17થ) અનાભોગ, સહસાકાર, પચ્છnકાળ, દિશામોહ, સાધુવચનથી, સર્વસમાધિ નિમિતે આ છે કારણો સિવાય. હું અરશનાદિ ચારેનો ત્યાગ રું છું. * વિવેચન-૮૩ :- અનાભોગ અને સહસાકાર બંનેની વ્યાખ્યા પૂર્વવતું. - પ્રચ્છન્ન કાલાદિનું સ્વરૂપ આ પ્રમાણે - પ્રચ્છન્ના દિશામાં જવી, રેણુચી, પર્વત વડે કે અન્ય કારણે અંતરિત થવાથી સૂર્ય દેખાતો નથી. તેથી પોરિસિ પૂર્ણ થઈ, એમ સમજીને પચ્ચકખાણ પારે. પછી જો જાણે તો ઉભો રહે, તો ભંગ ન થાય. જો ખાય તો પચ્ચકખાણ ભાંગે. બધામાં આ પ્રમાણે જાણવું. - દિશાના મોહથી કોઈક પુરુષને કોઈપણ ક્ષેત્રમાં દિમોહ થાય છે. તે પૂર્વ પશ્ચિમ દિશા જાણે છે. એ પ્રમાણે તે દિમોહચી તુરંતનો ઉગેલો પણ સૂર્ય જોઈને ઉસૂર્યાભૂત એમ માને છે. જાણીને ઉભો રહે. - સાધુઓ ઉગ્વાડા પોરિસિ ભણે ત્યારે તે જમે, પારીને માને કે બીજી રીતે માને, તેણે તેમને ભોજન માટે કહ્યું પણ પૂતિ ન થઈ હોય તો ઉભો રહે. - સમાધિ એટલે તેણે પોરિંસિ પચ્ચકખાણ કર્યું. આશકારી કે બીજું કોઈ દુ:ખ ઉત્પન્ન થયું. ત્યારે તેને પ્રશમન નિમિતે પચ્ચકખાણ પારે અથવા ઔષધ પણ અપાય છે. એ સમયમાં જ જાણે તો તેણે વિવેક [ત્યાગjકરવો. -0 પુરિમષ્ટ્રમાં સાત આગાર છે. પરિમ એ પહેલાં બે પ્રહરની કાળની અવધિનું પ્રત્યાખ્યાન છે. તેમાં સાત આગારો થાય છે. અહીં સૂત્ર આ પ્રમાણે છે - * સૂ-૮૪ - સૂર્ય ઉગ્યા પછી ઉચો આવે ત્યાં સુધી પુરિમ [મધ્યાહ્ન થાય ત્યારે અશન આદિ ચાર આહારનું પચ્ચકખાણ કરે છે. Haધ - અનાભોગ, સહસાકાર, કાળની પ્રચ્છન્નતા, દિશામોહ, સાધુવચન, મહત્તકારણ કે સર્વસમાધિના હેતુરૂપ આગાર સિવાય. આ અનાદિ ચારેનો ત્યાગ કરું છું. * વિવેચન-૮૪ :- છ આગારો પોરિસિ પ્રત્યાખ્યાનમાં કહ્યા. - સાતમો મહારાકાર, આ પણ સર્વોત્તગુણ પ્રત્યાખ્યાનમાં સાગાર કૃતાધિકારમાં અહીં જ કહેલો હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી. oo એકાસણામાં આઠ જ આગાર છે. એકાસણું એટલે એક વખત બેસીને પુઠાને ચલિત કર્યા વિના ભોજન કરવું. તેમાં આઠ આગારો છે. તેમાં આ છે - * સૂર-૮૫ H- એકાસણાનું પ્રત્યાખ્યાન કરે છે. - HO : અનાભોગ, સહસાકર સાગરિકાકાર, આકુંચનપસારણ, ર અભ્યથાન, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વ સમાધિ નિમિત્ત. ઉકત આઠ અમારો સિવાય... હું આરાન આદિ ચારે આહારનો ત્યાગ શું છું. * વિવેચન-૮૫ - અનાભોગ, સહસાકાર પૂર્વવતુ. સાગાકિ-અર્ધ સમુદેશ કર્યો હોય ત્યારે આવે, જો વ્યતિક્રમે છે તો પ્રતિક્ષા કરે. જો સ્થિર હોય તો સ્વાધ્યાયનો વ્યાઘાત થાય. તેથી ઉભા થઈ બીજે જઈને સમુદ્દેશ કરે છે. હાથ, પગ, મસ્તકને આકુંચન કે પ્રસારણ કરે તો પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. ગુસ્થાન - આચાર્ય કે પ્રાધુર્ણકને આવતા જોઈ ઉભુ થવું જોઈએ એ પ્રમાણે સમુદ્દેશ પછી પારિષ્ઠાપનિકી જો થાય તો કરે છે અને મહતર આગાર પૂર્વવતું જ જાણવો. * સૂઝ-૮૬ થી 92 - [એકાસણાના સૂત્રમાં સુપ્રકાર મહર્ષિ #/#//hત્યારે એમ સૂઝ જણાવે છે. આ ઈત્યાદિ શબ્દથી સાત પ્રત્યાખ્યાનો બીજ આવી જશે . [6] એકલઠાણાનું પચ્ચકખાણ કરે છે [8] આયંબિલનું પચ્ચકખાણ કરે છે, [8] ઉપવાસનું પચ્ચકખાણ કરે છે [8] દિવસને અંતે અનાદિ ચારે આહારનું પચ્ચકખાણ કરે છે [6] ભવચરિમનું પચ્ચકખાણ કરે છે, [1] અભિગ્રહનું પચ્ચકખાણ કરે છે [2] નિશ્વિગઈય પચ્ચકખાણ કરે છે, * વિવેચન-૮૬ થી 92, નિર્યુકિત-૧૬૦૦ : એક સ્થાન પ્રત્યાખ્યાનના સાત આગારો થાય છે. એકસ્થાન - એકલઠાણું એટલે જેમાં અંગોપાંગ સ્થાપીને તે તે પ્રમાણે જ રહીને સમુદેશ કરે. તેમાં સાત આગારો છે. એક માત્ર આકુંચન-પ્રસારણ આગારને છોડીને બાકીના સાતે આગારો એકાસણા મુજબ જાણવા. - આયંબિલના આઠ આગારો છે. અહીં બહુ વક્તવ્યતા છે, એમ સમજીને ભેદથી કહીશું -x અસંમોહને માટે માથાની જ વ્યાખ્યા કરાય છે. આયંબિલ વિશે આગળ નિયુક્તિ-૧૬૦૨માં જોવું. - ઉપવાસ એટલે કે અભક્તાર્યમાં પાંચ આગારો છે. તે પાંચ આગારો આ પ્રમાણે - અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વસમાધિ નિમિતે એ પાંચ કારણો સિવાય...