________________
અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૯૭,૯૮
૧૬૧
• ગાથા-૯૭,૯૮ :
જેવી રીતે પાણી, અગ્નિ અને સૂર્ય ક્રમશઃ વસ્ત્ર, લોટું અને પૃવીના મેલ, કલંક અને કીચડના અનુક્રમે શોધન, નિવારણ અને શોષણને સાધે છે, તે રીતે ધ્યાન પાણી, અગ્નિ, સૂર્ય એ અવરૂપી વસ્ત્ર, લોટું અને પૃથ્વીમાં રહેલ કમરૂપી મેલ આદિનાં શોધનાદિ કરે છે.
• વિવેચન-૯૭,૮ :ગાથાર્થ જ છે, વૃત્તિમાં કોઈ વિશેષતા નથી. • ગાથા-૯૯ :
જે રીતે ધ્યાનથી યોગોનું અવશ્ય તપન, શોષણ, ભેદન થાય છે, તેવી રીતે ધ્યાનીને પણ કમનું અવશ્ય તપન દિ થાય છે.
• વિવેચન-૯ :
તાપ એટલે દુ:ખ, તેથી જ શોષ – દૌર્બલ્ય, તેથી જ ભેદ – વિદારણ, વયનાદિ યોગોથી, તે જ પ્રકારે કર્મનો તાપ-શોષ-ભેદ થાય છે. કોને ધ્યાતાને. તે પણ નિયમથી થાય. - વળી -
• ગાથા-૧૦o :
જેમ રોગના આશયનું શમન વિશોષણ વિરેચન અને ઔષધ વિધિથી થાય છે, તેમ કમરોગોનું શમન ધ્યાન અને અનશન આદિ યોગોથી થાય છે.
• વિવેચન-૧૦o :
રોગાશયશમન રોગ નિદાન ચિકિત્સા. વિશોષણ • ભોજન, કમમિયશમના - કર્મરોગ ચિકિત્સા. વળી -
• ગાથા-૧૦૧,૧૦૨ -
જેમ પવનસહિત અનિ દીર્ધકાળના સંચિત ઇંધણને શીઘ ભસ્મીભૂત કરી દે છે, તેમ ધ્યાનાનિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મ-ઇંધણને બાળી દે છે... અથવા જે રીતે પવનથી ધકેલાયેલો વાદળનો સમૂહ ક્ષણમાં વિનષ્ટ થઈ જાય છે, તેમ ધ્યાનરૂપ વનથી હડસેલાયેલ કર્મ વાદળો જદીથી નાશ પામે છે.
• વિવેચન-૧૦૧,૧૦૨ -
ચિરસંચિત - ઘણાં કાળના એકઠા કરેલા, ઇંધણ - કાઠાદિ, અનલ-અગ્નિ, દુત-જદી, દહતિ-ભસ્મ કરે છે. અમિત - અનેક ભવના ભેગા કરેલ, ક્ષણ-સમય, ધનસંઘાત-મેઘસમૂહ, પવના હતા - વાયુથી પ્રેરિત, વિલય-વિનાશ. કર્મ પણ જીવ સ્વભાવના આવરણથી ધન છે. હવે આલોકમાં પ્રતીત જ ધ્યાનફલને દશવિ છે -
• ગાથા-૧૦૩ -
ધ્યાનમાં લાગેલા ચિત્તવાળો આત્મા કષાયોથી ઉદ્ભવતાં માનસિક દુઃખો, ઈચ્છ, ખેદ, શોક દિથી પીડાતો નથી.
વિવેચન-૧03 :
કષાયસમુત્ય - ક્રોધાદિ ઉદ્ભવથી પીડાતો નથી. (શેનાથી ?) માનસદુ:ખ - [33/11]
૧૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ માનસ ગ્રહણ આતાપ ઈત્યાદિ જે કહ્યું. તેનાથી ન પીડાય ઈષ્ય - સામાપક્ષના અભ્યદયથી ઉત્પન્ન મત્સર વિશેષ. વિષાદ - વૈદ્ભવ્ય, શોક-દિનતા આ શબ્દથી હર્ષ આદિ પણ લેવા.
• ગાથા-૧૦૪ -
ધ્યાનથી સુનિલ ચિતવાળો શીત, તાપ આદિ અનેકાનેક પ્રકારે શારીરિક દુ:ખોથી પીડાતો નથી, કેમકે તે નિર્જરાપેક્ષી છે.
• વિવેચન-૧૦૪ -
અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરેલ હોવાથી શીત, આતપ આદિ વડે, મારું શબ્દથી સુધાદિ પણ લેવા. શારીરિક અનેક પ્રકારના. ધ્યાનથી ભાવિત મતિવાળો પીડાતો નથી. ધ્યાનથી સુખાદિ જાણવા. અથવા તેને ચલિત કસ્વાનું શક્ય નથી. નિર્જરાપેક્ષી - કર્મક્ષયની અપેક્ષાવાળો. ફળ દ્વાર કહ્યું. હવે ઉપસંહાર કરતા કહે છે
• ગાથા-૧૦૫ -
આ પ્રમાણે ધ્યાન એ સર્વ ગુણોનું સ્થાન છે. સ્ટ-આદષ્ટ સુખોનું સાધન છે, સુપ્રશસ્ત છે, સર્વકાળ માટે શ્રદ્ધેય છે, જ્ઞાતવ્ય છે અને ભાતવ્ય છે.
• વિવેચન-૧૦૫ -
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી સર્વે ગુણસ્થાન દેટાદેટ સુખસાધન ધ્યાનને કરેલા છે, તે તીર્થકર, ગણધરાદિથી સેવિત હોવાથી સારી રીતે પ્રશંસેલ છે. તેથી જ શ્રદ્ધેય છે. સ્વરૂપથી જ્ઞાતવ્ય છે, ક્રિયા વડે અનુચિંત્ય છે, એ પ્રમાણે હોવાથી સમ્યગ્દર્શનજ્ઞાન-ચા»િ આસેવિત થાય છે. વળી સર્વકાળ છે. [શંકા તો પછી બધી ક્રિયાનો લોપ પ્રાપ્ત થાય છે ? ના, તેમ નથી. તેનું આસેવન dવથી માનવ જ છે. એવી કોઈ ક્રિયા જ નથી. જેથી સાધુને ધ્યાન ન થાય.
અધ્યયન-૪-“પ્રતિક્રમણ' અંતર્ગતુ ધ્યાનશતકનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ