________________
અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૮૫,૮૬
૧૫૯
પ્રમાણે ધ્યાનશબ્દનો પણ વિરોધ નથી. જેમકે ધ્યાન-ચિંતન અર્થમાં, ધ્યાન-કાયનિરોધ અર્થમાં, ધ્યાન અયોગીવ અર્થમાં ઈત્યાદિ જાણવું.
તથા “જિનચંદ્રાગમ”થી પણ આમ જ છે. કહ્યું છે કે- જે અતીન્દ્રિય અર્થો આગમમાં જણાય, તે સભાવથી સ્વીકારવા.
યાતવ્યદ્વાર કહ્યું. યાતા દ્વાર ધર્મધ્યાનાધિકારમાં કહેલ જ છે. હવે અનુપ્રેક્ષાદ્વાર કહે છે -
• ગાથા-૮૭ :
થRધ્યાનથી જેણે ચિતને સુભાવિત કરેલ છે, એ ચાસ્ત્રિ સંપન્ન આત્મા, ધ્યાનથી વિરમ્યા પછી પણ નિયમા ચાર અનપેક્ષાનું ચિંતન કરે.
• વિવેચન-૮૭ :તેના પરિણામ હિતને તેના અભાવ છે. ભાવના આ રીતે - • ગાથા-૮૮ -
આક્યવહારોના અનર્થ, સંસારનો અશુભ સ્વભાવ, ભવોની અનંતર પરંપરા, વજુના વિપરિણામ ચિંતવે. એ ચારને
• વિવેચન-૮૮ :
(૧) આશ્રયદ્વારો - મિથ્યાત્વ આદિ, તેના અપાયો - દુ:ખ સ્વરૂપ. (૨) સંસારનો અનુભાવ, (૩) ભાવી નકાદિ અપેક્ષાથી અનંત ભવસંતતિ, (૪) સચેતના કે અચેતન વસ્તુના વિપરિણામ, સર્વ સ્થાનો અશાશ્વત છે.
અનપેક્ષા દ્વાર કહ્યું. હવે લેશ્યા દ્વાર કહે છે. • ગાથા-૮૯ :
પહેલાં બે દયાન શુકલ લેરામાં, ત્રીજું પમ શુકલ લેયામાં અને સ્થિરતાથી મેરને જીતનાર ચોથું શુક્લધ્યાન લેચા રહિત હોય છે.
• વિવેચન-૮૯ :
સામાન્યથી શુક્લ લેસ્થામાં પહેલાં બે ધ્યાન, ઉક્ત લક્ષણ બીજું ધ્યાન પરમ શુક્લ લેસ્સામાં, મેરવત નિપ્રકંપતા તે લેશ્યાતીત ચોથું પરમ શુક્લ છે વૈશ્યાદ્વાર કહ્યું.
હવે લિંગદ્વાર કહેવા તેના નામ, પ્રમાણાદિને કહે છે – • ગાથા૦ થી ૯૨ :
અવધ, સંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ શુકલ ધ્યાનના લિંગો છે, જેનાથી શુક્લધ્યાને ચઢેલા ચિત્તવાળા મુનિ ઓળખાય છે.
- પરીષહ અને ઉપયગોંણી એ ધીર મુનિ ચલાયમાન થતા નથી કે નથી ભય પામતા, તેઓ સૂમ પદાર્થોમાં કે દેવમાયામાં મુંઝાતા નથી.
પોતાના આત્માને દેહથી તદ્દન જુદો તેમજ સર્વે સંયોગોને જુદા જુએ છે. નિઃસંગ બનેલો તે દેહ તથા ઉપધિનો સર્વથા તજે છે.
• વિવેચન-૯૦ થી ૨ - શુક્લધ્યાનના ચાર લિંગો હોય છે - અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ
૧૬૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેનાની મુનિ શુકલધ્યાન પામેલ ચિતવાળા જણાય છે. આ ગાથાર્થ કહ્યો, હવે ભાવાર્થ કહે છે –
(૧) ધ્યાનથી ચલિત થતા નથી કે પરીષહ અને ઉપયગોંથી જે વીર ડરતા નથી, તે અવધલિંગ. (૨) અત્યંત ગહન પદાર્થોમાં જે સંમોહ પામતા નથી કે અનેકરૂપ દેવમાયામાં જે સંમોહ પામતા નથી તે અસંમોહ લિંગ, (3) દેહથી ભિન્ન આત્માદિને જુએ તે વિવેકલિંગ. (૪) દેહ અને ઉપધિના વ્યસર્ગથી નિઃસંગ બનેલા તે વ્યુત્સર્ગ લિંગ.
લિંગદ્વાર કહ્યું. હવે ફળદ્વાર કહે છે – આને લાઘવતા માટે પહેલાં કહ્યું. ધર્મફળ નામે શુકલધ્યાન ફળ કહેલ છે. કેમકે ધર્મફળને જ શુદ્ધતપણે કહેતા પહેલા બે શુકલધ્યાનના ફળ છે.
• ગાથા-૯૩ -
ઉત્તમ ધ્યાનના ફળ વિપુલ શુભઆશ્રવ, સંવરુ, નિર્જશ, દિવ્યસુખો હોય છે, અને તે શુભ અનુબંધવાળા હોય છે.
• વિવેચન-૯૩ :
શુભ આશ્રવ તે પુન્ય, સંવ-અશુભ કર્મના આવવાનો રોધ, નિર્જરા - કમાય, મસુખ-દેવના સુખ. આટલા દીર્ધ સ્થિતિને વિશુદ્ધિ ઉપપાતથી વિસ્તીર્ણ ધ્યાન પ્રધાનના શુભાનુબંધી ફળો - સુકુલમાં જન્મ, બોધિલાભ, ભોગ, પ્રવજ્યા, કેવલ, શૈલેશી, ચા વગદિ ધર્મધ્યાનના ફળો છે. ધર્મધ્યાન કહ્યું.
હવે શુકલધ્યાન કહે છે - • ગાથા-૯૪ -
આ જ શુભાશ્રવ આદિ અને અનુત્તર દેવના સુખ વિશેષપણે હોવા એ પહેલાં બે શુકલધ્યાનનાં ફળ છે, છેલ્લા બે નું ફળ પરિનિવણિ છે.
• વિવેચન-૯૪ -
પરિનિર્વાણ - મોક્ષગમન, પરિલ-છેલ્લા બે અથવા સામાન્ય ચકી જ સંસાર પ્રતિપક્ષભૂત આ બંને દશવિ છે –
• ગાથા-૫,૯૬ :
આમ્રવના દ્વારો એ સંસારના હેતુ છે, જે કારણથી તે સંસારના હેતુઓ ધર્મ અને શુકલધ્યાનમાં હોતા નથી, તેથી ધર્મ અને શુક્લધ્યાન નિયમો સંસારના પ્રતિપક્ષી છે. મોક્ષનો માર્ગ સંવર અને નિર્જસ છે, એ બંનેનો ઉપાય તપ છે, તેનું પ્રધાન અંગ ધ્યાન છે, તેથી તે ધ્યાન મોક્ષનો હેતુ છે.
• વિવેચન-૫,૯૬ :
ગાથાર્થ કહ્યો. સંસારના પ્રતિપક્ષપણે અને મોક્ષનો હેતુ ધ્યાન છે, એમ જણાવતા કહે છે - સંવર અને નિર્જર એ અપવર્ગનો માર્ગ છે, તે બંનેનો માર્ગ “તપ” છે. તપના અંતર કારણપણાથી સંવર અને નિર્જરા યાનનું પ્રધાન અંગ છે. આ અર્થને દષ્ટાંતથી કહે છે -