________________
૧૨૦
અધ્ય ૪/૧૯ નિ - ૧૨૭૧ એક-વિધ આદિ ભેદે પ્રતિકમણના પ્રતિપાદન માટે કહે છે –
• સૂઝ-૨૦ - હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ] એક-વિધ સંયમનું.
હું પ્રતિકમણ કરું છું [શનું ?] બે પ્રકારના બંધનો - રાગરૂપ બંધનનું અને દ્વેષરૂપ બંધનનું.
પ્રતિક્રમણ કરું છું [શેતું ?] ત્રણ દંડ-મન દંડ વડે, વચન દંડ વડે, કાય દંડ વડે [થયેલા અતિચારોનું.
હું પ્રતિક્રમણ કરું છું - ત્રણ ગુતિ-મનોગુપ્તિ વડે, વચનગુપ્તિ વડે, કાયમુર્તિ વડે તેિના પાલન ન કરવાથી થયેલા અતિચારોની
• વિવેચન-૨૦ :
એક પ્રકારે અસંયમ - અવિરતિ લક્ષણરૂપ પ્રતિષેધ કરેલાનું કરવું, તેથી મને જે દૈવસિક અતિયાર લાગ્યો, તેનું મિચ્છામિ દુક્કડં. જેમ કહેશે કે- સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યો તેનું મિચ્છામિ દુક્કડં.
બે બંધનનો હેતુ વડે જે અતિચાર થયા તેને હું પ્રતિક્રમુ છું. જે કારણે આઠ પ્રકારના કર્મોથી આત્મા બંધાય. તે બંધન. તે બે પ્રકારે સગ અને દ્વેષ. તેનું સ્વરૂપ “નમસ્કાર”માં કહેલ છે. આનું બંધનત્વ પ્રસિદ્ધ છે, કહ્યું છે – જેમ સ્નેહ વડે લેપાયેલ શરીરમાં ધુળ વડે શરીર ચોટે છે, એ પ્રમાણે રાગ અને દ્વેષથી પીડાતાને કર્મબંધ થાય છે જ.
દંડ • જેના વડે ચારિરૂપી ઐશ્વર્યનો અપહાર કરતો આત્મા અસાર કરાય છે, તે દંડ કહેવાય, તે દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. અહીં ભાવદંડનો અધિકાર છે, તેના કારણે થતા જે અતિયાર. તેના મનદંડાદિ ત્રણ ભેદ, મન વગેરે દુષ્ટ રીતે પ્રયોજાતા આત્મા દંડાય છે.
મનોદંડમાં ઉદાહરણ - કોંકણક સાધુ હતા. તે જાનુ ઉર્વ રાખી, મસ્તક નીચું રાખી વિચારતા હતા. સાધુઓ તેને- “આ વૃદ્ધ શુભધ્યાનમાં રહેલ છે. માનીને વાંદે છે. ઘણાં કાળે સંલાપ દેવો શરૂ કર્યો. સાધુએ પૂછ્યું - શું ધ્યાન કર્યું? તે કોંકણક સાધુ બોલ્યા - ખર વાત થાય છે, જો તે મારા પુત્રો હાલ તૃણાદિને સળગાવી દે, તો તેમના વરાત્રમાં સરસા ભૂમિમાં ઘણી જ શાલિ [ચોખા ની સંપત્તિ થશે. એમ મેં ચિંતવ્ય. આચાર્યએ આવું ન વિચારાય કહેતાં તે સમજ્યા. આ અશુભ મનથી ચિંતવેલ, તે મનોદંડ.
વચનદંડ - સાધુ સંજ્ઞાભૂમિમાં આવ્યા, અવિધિસી આલોચે છે. કર્યું - જેમ શૂકર ભિંડોનું વૃંદ જોયું. તે સાંભળી પુરુષોએ જઈને મારી નાંખ્યા.
કાયદંડ - ચંડદ્ધ નામે આચાર્ય ઉજ્જૈનીથી બહારના ગામે આવ્યા. તે ઘણો રોષવાળા હતા. ત્યાં પધાર્યા ત્યારે ગણિકાના ઘેરથી નીકળતો એક શ્રેષ્ઠીણ શૈક્ષ ઉપસ્થિત થયો. ત્યાં બીજાએ અશ્રદ્ધાથી ચંડરની પાસે મોકલ્યો. ગુસ્સાથી ચંડરદ્રાચાર્યે તેનો લોચ કરીને દીક્ષા આપી દીધી. વહેલી સવારે ગામે ચાલતા, આગળ નવદીક્ષિત
૧૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ સાધુ અને પાછળ ચંદ્રાચાર્ય ચાલતા હતા. આચાર્ય પડી જતાં રોપાયમાન થયા. શિષ્યને દંડ વડે મસ્તકમાં પ્રહાર કર્યો. શૈક્ષે સહન કર્યો.
આવશ્યક વેળાએ શિષ્યને લોહીથી ખરડાયેલો જોયો. ચંડરદ્રએ તે જોઈને - પોતાના દુકૃત્યની માફી માંગતા વૈરાગ્યથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શૈક્ષને પણ થોડા કાળ પચી કેવળજ્ઞાન થયું
o મનોગુપ્તિ આદિ ત્રણને હું પ્રતિક્રમં છું, કે જે ત્રણ ગતિ વડે જે અતિયાર મેં કર્યા હોય. ગુપ્તિમાં અતિચાર કઈ રીતે ? પ્રતિષેધ કરેલને આચરે, કરવા યોગ્યને ન કરે, અશ્રદ્ધા કરે, વિપરીત પ્રરૂપણા કરે ઈત્યાદિ પ્રકારે અતિયાર. આનો શબ્દાર્થ સામાયિક સૂત્રવત જાણવો.
મનોકુતિ- જિનદાસ નામે શ્રાવક હતો. તે સર્વ ગરિકી પ્રતિમા સ્વીકારીને ચાનશાળામાં રહ્યો. તેની પત્ની, કોઈ પુરુષ સાથે ખીલાવાળો પલંગ લઈને આવી. ત્યાં જિનદાસના પગ ઉપર જ પલંગનો પાયો રાખીને પરપુરષ સાથે અનાચાર આચરે છે, ખીલાથી જિનદાસનો પગ વીંધાઈ ગયો, તે ત્યાં ઘણી વેદના સહન કરે છે, મનમાં દુકૃત ઉત્પન્ન ન થયું, ધ્યાનમાં નિશ્ચલ મન રહ્યો. આ પ્રમાણે મનોગુપ્તિ પાળવી.
વચનગુપ્તિ - સાઘને સંજ્ઞાતીયપલ્લીમાં જતો જોયો. ચોર માનીને પકડ્યો. સોનાપતિએ છોડી દીધો. ઈત્યાદિ • * ધર્મકથાથી સેનાપતિને આવર્જિત કર્યો. આદિ • x - x • આ રીતે વચનગુપ્તિ પાળવી.
કાયગુપ્તિ - જેમ માર્ગને પામેલો સાધુ, તેને સામિાં વસતા ક્યાંય ચંડિલ ભૂમિ ન મળી. કેમે કરીને એક પગ રાખવાની જગ્યા મળી. તે ત્યાં આખી રાત્રિ એક પગે રહ્યા. - x • શકએ તેની પ્રશંસા કરી. કોઈ અશ્રદ્ધાળુ દેવ આવ્યો અને તેણે દેડકી વિકજ્વ. સાધુ યતનાપૂર્વક ત્યાંથી ચાલ્યા, દેવે હાથી વિકવ્ય, સાધુની પાછળ ગુલગુલાયતો આવ્યો તો પણ સાધુએ ગતિભેદ ન કર્યો. હાથીએ સૂંઢથી પકડ્યો
ત્યારે સાધુ બોલ્યો કે - મારાથી જીવ વિરાધના થઈ, તેનું મિચ્છા મિ દુક્કડું, પણ પોતાની ચિંતા ન કરી, દેવે ખુશ થઈ, નમસ્કાર કર્યો.
• સૂત્ર-૨૧ -
હું પ્રતિકમુ છું [કોને ?] ત્રણ શલ્ય - માયા, નિદાન અને મિથ્યાદશનિ શલ્યથી થયેલા અતિચારોને.
હું પ્રતિકમુ છુંમણ ગારવો - ઋદ્ધિ ગારવ, સગારવ અને શાતા ગારવ વડે થયેલા અતિચારોને.
હું પ્રતિકમ છું ત્રણ વિરાધના – જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચાસ્ત્રિ વિરાધના વડે થયેલા અતિચારોને.
હું પ્રતિકકું છું, ચાર કષાયો - ક્રોધ, માન, માયા, લોભ વડે હું પ્રતિકસું છું ચાર સંજ્ઞા – આહાર, ભય, મૈથુન, પરિગ્રહથી
હું પ્રતિકસું છું, ચાર વિકથા - શ્રી કથા, ભોજન કથા, દેશ કથા અને રાજ કથા વડે થયેલા અતિચારોને.