________________
અધ્ય૪/૧૮ નિં - ૧૨૭૧
અતિચારોનું [કઈ રીતે બંધ કરેલા બારણા-જાળી વગેરે ઉઘાડવાથી, કુતરાવાછરડાં કે નાના બાળકનો સંઘટ્ટો થવાથી, મંડી પ્રાકૃતિક, બલિ પ્રાભૃતિક કે સ્થાપના પ્રાભૂતિક લેવાથી, શંકિત-સહસાકારિત [આહાર લેવાથી, અનેષણાથી, જીવોવાળી વસ્તુનું-બીજનું કે હરિતનું ભોજન કરવાથી, પશ્ચાત્ કર્મ કે પુરોકર્મ કરવાથી, અષ્ટ હતથી, સચિત્ત એવા જળ કે રજવાળી વસ્તુ લેવાથી, પારિશાટનિકાથી, પારિષ્ઠાપનિકાથી, ઓહરણભિક્ષાથી -
જે ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી પરિશુદ્ધ પરિગૃહિત કે પરિભુત
હોય અને જે પરઠવેલ ન હોય –
તેનું ‘મિચ્છા મિ દુક્કડ'
• વિવેચન-૧૮ :
૧૨૫
હું પ્રતિક્રમું છું – નિવર્યુ છું. શેનાથી ?
ગોચરચર્યા - ભિક્ષારચર્યામાં જે અતિચાર લાગે છે, તેનાથી. ગાયનું ચરવું તે ગોચર, ગોચર જેવી ચર્ચા તે ગોચર ચર્ચા. કોની? ભિક્ષાર્થે ચર્ચા. તેથી કહે છે લાભાલાભ નિરપેક્ષ થઈ અદીનચિંતે મુનિ ઉત્તમ-મધ્યમ-અધમ કુળોમાં ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં રાગ-દ્વેષરહિત થઈને ભિક્ષા માટે ભમે છે. તેને અતિચાર કઈ રીતે લાગે?
૩૫ાડ - આગળીયો દીધેલ કે કંઈક બંધ કરેલ બારણા, તેને ઉઘાડવા તે અથવા તે માટે પ્રેરણા કરવી તે. આ રીતે બંધ કમાડાદિના ઉઘાડવાથી અપમાર્જનાદિથી અતિયાર લાગે તે. - X -
=
૦ મંડી પ્રાકૃતિકા – સાધુ આવે ત્યારે કોઈ વાસણથી અગ્રકૂર બીજા વાસણમાં કાઢીને સાધુને આપે, તેમાં પ્રવર્તન દોષ લાગે તે સુવિહિત-સાધુને ન કો. ૦ બલિપ્રાકૃતિકા - ચારે દિશામાં બલિની જેમ ફેંકે અથવા અગ્નિમાં ક્ષેપ કરીને સાધુને ભિક્ષા આપે, તે ન કો. ૰ ભિક્ષાચર માટે સ્થાપિત તે સ્થાપના દોષ, તે પણ ન કલ્પે.
આધાકર્માદિ - ઉદ્ગમ આદિ દોષોમાંથી કોઈપણ દોષની શંકા હોય અને આહાર ગ્રહણ કરે તો અતિચાર સહસાત્કારથી અકલ્પનીય ગ્રહણ કરે. અહીં તેનો ત્યાગ ન કરે અથવા અવિધિથી તેનો ત્યાગ કરે તો અતિચાર આ જ પ્રકારે
અનેષણાના હેતુભૂત અતિયાર પણ જાણવા. પ્રાણી - રરાજ આદિ, ભોજન-દહીં, ભાંત આદિમાં વિરાધાય છે કે નાશ પામે છે, જે પ્રાકૃતિકામાં તે પાળોવા, તેમાં સંઘનાદિ દાતા અને ગ્રાહકથી થતો દોષ જાણવો. તેથી અતિચાર છે.
એ રીતે બીજભોજન અને હતિભોજનમાં પણ જાણવું. પાણી વડે ધોવારૂપ કર્મ પછી કે પહેલાં જેમાં સંભવે છે તે.
અદૃષ્ટ-ઉત્કૃપથી લાવેલ, તેમાં જીવના સંઘનનો અતિચાર સંભવે છે. દસંસૃષ્ટ
- જળના સંબદ્ધવાળું લાવેલ અથવા હાથ માત્રગત જળ વડે સંસૃષ્ટ. એ રીતે રજ વડે સંદૃષ્ટ લાવેલ હોય. વિશેષ એ કે રજમાં પૃથ્વીરજ લેવી. પારિસાડણિયા - ત્યજી દેવા યોગ્યથી લાગેલ.
પાટ્ઠિાવણિયા - પશ્થિાપન - દેવાના વાસણમાં રહેલ બીજા દ્રવ્યના ત્યાગરૂપ,
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
૧૨૬
તેના વડે નિવૃત્ત - થયેલ તે પાસ્થિાપનિકા. - ૪ -
ઓહાસણભિકખા – વિશિષ્ટ દ્રવ્ય ચાચનને સિદ્ધાંતની ભાષામાં ઓહાસણ કહે છે, તેનાથી પ્રધાન ભિક્ષા વડે.
આ પ્રમાણે ઘણાં ભેદો છે, તે બધાં ઉદ્ગમ, ઉત્પાદન અને એષણામાંનો કોઈ જ હોય છે. તેથી જે કંઈ અશનાદિ ઉદ્ગમ - આધાકર્માદિ લક્ષણ, ઉત્પાદન - ધાત્રિ આદિ રૂપ, એષણા - શંકિતાદિરૂપ અપરિશુદ્ધ લીધું, ખાધું કે પરઠવેલ ન હોય. ઈત્યાદિ - ૪ - એ રીતે જે અતિચાર થયો હોય, તેનું મિથ્યાદુષ્કૃત.
એ પ્રમાણે ગોચર અતિચાર પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાય આદિ અતિચારનું પ્રતિક્રમણ કહે છે –
સૂત્ર-૧૯ :
હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ” ચાર કાળ સ્વાધ્યાય ન કરવા. રૂપ અતિચારોનું, ઉભયકાળ ભાંડ અને ઉપકરણની પડિલેહણા ન કરી કે દુષ્ટ પડિલેહણા કરી, પ્રમાના ન કરી કે દુપમાર્જના કરી, અતિક્રમ-વ્યતિક્રમ - અતિચાર કે અનાચારના સેવનરૂપ મેં જે કોઈ દૈવસિક અતિચાર કર્યો હોય, તેનું મિચ્છા મિ દુક્કડ - મારું દુષ્કૃત મિથ્યા થાઓ. • વિવેચન-૧૯ :
ચાકાળ – • દિવસના અને રાત્રિના પહેલા - છેલ્લા પ્રહરમાં. સ્વાધ્યાય - સૂત્ર પૌરુષીરૂપને, ન કરવાથી - ન સેવવાથી, જે મેં દૈવસિક અતિચાર કર્યા હોય. તથા ઉભયકાળ - પહેલી, છેલ્લી પૌરુષી રૂપમાં ભાંડોપકરણ - પાત્ર અને વસ્ત્ર આદિને ન પડિલેહ્યા - મૂળથી ચક્ષુ વડે નિરીક્ષણા ન કરી, દુષ્પડિલેહણા - દુનિરીક્ષણા, [અવિધિથી જોવું તે]. અપ્રમાર્જના - મૂળથી જ જોહરણાદિ વડે સ્પર્શના ન કરવી, દુપમાર્જના - અવિધિથી પ્રમાર્જના કરવી તે. તથા અતિક્રમાદિથી જે મેં દૈવસિક અતિચાર કર્યા હોય તે મારુ દુષ્કૃત્ મિથ્યા થાઓ.
અતિક્રમાદિનું સ્વરૂપ આધાકર્મ દોષના દૃષ્ટાંતથી કહે છે – (૧) આધાકર્મનું નિમંત્રણ સ્વીકારે તો અતિક્રમ, (૨) ચાલવાનું આરંભે તો વ્યતિક્રમ, (૩) આધાકર્મ ગ્રહણ કરે તો અતિચાર, (૪) ભોગવતા અનાચાર.
આધાકર્મનું નિમંત્રણ સ્વીકારે તો સાધુને અતિક્રમ અર્થાત્ સાધુ ક્રિયાનું ઉલ્લંઘનરૂપ થાય, કેમકે આવું વચન સાંભળવું પણ ન કલ્પે, તો સ્વીકારવાની વાત જ ક્યાં? ત્યાંથી પાત્રાદિ ગ્રહણ કરે ત્યાં સુધી અતિક્રમ. પાત્રનો ઉપયોગ કરી ચાલવા લાગે ત્યારે વ્યતિક્રમ, તે દોષ દાતા ભોજન લે ત્યાં સુધી લાગે. જ્યારે સાધુ તે ગ્રહણ કરે ત્યારે અતિચાર લાગે, તે દોષ વસતિમાં જઈ ઈર્યાપથ પ્રતિક્રમે સુધી રહે. તેના પછીના કાળે અનાચાર, જ્યારે મુખમાં કોળીયો મૂકે.
અહીં સુખેથી સમજાય તે માટે આધાકર્મનું દૃષ્ટાંત બતાવ્યું. અન્યત્ર પણ આને જ અનુસરવું. આ અતિચાર સંક્ષેપથી એક પ્રકારે છે. વિસ્તાર કરતા-કરતાં બે, ત્રણ યાવત્ અસંખ્યેય ભેદે છે. - x - વિસ્તાર કરતાં અનંતભેદ પણ થાય. તેમાં