________________
અધ્ય૰ ૪/૧૬ નિ - ૧૨૭૧
• વિવેચન-૧૬ :
હું ઈચ્છુ છું – નિવર્તવાને, ઈપિથિકા વિરાધનામાં જે અતિચાર થયા હોય. આના દ્વારા ક્રિયાકાલ કહ્યો અને “મિચ્છામિ દુક્કડં', આના દ્વારા નિષ્ઠાકાળ કહ્યો. તેમાં ઈર્યા એટલે ગમન, તેનાથી પ્રધાન પંચ તે ઈથ. તેમાં થાય તે ઈર્ષ્યા પથિકી.
૧૨૩
વિરાધવું - દુઃખમાં પ્રાણીને સ્થાપવા તે. આ વિરાધના કરતાં જે અતિચાર લાગ્યા હોય તે. તેનો વિષય દર્શાવતા કહે છે. ગમન અને આગમનમાં. મન - સ્વાધ્યાયાદિ નિમિતે વસતિથી જવું આગમન - પ્રયોજન પૂર્ણ થતાં ફરી આવીને વસવું તે. તેમાં અતિચાર કઈ રીતે?
બેઈન્દ્રિયાદિ ત્રસ પ્રાણી, તેમને પગ વડે પીડા પહોંચાડવી તે પાળમળ. બીજોનું જીવત્વ, સકલ વનસ્પતિ, - ૪ - ઓસ-ઝાકળ. આ ઝાકળનું ગ્રહણ બાકીના જળનો સંભોગ પરિવારણાર્થે છે. ઉલિંગ-ગભાકૃતિ જીવો અથવા કીડીના નગરા, પનક-ફુગ, ટ્ટિ - કાદવ અથવા ૬ - અપકાય અને ટ્ટિ - પૃથ્વીકાય. કરોળીયાના જાળા.
ઉક્ત જીવોનું સંક્રમણ - આક્રમણમાં. મેં જે બધાં જીવોને વિરાધ્યા-દુઃખમાં સ્થાપ્યા. એકેન્દ્રિય - પૃથ્વી આદિ, બેઈન્દ્રિય-કૃમિ આદિ, તેઈન્દ્રિય-કીડી આદિ. ચઉરિન્દ્રિય - ભ્રમર આદિ, પંચેન્દ્રિય.
અભિહયા - પગ વડે ઘટ્ટન કર્યુ અથવા ઉડાડ્યા કે ફેંક્યા. વત્તિયા - એકઠાં કર્યા કે ધૂળથી ઢાંક્યા. લેસિયા - પિષ્ટ, પીસ્યા, ભૂમિ આદિમાં ઘસ્યા. ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. - X X - X -
આ ગમનાતિચાર પ્રતિક્રમણ કહ્યું. હવે વવર્તન [પડખાં બદલવા આદિ] અતિચારનું પ્રતિક્રમણ કહે છે –
• સૂત્ર-૧૭ :
હું પ્રતિક્રમણ કરવાને ઈચ્છુ છું. [શેનું ?] પ્રકામ શય્યાથી, નિકામ શય્યાથી, સંથારામાં પડખાં ફેરવવાથી, પુનઃ તે જ પડખે ફરવાથી, આકુચન-પ્રસારણ કરવાથી, જૂ વગેરે જીવોના સંઘનથી, ખાતાકચકચ કરતા - છીંક કે બગાસુ ખાતા [મુહપતિ ન રાખવાથી, આમથી, સરજક વસ્તુને સ્પર્શવાથી, આકુળવ્યાકુળતાથી, સ્વપ્ન નિમિત્તે, સ્ત્રી વિપસિથી, દૃષ્ટિ વિષયાસથી, મન વિષયસિથી, પાન-ભોજન વિષયસિથી...
મેં જે દિવસ સંબંધી અતિચાર કર્યો હોય.
તેનું મિચ્છા મિ દુક્કડ
• વિવેચન-૧૭ :
હું પ્રતિક્રમવાને ઈચ્છુ છું. શું?
પ્રકામ શય્યાના હેતુભૂતતાથી જે મારા વડે દૈવસિક અતિચાર થયા હોય તે. આના દ્વારા ક્રિયાકાળ કહ્યો. ‘મિચ્છામિ દુક્કડં' આના વડે નિષ્ઠાકાળ કહેલ છે. એમ બધે યોજવું.
૧૨૪
શયન તે શય્યા, પ્રકામ –
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ચારે પ્રહર શયન તે પ્રકામ - શય્યા અથવા શય્યા
- સંસ્તાકાદિ રૂપ, પ્રકામ - ઉત્કટ શય્યા, તે આ રીતે – સંથારો, ઉત્તર પટ્ટો બંનેથી વધારાના પ્રાવરણને આશ્રીને અથવા ત્રણ વસ્ત્ર [બે સુતરાઉ અને એક ઉની પડોથી અતિક્તિ, તે હેતુથી, સ્વાધ્યાયાદિ ન કરવાથી આ અતિચાર છે.
પ્રતિ દિવસ પ્રકામ શય્યા જ નિકામ શય્યા કહેવાય.
ઉદ્વર્તન-પહેલાં ડાબા પડખે સુતા હોય અને જમણાં પડખે ફરવું તે. ઉદ્વર્તનઉદ્ધર્તન તે ઉદ્ધર્તના કહેવાય તેનાથી અને ફરી ડાબા પડખે જ વર્તવું તે પરિવર્તના, તેનાથી. અહીં અપમાર્જના કરવાથી અતિયાર લાગે છે. આકુંચન - શરીર સંકોચવારૂપ, તે જ આકુંચનથી. પ્રસારણ - શરીરનો વિક્ષેપ, તે જ પ્રસારણા કરવાથી.
અહીં કુક્ડીનું દૃષ્ટાંત બતાવે છે – વિધિથી ન કરે તો અતિચાર. જેમ કુકડી આકાશમાં પગ પ્રસારે, ફરી સંકોચે ઈત્યાદિ - તેમ જો પીડા થાય તો પ્રમાર્જીને આકાશમાં રાખે [પગને પ્રસારે એ પ્રમાણે પ્રમાર્જનાદિ વિધિ ન કરે તો તેને અતિચાર લાગે.
જૂ વગેરેને અવિધિથી સ્પર્શે, તેનાથી થતો અતિચાર.
કૂજિત-ખાંસવું, તેમાં અવિધિથી મુખવસ્ત્રિકા હાથમાં રાખે કે મુખે ન ધારણ કરે. વિષમા શય્યા-વસતિના દોષો ઉચ્ચારવા, તે કર્કર કરવું. તેમાં જે અતિચાર થાય તે. આ આર્તધ્યાન જ અતિચાર છે. છીંક અને બગાસુ અવિધિથી ખાય. સમર્થ - પ્રમાજવા વિનાના હાથથી સ્પર્શ કરવો તે તેમાં, સરજક - પૃથિવ્યાદિ રજ સહિત જે વસ્તુ સ્પર્શે તે, એ પ્રમાણે જાગતા જે અતિચાર લાગે તે કહ્યા.
હવે સુતા જે લાગે તે કહે છે – આકુળ વ્યાકુળતાથી જે સ્ત્રી આદિ પરિભોગ, વિવાહ, યુદ્ધાદિ સંસ્પર્શના વિવિધ પ્રકારના સ્વપ્નના નિમિત્તથી થાય તે વિરાધના કહેવાય છે. વળી તે મૂલગુણ અને ઉત્તરગુણ વિષયક થાય છે, તેથી તેને ભેદ વડે કહે છે – સ્ત્રીનો વિપર્યાસ તે સ્ત્રીવિપર્યાસ, અબ્રહ્મનું આસેવન. તેમાં થાય તે સ્ત્રી વૈપર્યાસિકી વડે, સ્ત્રીદર્શનના અનુરાગથી તેણીનું અવલોકન તે દૃષ્ટિ વિપર્યાસ, તેમાં થાય તે દૃષ્ટિવૈપયાસિકીથી.
એ પ્રમાણે મન વડે અધ્યપપાત તે મનોવિપર્યાસિકીથી એ પ્રમાણે પાન અને ભોજનના વિપર્યાસથી થતા-જેમકે-રાત્રિના પાન-ભોજનનો પરિંભોગ જ તેનો વિપર્યાસ
છે. આના હેતુભૂત જે અતિચાર છે, તે કહ્યા છે. મારા વડે દિવસના થયેલ કે દિવસ પરિણામ તે દૈવસિક અને અતિચાર - અતિક્રમ થયેલ હોય.
તેનું મિચ્છા મિ દુક્કડં.
[શંકા] દિવસે સુવાનો નિષેધ હોવાથી આ અતિચાર જ અસંભવ છે ? [સમાધાન] ના, આ અપવાદ વિષયથી છે. તેથી કહે છે. અપવાદથી સુતા હોય, જેમકે – દિવસના માર્ગના પશ્રિમથી સુવે, તે સંદર્ભમાં આ વચન જાણવું. એ પ્રમાણે ત્વગ્ વર્તના સ્થાન અતિચારનું પ્રતિક્રમણ બનાવીને હવે ગૌચર-અતિચાર પ્રતિક્રમણ કહે છે– • સૂત્ર-૧૮ -
હું પ્રતિક્રમણ કરું છું. [શેનું ?] ભિક્ષા માટે ગૌચરી ફરવામાં લાગેલા