________________
અધ્ય ૪/૧૫ નિ -૧૨૬૯
૧૨૭
કાનીય સમાન તે કલા, વિધિ, આચાર. કલય - ચરણ, કરણ વ્યાપાર, ન કલે તેવું તે અલય. વારyવ - સામાન્યથી કર્તવ્ય, ન કરવા યોગ્ય - તે ચાકરણીય.
અહીં હેતુ-હેતુમન્ ભાવ છે. જે કારણે ઉસૂત્ર છે, તેથી જ ઉન્માર્ગ છે, ઈત્યાદિ. અહીં સુધી કાયિક અને વાચિક કહ્યા.
હવે માનસિક અતિચાર કહે છે – દુષ્ટ ધ્યાત તે દુર્થાત-એકાગ્ર ચિતે આd રૌદ્ર લક્ષણરૂપ. દુષ્ટ વિચિંતિત - ચલચિત્તાથી અશુભ. જે કારણે આવા સ્વરૂપે છે, તે કારણે શ્રમણ પ્રાયોગ્ય છે, તેથી અનાચાર છે.
આચરવા યોગ્ય તે આચાર, ન આચાર તે અનાચાર - સાધુને અનાયમીય જે કારણે સાધુને અનાવરણીય છે, તેથી જ અનેzવ્ય છે - કિંચિત્ પણ મન વડે પ્રાર્ચનીય નથી.
આ અતિચાર કયા વિષયના છે ? તે કહે છે – જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ વિષયક છે. હવે ભેદથી કહે છે :- શ્રત વિષયક - મતિ આદિ જ્ઞાનોપલક્ષણ. તેનાથી વિપરીત પ્રરૂપણા તે અકાલ સ્વાધ્યાયાદિ અતિચાર. સામાયિક વિષયક - સામાયિકના ગ્રહણથી સમ્યકત્વ સામાયિક અને ચાસ્ત્રિ સામાયિક લેવું.
તેમાં સમ્યકત્વ સામાયિક અતિસાર તે શંકા આદિ.
ચારિત્ર સામાયિક અતિયાર ભેદથી કહે છે - ત્રણ ગુપ્તિના, તેમાં પ્રતિચાર - અપવિચારરૂપ ગુપ્તિઓ છે. ચાર કષાયોનું - ક્રોધ, માન, માયા, લોભરૂપ. પાંચ મહાવતોનું • પ્રાણાતિપાતાદિથી નિવર્તવા રૂા. છ જવનિકાય - પૃથ્વીકાયિકાદિના, સાત પિષણા આ રીતે –
અસંસ્કૃષ્ટ હાથ અને પગ વડે વિચારવી. ન ખરડાયેલા હાથ અને ન ખરડાયેલા પાત્રથી ગ્રહણ કરવું, તે પહેલી પિડૅષણા. સંસૃથ્વ-ખરડાયેલ વડે વિચારતા - ખરડાયેલ હાથ અને ખરડાયેલ પણ. એ પ્રમાણે ગ્રહણ કરે તે બીજી. અલાલેપા અર્થાતુ નિર્લેપપૃથક્ આદિ ગ્રહણ કરતા ચોથી પિડૅષણા.
અવગૃહીતા - ભોજનકાળમાં શરાવલાદિમાં કઢાયેલું જ ભોજન હોય તો લેવું, તે પાંચમી. પ્રગૃહીતા - ભોજન વેળાએ દેવાને અગ્રુધત થયેલા હાથ આદિ વડે જ પ્રગૃહીત જે ભોજન કે ખાતો હોય તે સ્વહસ્તાદિથી આપે તો ગ્રહણ કરવું તે છઠ્ઠી પિÖષણા. ઉઝિતધમ - જે ફેંકી દેવાને યોગ્ય ભોજન હોય, જેને બીજા દ્વિપદાદિ પણ ઈચ્છે નહીં, તેવા અર્ધ વ્યક્તને ગ્રહણ કરવું તેમ ધારીને લે તે સાતમી.
આ સાત ભેદ સંક્ષેપથી કહ્યા. વિસ્તાર બીજેથી જાણવો.
કેટલાંક સાત પાર્ણપણા પણ કહે છે, તે પણ આ પ્રમાણે જ છે. વિશેષ એ કે ચોથી પારૈષણામાં ભેદ છે, તેમાં ઓસામણ અને કાંજી આદિને નિર્લેપ જાણવા.
આઠ પ્રવચન માતામાં ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ આવે. તેમાં પ્રવીચારઅવીચારરૂપ ગુતિઓ છે અને સમીતિ પ્રવીચારરૂપ છે. તેથી કહેવાય છે કે – સમિત નિયમા ગુપ્ત હોય, ગુપ્તમાં સમિતવ ભજનાઓ હોય છે. કુશલ વયનને બોલતો જે વયનગુપ્ત છે તે સમિત પણ હોય છે. નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું સ્વરૂપ આગળ કહીશું.
૧રર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દશ પ્રકારે શ્રમણ - સાધુ ધર્મ, ક્ષાંતિ આદિ, તે આગળ કહીંશું.
આ ગુપ્તિ આદિમાં જે શ્રમણોના યોગો - વ્યાપારોના સમ્યક પ્રતિસેવન, શ્રદ્ધા અને પ્રરૂપણા લક્ષણોનું જે ખંડન-દેશથી ભંગ અને જે વિરાધના - સંપૂર્ણ ભંગ - x - તે ખંડણા, વિરાધના દ્વારા આવેલ ચાસ્ત્રિના અતિચારનું અને આ જ્ઞાનાદિ ગોચર દૈવસિક અતિચારનું, અહીં સુધી ક્રિયાકાળ કહ્યો.
તેનું જ “મિચ્છા મિ દુક્કડ' આના દ્વારા નિષ્ઠાકાળ કહ્યો. મિચ્છ - હું આ દુકૃત્ - અકર્તવ્યનું પ્રતિક્રમણ કરું છું. અહીં આ સૂણ પર્શિકા ગાથા કહી છે – • નિર્યુક્તિ-૧૨3૧-વિવેચન :
પ્રતિષેધ કરેલું કરવું, કીધેલું ન કરવું, અશ્રદ્ધા કરી, વિપરીત પ્રરૂપણા કરી [. ચાર કારણે] પ્રતિકમણ હોય. – – નિવારીત એવા અકાલ સ્વાધ્યાયાદિના અતિયારોનું
સેવન કરે તો પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિકમણ - પાછા ખસવું તે. - આસેવનીય એવા કાલે સ્વાધ્યાયાદિને ન કરવા - અનાસેવન કરે, તો તેનું પ્રતિકમણ.
કેવલિ પ્રરૂપિત પદાર્થોની શ્રદ્ધા કરે તો પરિક્રમણ. વિપરીત પ્રરૂપણા એટલે અવ્યથા પદાર્થ કથનમાં પ્રતિકમણ.
આ ગાથા વડે યથાયોગે બધાં સૂત્રોને અનુસરવા જોઈ. તે આ રીતે - સામાયિક સૂત્રમાં પ્રતિષેધ કરાયેલા રાગ અને દ્વેષ, તે બંનેના કરવા તે કૃર્થ, તેનો નિગ્રહ - તેનું ન કરવું, સામાયિક છો મોક્ષનું કારણ છે. તેમાં શ્રદ્ધા. સમભાવ રૂપ સામાયિક છે એવી વિપરીત પ્રરૂપણામાં પ્રતિકમણ કરવું જોઈએ.
એ પ્રમાણે મંગલાદિ સૂત્રોમાં પણ યોજના કરવી. ચારે મંગલનો અહીં પ્રતિષેધ કરવો અને મંગલનો અધ્યવસાય કરવો ઈત્યાદિ પ્રકારે. એ રીતે ઓળથી અતિચારોનું પ્રતિક્રમણ કર્યું.
હવે આ જ વાત વિભાગથી કહે છે, તેમાં ગમનાગમનના અતિયારનું સૂત્ર - • સૂત્ર-૧૬ :
હું ઐયપિથિકી પ્રતિક્રમવાને ઈચ્છું છું. ગમનાગમન ક્રિયા દરમ્યાન થયેલ વિરાધનામાં [વિરાધના કઈ રીતે થઈ તે કહે છે –
જતા-આવતાં, મારા વકે કોઈ પણ કિસજીd], બીજ, હરિત [લીલી વનસ્પતિ, ઓસ ઝાકળ, કીડીના દર, સેવાળ, કીચડ કે કરોળિયાના જાળા વગેરે ચંપાયા હોય,
જે કોઈ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય [કઈ રીતે ?]
આ જીવો મારા વડે ઠોકરે મરાયા હોય, ધુળથી ઢંકાયા હોય, ભોંય સાથે પસાયા હોય, પરસ્પર તેના શરીર અફળાવાયા હોય, થોડા સમર્શિત થયા હોય, દુ:ખ ઉપજાવાયું હોય, ખેદ પમાડાયા હોય, ત્રાસ પમાડેલ હોય, એક સ્થાનેથી બીજ સ્થાને ફેરવાયા હોય કે તેમના પ્રાણોનો વિયોગ કરાયો હોય.
તે સર્વે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.