________________
અધ્ય૰ ૪/૨૧ નિ - ૧૨૭૧
હું પ્રતિક્રમું છું, ચાર ધ્યાન – આઈ, રૌદ્ર, ધર્મ અને શુકલથી (અર્થાત્) પહેલાં બે કરવાથી, છેલ્લા બે ન કરવાથી થતાં અતિચારોને.
• વિવેચન-૨૧ :
ત્રણ શલ્યોના કરવાથી થયેલા અતિચારોને હું પ્રતિક્રમુ છું. તે આ – માયાશલ્ય આદિ શલ્ય-દ્રવ્ય અને ભાવ બેદે છે. દ્રવ્યશલ્ય તે કાંટા આદિ. ભાવશલ્ય - આ માયાદિ છે. માયા એ જ શલ્ય-માયાશલ્ય. જે જ્યારે અતિયાર પામીને માયા વડે ન
આલોચે કે અન્યથા આલોયે, કે અભ્યાખ્યાન આપે, ત્યારે તે જ શલ્ય અશુભકર્મ બંધન વડે આત્માને શલ્પિત કરે છે, તેનાથી જે અતિચાર લાગે તે.
૧૨૯
નિદાન - દિવ્ય કે માનુષી ઋદ્ધિના દર્શન કે શ્રવણ વડે, તેની ઈચ્છાથી અનુષ્ઠાન કરવું તે જ શલ્ય અધિકરણ અનુમોદનથી આત્મશલ્ય વડે મિથ્યા-વિપરીત
દર્શન તે મિસ્યાદર્શન - મોહ કર્મના ઉદયથી થયેલ, તે જ શલ્ય, તે પ્રત્યય કર્માદાનથી આત્માને શલ્યિત કરે, તેનાથી. તેથી ફરી અભિનિવેશ મતિ-ભેદથી થાય છે.
માયાશલ્ય-રુદ્રનું દૃષ્ટાંત કહેવાશે. પાંડુઆનું કહ્યું.
નિયાણશલ્ય - બ્રહ્મદત્તનું કથાનક, તેના ચસ્ત્રિથી જાણવું. મિથ્યાદર્શનશલ્ય - ગોષ્ઠામાહિલ, જમાલિ આદિ, અભિનિવેશ મતિભેદી મિથ્યાત્વને પામ્યા. તેમાં આ બંને દૃષ્ટાંતો સામાયિકમાં કહ્યા અને ભિક્ષુ ઉપચક શ્રાવકની કથા આગળ કહીશું.
ત્રણ ગાવ વડે થયેલા અતિચારને હું પ્રતિક્ર છું. તેમાં ગારવ એટલે ગુરુપણાનો ભાવ તે ગૌરવ [અભિમાન કે મદ જેવું]. તે દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે – દ્રવ્યગૌરવ તે વજ્ર આદિ. ભાવગૌસ્વ તે અભિમાન અને લોભ વડે આત્માનો અશુભ ભાવ અર્થાત્ સંસાર ચક્રવાલમાં પરિભ્રમણ હેતુ કર્મનિદાન. તેમાં –
**
(૧) ઋદ્ધિ ગાવ :- નરેન્દ્ર આદિ પૂજ્ય આચાર્યાદિત્વ અભિલાષ લક્ષણથી, ગૌરવ - ઋદ્ધિ પ્રાપ્તિથી અભિમાન અને અપ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારથી આત્માનો અશુભ ભાવ તે ઋદ્ધિગૌરવ. (૨) રસગારવ - ઈષ્ટ રસની પ્રાપ્તિમાં અભિમાન, અપ્રાપ્તિમાં પ્રાર્થના દ્વારથી આત્માનો અશુભ ભાવ, તેના વડે. (૩) સાતા ગારવ - સુખસાતા પ્રાપ્તિમાં અભિમાન અને અપ્રાપ્તિમાં પ્રાર્થનાદ્વારથી આત્માનો અશુભ ભાવ, તેનાથી.
ઉદાહરણ - મથુરામાં આર્ય મંગુ આચાર્ય હતા. ઘણાં બધાં શ્રાવકો ત્યાં ઈષ્ટ રસ, વસ્ત્ર, શયન, આસનાદિ અધિક આપતા હતા. તે ત્રણે ગૌરવથી અતિ પ્રતિબદ્ધ થઈ ત્યાં કાળધર્મ પામ્યા. મથુરામાં નિર્ધમન માર્ગ - ખાળમાં તેઓ યક્ષ રૂપે ઉત્પન્ન થયા. યક્ષાયતનની સમીપથી ત્યાં સાધુઓ સંજ્ઞાભૂમિએ જતાં ચક્પતિમા પાસેથી નીકળતા. ત્યારે તે મંગુ યક્ષ લાંબી જીભ કાઢીને દેખાડતા. આ પ્રમાણે ઘણી વાર થતાં સાધુએ પૂછ્યું કે – આ શું છે ? ત્યારે મંગુ યક્ષ કહે તો કે હું જીભ વળે દુષ્ટ એવો તમારો મંગૂ આચાર્ય છું. અહીં ઉત્પન્ન થયો છું. તેથી તમે કોઈ પણ આ પ્રમાણે કરતા નહીં. તેથી હું જીભ દેખાડુ છું, તે જોઈને ઘણાં સાધુ ગારવરહિત થયા. હું ત્રણ વિરાધનાથી થયેલા અતિચારોને પ્રતિક્રમ છું. તે આ રીતે – જ્ઞાન
33/9
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વિરાધના આદિ. તેમાં વિરાધના એટલે કોઈ વસ્તુનું ખંડન, તે જ વિરાધના. જ્ઞાનવિરાધના - જ્ઞાન પ્રત્યેનીકતા આદિ રૂપ કહ્યું છે જ્ઞાન પ્રત્યેનીકતા, નિહત, અતિ આશાતના, તેમાં અંતરાય આદિ કરવાથી જ્ઞાનના અતિચારો લાગે છે. તેમાં પ્રત્યેનીકતા તે પાંચ પ્રકારના જ્ઞાનની નિંદણા. તે આ રીતે – આભિનિબોધિક જ્ઞાન અશોભન છે, તેને જાણનાર કદાચિત્ તે પ્રમાણે હોય, કદાચિત્ અન્યથા હોય. એ રીતે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાનનું અશોભનપણું કહેવું. કેવળજ્ઞાનમાં પણ સમય ભેદથી દર્શન-જ્ઞાન પ્રવૃત્તિના એક સમયમાં અકેવલપણે હોવાથી અશોભન જ છે.
નિહવ - અપલપ, બીજા પાસે ભણે અને બીજાનું નામ આપે. અતિ આશાતના - કાયા અને વ્રત તે જ છે, તે જ પ્રમાદો અને અપ્રમાદો છે. મોક્ષાધિકારીને જ્યોતિ યોનિ વડે શું કામ છે? ઈત્યાદિ સ્વાધ્યાયિક આદિને અંતરાય કરવા. અકાલ સ્વાધ્યાયાદિથી જ્ઞાનવિસંવાદ યોગ કરે.
૧૩૦
દર્શન–સમ્યગ્દર્શનની વિરાધના વડે અતિચાર થાય તે. આ પણ પાંચ ભેદે છે. તેમાં દર્શનપત્યનીતા ક્ષાયિકદર્શની પણ શ્રેણિક આદિ નકમાં ગયા એવી નિંદા વડે, નિહવ - દર્શન પ્રભાવનીય શાસ્ત્રની અપેક્ષાથી પૂર્વવત્ જાણવું. અતિ આશાતના - આ કલહ શાસ્ત્રોથી શું લાભ? અંતરાત્ પૂર્વવત્ શંકાદિ વડે દર્શન વિસંવાદ યોગ.
ચાસ્ત્રિ વિરાધના - વ્રત આદિ ખંડનરૂપથી અતિચાર.
ચાર કષાયો વડે થયેલ અતિચારોને હું પ્રતિકમું છું. તે આ રીતે – ક્રોધ, માન, માયા, લોભ કષાયો વડે. કાચનું સ્વરૂપ ઉદાહરણ સહિત નમસ્કાર મુજબ જાણવું. ચાર સંજ્ઞા વડે થયેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. તે આ રીતે આહાર સંજ્ઞા ઈત્યાદિ ચાર. તેમાં સંજ્ઞાન તે સંજ્ઞા. તે સામાન્યથી ક્ષાયોપશમિકી અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને ઔદયિકી છે. તેમાં આરંભની છે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય અને મતિભેદ રૂપ છે, તેનો અહીં અધિકાર નથી, બીજી સામાન્યથી આહાર સંજ્ઞાદિ લક્ષણ ચતુર્વિધ છે. આહાર સંજ્ઞા - આહારની અભિલાષા, તે ક્ષુધા વેદનીયના ઉદયથી ઉત્પન્ન તે આત્મ પરિણામ વિશેષ છે. તે વળી ચાર સ્થાનેથી ઉત્પન્ન થાય છે. તે આ રીતે – ખાલી પેટ થવાથી, ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી, મતિ વડે, તે હેતુથી ઉપયોગ વડે. તેમાં ‘મતિ આહારના શ્રવણાદિથી થાય છે. તેના હેતુથી ઉપયોગ તે આહારના સતત ચિંતનથી થાય છે, તે આહાર સંજ્ઞા વડે થયેલ અતિચાર વિશેષ.
ભય સંજ્ઞા - ભયનો અભિનિવેશ, ભયમોહનીયના ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાને ઉદ્ભવે - હીનસત્ત્વતા, ભય મોહનીયનો ઉદય, મતિ વડે, તદર્થોપયોગી.
મૈથુનસંજ્ઞા - મૈથુનની અભિલાષા. વેદ મોહનીય ઉદયથી થયેલ જીવ પરિણામ જ. આ પણ ચાર સ્થાનોથી ઉદ્ભવે છે, તે આ – ચિત્તમાંસલોહી વડે, વેદ મોહનીયના ઉદયથી, મતિથી, તદર્થોપયોગથી.
પરિગ્રહસંજ્ઞા – પરિગ્રહની અભિલાષા, તીવ્ર લોભોદરાથી ઉત્પન્ન આત્મ પરિણામ