________________
અધ્ય ૪, નિ - ૧૨૬૩
૧૧૩
૧૧૮
આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૩
હું પણ સર્પો વડે ખવાયો હતો. હવે જે આવા પ્રકારની ચરીને પાડે તો જીવતો થાય. જો નહીં પાળે તો જીવતો થયા પછી પણ ફરી મરી જશે. તે ચરીને હવેની ગાથામાં કહે છે –
• નિયુક્તિ-૧૨૬૪-વિવેચન :
આ પ્રમાણે હું પણ ચાર આશીવિષ ધોરપપ સર્ષોથી કરડાયો હતો. વિષનો નાશ કરવાને માટે હું વિવિધ પ્રકારે ઉપવાસ, છકે, અમ આદિ તપક્રિયાને સેવું છે.
• નિયુક્તિ-૧૨૬૫-વિવેચન :
હું પર્વતો, કાનન, મશાન, વ્યગૃહ અને વૃક્ષના મૂળોને સેવું છું. પાપસર્પોનો હું ક્ષણ માત્ર પણ વિશ્વાસ કરતો નથી. અહીં શૈલ-પર્વત કાનનÇરવતી વનો.
• નિયુક્તિ-૧૨૬૬-વિવેચન :
અતિ આહાર હું સહેતો નથી, અલપસ્નિગ્ધ ભોજન મને મળે એવું પણ નથી, કેમકે અતિ સ્નિગ્ધ કવિ પ્રચૂર શબ્દાદિ વિષયોને ઉદીરે છે. તેથી જેટલામાં સંયમ યાત્રા ચાલે, તેટલો જ આહાર કરું છું. વળી તે પણ પ્રકામ આહાર કરતો નથી.
• નિયુક્તિ-૧૨૬૭-વિવેચન :
પ્રાયઃ ચાકૃત હાર કે વિગઈ હિત આહારથી હું રહું છું જે કંઈ શોભન કે અશોભન ઓદનાદિ કરાયેલા આહાર હોય, ઉચ્છિત ધમ-તજવા યોગ્ય હોય, તેવા સાથ આહારથી નિવહિ કરું છું.
એ પ્રમાણે કિયાયુક્ત અને કિયાંતરના યોગથી ગુણો દશવિ છે – • નિયુક્તિ-૧૨૬૮-વિવેચન :
અલ્પ આહાર, ૫ બોલવું અને જે આ૫ નિદ્રાવાળો હોય, અલ્પ ઉપાધિ અને ઉપકરણ હોય, તેને દેવો પણ પ્રણામ કરે છે. આ પ્રમાણે જો નાગદત્ત વયનોને પાળે તો ઉભો થશે. કહે છે - આ પ્રમાણે જીવે તો પણ સારું જ છે. પછી તે પૂર્વાભિમુખ રહીને ક્રિયાને પ્રયોજવાની ઈચ્છાથી દેવ બોલે છે -
- નિર્યુક્તિ-૧૨૬૯-વિવેચન :
સિદ્ધોને નમસ્કાર કરીને સંસારસ્થને જે મા વૈધો છે - તેવા કેવલિ, ચૌદપૂર્વ આદિને નમસ્કાર કરીને હું સર્વ વિષ નિવારિણી દંડક્રિયા વિધાને કહીશ. તે આ છે
આ મહાત્માને સર્વ પ્રાણાતિપાત, અસત્ય વચન, અદતાદાન, બ્રહ્મ અને પરિગ્રહના પ્રત્યાખ્યાન થાય છે - સ્વાહા..
આ પ્રમાણે કહેવાથી નાગદત્ત ઉભો થયો, માતા-પિતાએ તેને બધી વાત કરી, નાગદત્તને શ્રધ્ધાન થઈ, પાછો દોડ્યો, પડી ગયો. ફરી પણ દેવે તે પ્રમાણે જ ઉભો કર્યો, ફરી નાગદત્ત દોડયો, ફરી પડ્યો. બીજી વખતે દેવે તેને વિષમુક્ત કરવાની ની પાડી દીધી. દેવને વિનવણી કરી ફરી નાગદત્તને ઉભો કરતાં તેણે બધું કબૂલ કર્યું. માતા-પિતાને પૂરીને તે દેવની સાથે ચાલ્યો. કોઈ વનખંડમાં પૂર્વભવો કહ્યો. ત્યારે તે બોધ પામ્યો અને પ્રત્યેકબુદ્ધ થયો. દેવ પણ પાછો ગયો.
એ પ્રમાણે નાગદત્તે તે કષાયોને જાણીને શરીરરૂપ કરંડીયામાં નાંખી દીધા અને ક્યાંય સંચરવા દીધા નહીં. એ પ્રમાણે તે ઔદયિક ભાવેને ન કરવાને માટે અમ્યુસ્થિત થયો. પ્રતિક્રમણ થયું. લાંબો શ્રમણપર્યાય પાળીને સિદ્ધ થયો. એ ભાવ પ્રતિક્રમણ.
કયા નિમિત્તે વારંવાર પ્રતિકમણ કરવું જોઈએ ? જેમ મધ્યના તીર્થકરના તીર્થમાં
સાધુ છે. તેની માફક કેમ કાર્ય પડતાં પ્રતિક્રમણ કરતાં નથી. આચાર્યએ કહ્યું કે - અહીં વૈધનું દૃષ્ટાંત છે – એક રાજાને તેનો પુત્ર અતિ પ્રિય હતો. તેણે વિચાર્યું કે – આને રોગ ન થાઓ. તે માટે કંઈક કરુ. તેણે વેધો બોલાવ્યા - મારા પુત્રની ચિકિત્સા કરો કે જેથી નીરોગી રહે તેઓ બોલ્યા : ચિકિત્સા કરીશું.
રાજાએ પૂછ્યું - તમારા યોગો કેવા છે ? એક બોલ્યો - જો રોગ હશે તો શાંત થશે, જો રોગ નહીં હોય તો નુકસાન કરશે. બીજો વૈધ બોલ્યો - જો રોગ હશે તો ઉપશાંત થશે, જો નહીં હોય તો ગુણ કે દોષ કંઈ કરશે નહીં, બીજો બોલ્યો - જો રોગ હશે તો ઉપશાંત થશે અને નહીં હોય તો વર્ણ, રૂપ, યૌવન અને લાવણ્યપણે પરિણમશે.
ત્રીજા વૈધને રાજાએ આજ્ઞા આપી, ઔષધોપચાર કર્યો.
એ પ્રમાણે આ પ્રતિકમણ પણ જો દોષ હોય તો વિશુદ્ધિ કરે છે, જો ન હોય તો શુદ્ધ ચાસ્ત્રિ શુદ્ધતર થાય છે.
પ્રસંગથી પ્રતિક્રમણ કર્યું. ધે અધ્યયન શબ્દાર્થે કહેવો જોઈએ, પણ તે બીજે કહેલ હોવાથી અહીં કહેતા નથી. નામ નિષ્પન્ન નિક્ષેપ પુરો થયો, હવે સૂકાલાપક નિક્ષેપનો અવસર છે, તે સૂગ હોય તો થાય. • x - તે સૂત્ર આ પ્રમાણે છે –
• સૂત્ર-૧૧ - કરેમિ ભંતે: X - X - X - સાવવ વોસિરામિ. • વિવેચન-૧૧ -
અધિકૃત સૂત્રની વ્યાખ્યા અને લક્ષણ યોજના સામાયિકવતુ જાણવી. આ સ્વસ્થાને જ સામાયિક અધ્યયનમાં કહેવાયેલ સૂત્ર છે, ફરી અહીં શા માટે કહો છો ? પુનરપ્તિ દોષ ન લાગે ? પ્રતિરોધ કરેલનું સેવન સમભાવસ્થ વડે જ પ્રતિક્રમવું જોઈએ, તેમ જણાવવા માટે છે અથવા જેમ વિષઘાતાર્થે મંત્રપદ ફરી બોલવામાં દોષ નથી, તેમ રગ રૂપી વિષ વડે હણાયેલાને પુનરુક્તિ દુષ્ટ છે.
રાગ વિષથી હણાયેલાને જે કારણે મંગલપૂર્વ પ્રતિક્રમવું જોઈએ તે કારણે સૂત્રકાર મંગલને કહે છે -
• સૂઝ-૧૨ :
ચાર પદાર્થો મંગલરૂપ છે - અરિહંત મંગલ છે, સિદ્ધો મંગલ છે, સાધુ મંગલ છે, કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ મંગલ છે.
• વિવેચન-૧૨ :
મંગલ શબ્દ પૂર્વે કહેલ છે. કયા ચાર પદાર્થો મંગલ છે? તે બતાવતા કહે છે - અરિહંત આદિ. (૧) અશોક આદિ આઠ મહા પ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તે અરહંત મંગલ છે. (૨) કમને બાળી નાંખવાથી સિદ્ધ થયેલા, તે સિદ્ધો મંગલ છે. (૩) નિર્વાણ સાધક યોગોને સાધે છે, માટે સાધુ, તે મંગલ છે. સાધુના ગ્રહણથી આચાર્ય, ઉપાધ્યાય ગ્રહણ કરેલા જ જાણવા. (૪) ધારણ કરે તે ધર્મ, જેનામાં કેવળજ્ઞાન વિધમાન છે તે કેવલી-સર્વજ્ઞ, તેમના વડે પ્રરૂપિત એવો જે શ્રત અને ચારિત્ર ધર્મ, તે મંગલ છે. આના વડે કપિલાદિના ધર્મનો વ્યવચ્છેદ જાણવો.
અરહંત આદિની મંગલતા તેમનાથી જ હિત મંગલથી સુખની પ્રાપ્તિ છે. તેથી