________________
અધ્ય૰૪, નિ - ૧૨૫૦,૧૨૫૧
૧૧૫
અનાસેવન રૂપથી, આશંસા રહિતપણે અધ્વર્ગના અભિલાષા વડે પ્રતિક્રમણ ન હોય. ભાવ પ્રતિક્રમણ વળી ત્રિવિધ ત્રિવિધે જાણવું. - ૪ - જે મિથ્યાત્વ આદિમાં ન જાય, ન જવા દે, ન અનુમોદે અને જે મન-વચન-કાયાથી કહેલ છે, તે ભાવ પ્રતિક્રમણ છે. મનથી પણ ન વિચારે કે – શાક્યાદિ ધર્મ સારો છે, વયનથી બોલે નહીં. કાયાથી
તેઓની સાથે નિશ્ચયોજન સંસર્ગ ન કરે. મનથી ચિંતવે પણ નહીં. આ ચરણકાદિ કેવા હોય ? વચનથી પણ ન પ્રવર્તાવ. કાયા વડે તે ચણકાદિને કંઈ આપે નહીં. કોઈ ‘ચણક' આદિ હોય તો તેનું અનુમોદન પણ ન કરે.
આ પ્રમાણે અસંયમાદિમાં વ્યાખ્યા કરવી.
અહીં મિથ્યાત્વાદિ વિષયક ભાવ પ્રતિક્રમણ કહ્યું. આ ભવનું મૂળ કષાયો છે. તેથી કહે છે – અનિગૃહિત ક્રોધ અને માન તતા વધતા એવા માયા અને લોભ આ સારે કષાયો પુનર્ભવના મૂળને સિંચવે છે.
હવે કષાય પ્રતિક્રમણનું જ ઉદાહરણ કહે છે – કોઈક બે સંયત [સાધુ] સંકેત કરીને દેવલોકે ગયા, આ તરફ એક નગરમાં એક શ્રેષ્ઠીની પત્નીએ પુત્ર નિમિત્તે નાગદેવતાના ઉપવાસ કર્યાં. નાગદેવીએ કહ્યું કે – તને દેવલોકથી આવીને પુત્ર થશે. ત્યાંથી એક દેવ ચ્યવીને તેને પુત્ર થયો. તેનું ‘નાગદત્ત' એવું નામ કર્યું. તે ૭૨-કળામાં વિશારદ થયો. તેને ગાંધર્વ અતિ પ્રિય હોવાથી ગંધર્વનાગદત્ત કહે છે. પછી તે મિત્રજાપરિવારાદિનું સુખ અનુભવે છે.
તેને મિત્ર દેવે ઘણો બોધ કર્યો, પણ તે બોધ પામતો જ નથી. ત્યારે તે દેવ અવ્યક્ત લિંગથી આ ન જાણે તેમ પ્રવ્રુજિત કરુ, એમ વિચારી તેની પાસે રજોહરણાદિ ઉપકરણ ન હતા. હાથમાં ચાર સર્પોનો કરંડીયો લઈને તે ઉધાનિકાની કંઈક નીકટથી પસાર થાય છે. તેના મિત્રોએ કહ્યું કે આ સર્પાક્રીડક છે. નાગદત્તે તેની પાસે જઈ પૂછ્યું – આમાં શું છે ? દેવ બોલ્યો સર્પો છે. ગંધર્વનાગદત્ત બોલ્યો – આપણે સર્વો વડે રમીએ, તું મારા સર્પ રમાડ, હું તારા સર્પને રમાડું. દેવ તેની સાથે રમવા લાગ્યો. નાગદત્ત સર્પો કરડવા છતાં દેવ ન મર્યો.
ગંધર્વ નાગદત્ત ઈર્ષ્યાથી બોલ્યો
-
હું પણ તારા સર્પો સાથે રમીશ. દેવે કહ્યું – તું મરી જઈશ જો આ નાગ કરડશે. મનાઈ કરવા છતાં ન માન્યો ત્યારે દેવે મંડલને આલેખીને ચારે દિશામાં કરંડીયા સ્થાપ્યા. પછી સર્વે સ્વજન, મિત્ર, પરિજનોને ભેગા કરીને તેમની સામે આ પ્રમાણે કહ્યું –
• નિયુક્તિ-૧૨૫૨-વિવેચન :
ગંધર્વ નાગદત્ત સર્પો સાથે રમવાને ઈચ્છે છે, આ સર્વે જો કોઈ પ્રકારે તેને કરડે, તો તેમાં તમારે મને દોષ ન આપવો. જે રીતે ચારે દિશામાં સ્થાપિત સર્પોનું માહાત્મ્ય જે કહ્યું. તે પ્રતિપાદન કરે છે –
• નિયુક્તિ-૧૨૫૩-વિવેચન :
તુરંતના ઉગેલા સૂર્ય જેવા નયનવાળો અર્થાત્ ક્તા, વિધુત્ લતા સમાન ચંચળ અગ્રજીભ વાળો, ઘોર, પ્રધાન વિષયુક્ત દાઢા વાળો, ઉલ્કાની જેમ પ્રજ્વલિત
રોષવાળો જે છે તે –
• નિયુક્તિ-૧૨૫૪-વિવેચન :
જે સર્પ વડે મનુષ્યને ડસાય તે કંઈજ કૃત કે અકૃતને જાણતો નથી, આ
(89)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૧૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કરંડકમાં અĚશ્યમાન એવું મૃત્યુ વર્તે છે, મૃત્યુનો હેતુ હોવાથી મૃત્યુ કહ્યું. આવું છે, તો તું કઈ રીતે પ્રધાન સર્પને પકડીશ? આ ક્રોધ સર્પ છે. સંયોજના સ્વબુદ્ધિથી કરવી. - X -
• નિયુક્તિ-૧૨૫૫-વિવેચન :
મેરુ ગિરિ જેવો ઉંચો - તેના સદંશ, આઠ ફણાવાળો - જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ ઈત્યાદિ આઠ તત્ત્વથી યમ - મૃત્યુના હેતુરૂપ, તે યમને લાવે તે યમલા - બે જીભોવાળો, દક્ષિણ દિશામાં કરંડીયામાં રહેલો આ સર્પ છે - ૪ - માનમાં પ્રવૃત્ત. માનના હેતુભૂત છે.
• નિયુક્તિ-૧૨૫૬-વિવેચન :
જો ઉપરોક્ત સર્પથી ડસાય, તો તે મનુષ્ય સ્તબ્ધ થઈ ઈન્દ્રને પણ તુચ્છ ગણે છે. આ મેરુ પર્વત જેવા મહાનાગને તું કઈ રીતે ગ્રહણ કરીશ. આ માન સર્પ છે. • નિયુક્તિ-૧૨૫૭-વિવેચન :
જેની ગતિ મૃદ્ધી અને સ્મીતા છે તેવી [-લીસી લયક] ગતિ વાળી, સ્વસ્તિક લંછનથી અંતિ ફણા-પતાકા વાળી માયારૂપી નાગણ, નિવૃતિ - આંતર વિકાર, કપટવેશ પરાવર્તાદિ બાહ્યા અને આ બંને વડે પંચનામાં કુશલ [એવી માયા નાગણી] • નિયુક્તિ-૧૨૫૮-વિવેચન :
ઉક્ત પ્રકારની રૌદ્ર નાગણી છે. તું સર્પ ગ્રહણ શીલ, ઔષધિ બલરહિત અને
અક્ષ છે. જ્યારે તે નાગણી ચિરસંચિત વિષવાળી અને ગહન વનમાં વસનારી છે.
• નિયુક્તિ-૧૨૫૯-વિવેચન :
તેણીના ડસ્યા પછી તારો વિનિપાત થશે. અલ્પ ઔષધિ બળ વાળો એવો તું
તારી પોતાની ચિકિત્સા કરી શકશે નહીં.
• નિયુક્તિ-૧૨૬૦-વિવેચન :
બધાંને અભિભવ કરનાર, બધે અનિવાહિતપણે હોવાથી મહાલય, પૂર્ણ પુષ્કરાવર્તની જેમ નિર્દોષ જેનો છે તેવો, કરંડીયામાં ઉત્તર પાર્શ્વમાં રહેલો, તેથી જ સર્વોત્તર એવો લોભ, લોભના હેતુભૂતપણે વ્યાવર્તે છે તેવો નાગ છે.
• નિયુક્તિ-૧૨૬૧-વિવેચન
--
જે મનુષ્યને તે નાગ ડસે છે, તે સ્વયંભૂરમણ માફક દુષ્ઠુર છે, બધાં વ્યસનોનો રાજમાર્ગ છે, તેને તું કઈ રીતે ગ્રહણ કરીશ. કેમકે તે પ્રધાન સર્પ છે. - આ લોભ
સર્પ કહ્યો.
• નિયુક્તિ-૧૨૬૨-વિવેચન :
આ તે ચારે પાપસૌં છે – ક્રોધ, માન, માયા, લોભ. જેના વડે સદા સંતપ્ત તાવની માફક ભુવન ભવજલધિમાં ઉકળે છે.
નિયુક્તિ-૧૨૬૩-વિવેચન :
-
જે આ ચાર આશીવિશ્વ સર્પો વડે કરડાય છે, તે અવશ થઈને નરકમાં પડનારો થાય છે, તેને કોઈ આલંબન રહેતું નથી કે જેથી નસ્કમાં ન પડે. આ પ્રમાણે જાણીને આનાથી મુક્ત રહેવું. તે નાગદત્તને કરડ્યા, પડી ગયો અને મરી ગયો. પછી દેવ કહે છે – રોકવા છતાં વાં રોકાયો. પૂર્વે કહેલ તેના મિત્રો-વૈધોએ ઔષધ આપ્યું. પણ કંઈજ ગુમ કરતો નથી, પછી તેના સ્વજનો પગે પડ્યા – “આને જીવાડો.” દેવ બોલ્યો – આ પ્રમાણે