________________
અધ્ય૪, નિં - ૧૨૪૨
ચિત્તમાં ધારીને પ્રતિપાદન કરતા કહે છે –
• નિયુક્તિ-૧૨૪૩-વિવેચન :
અવલોચન, આર્લયન, વિકટીકરણ, ભાવશોધી. આલોયના કરે તો આરાધના થાય, આલોચના ન કરે તો ભજના કહી.
૧૧૩
જેમ કોઈ નિપુણ માલાકાર, પોતાના બગીચામાં સદા બંને સંધ્યાએ અવલોકન કરે છે, શું પુષ્પો છે કે નથી? જોઈને તેનું આલુયન અર્થાત્ ગ્રહણ કરે છે. પછી વિકટીકરણ અર્થાત્ વિકસિત, મુકુલિત, અર્ધ મુકુલિત એવા ભેદથી વિભાગ કરે છે. = શબ્દથી પછી ગ્રંથન કરે છે. પછી ગ્રાહકો લે છે. પછી માળીને ઈચ્છિત અર્થ લાભ થાય છે અને શુદ્ધિ તે ચિત્તના પ્રસાદ લક્ષણરૂપ છે. વિપરીતકારી માલાકારને આ લાભ ન થાય.
એ પ્રમાણે સાધુ પણ ઉપધિની પડિલેહણાદિ વ્યાપાર કરે, ઉચ્ચારાદિ ભૂમિ પડિલેહણા કરી, કાયોત્સર્ગ સ્થાને સૂત્રાનુપ્રેક્ષા કરે. ગુરુની સમીપે રહીને દૈવસિક આવશ્યકના મુખવત્રિકાની પડિલેહણાદિ કરીને કાયોત્સર્ગમાં અવલોકન કરે છે, પછી આલુંચન-સ્પષ્ટબુદ્ધિથી અપરાધગ્રહણ કરે, પછી વિકટીકરણ - ગુરુ લઘુ અપરાધ વિભાગ કરે. પછી ગ્રંથન કરે. યથાક્રમે ગુરુને નિવેદન કરે. એમ કરતો ભાવશુદ્ધિ ઉપજાવે - ઔદયિક ભાવથી ક્ષાયોપશમિક પ્રાપ્તિ કરે એ પ્રમાણે આલોયનાથી આરાધના થાય. આલોયના વિના કદાચ આરાધના થાય, ક્દાય ન થાય. તે આ રીતે –
આલોચના પરિણત થઈ સમ્યક્ પ્રકારે ગુરુ પાસે જાય, પણ જો માર્ગમાં જ કાળ કરી જાય તો આરાધક થાય. પણ જો તેમ ન થાય અને ઋદ્ધિ ગારવ, બહુશ્રુતના મદથી જે દુશ્ચરિત્ર ગુરુને ન કહે, તે આરાધક ન થાય. એ રીતે આલોયનાદિ પ્રકારથી ઉભયકાળ નિયમથી જ પહેલા અને છેલ્લી તીર્થંકરના તીર્થમાં સાતિયાર કે નિરતિયાર સાધુઓ શુદ્ધિ કરવી. મધ્યમ તીર્થંકરના તીર્થમાં એવું નથી. અતિયારવાળા જ શુદ્ધિ કરે. નિયુક્તિ-૧૨૪૪-વિવેચન :
પહેલાં અને છેલ્લા તીર્થંકરનો સપ્રતિક્રમણ ધર્મ છે, મધ્યમ બાવીશ જિનોમાં કારણે પ્રતિક્રમણ હોય છે. પહેલા-છેલ્લામાં સાધુઓને ઈર્યાપથ જતાં, ઉચ્ચારાદિ વિવેકમાં, ઉભયકાળે અપરાધ થાય કે ન થાય, નિયમથી પ્રતિક્રમણ કરવું જોઈએ. કેમકે શઠત્વ અને પ્રમાદની બહુલતા છે. અજિતાદિ તીર્થંકરના સાધુને અશઠત્વ અને પ્રમાદરહિતત્વને
લીધે અપરાધ ઉત્પન્ન થાય ત્યારે જ પ્રતિક્રમણ હોય છે.
• નિયુક્તિ-૧૨૪૫-વિવેચન :
જે સાધુ જે પૂર્વાણ આદિ કાળમાં પ્રાપ્ત પ્રાણાતિપાતાદિમાં ત્યારે જ, તે સ્થાનનું, એકલા જ અથવા ગુરુની સન્મુખ મધ્યમ જિનના સાધુઓ પ્રતિક્રમણ કરે [શંકા] પ્રતિક્રમણમાં આ ભેદ કેમ? કે બીજા પણ ભેદ છે? હા, ભેદ છે. તે કહે છે –
• નિયુક્તિ-૧૨૪૬-વિવેચન :
મધ્યમના બાવીશ તીર્થંકરો સામાયિક સંયમ ઉપદેશે છે. જ્યારે સામાયિક ઉચ્ચરાવે, ત્યારે જ વ્રતોમાં સ્થાપે છે. છેદોપસ્થાપનિક ભગવંત ઋષભ અને ભગવંત વીરમાં છે અર્થાત્ પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં પ્રજ્યા માત્રથી સામાયિક સંયત થાય છે, જ્યાં સુધી તે શાસ્ત્ર પરિજ્ઞાને જાણે, એ પ્રમાણે પૂર્વે હતું. હવે છ જીવ નિકાયનો બોધ થાય ત્યાં સુધી છે, પછી સૂત્ર અને અર્થથી સમ્યક્ અપરાધ સ્થાનોને જાણે ત્યારે વ્રતોમાં સ્થાપે છે. એ નિરતિચારમાં, સાતિયારમાં મૂળ સ્થાનને પ્રાપ્તને પણ ઉપસ્થાપના કરે છે. - ૪ - ૪ - હવે 33/8
(c)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૧૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
જે 'સપ્રતિક્રમણ ધર્મ' કહ્યો, તે પ્રતિક્રમણને દૈવસિકાદિ ભેદથી નિરૂપે છે
• નિયુક્તિ-૧૨૪૭-વિવેચન :
પ્રતિક્રમણ દૈવસિક અને રાત્રિક તે ઈત્વરિક અને યાવત્કથિક છે. પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરિક ઉત્તમાર્થને માટે છે.
દૈવસિક-દિવસ સંબંધી આદિ ઈત્વર - અલ્પકાલિક તે દિવસ આદિ સંબંધી જ, યાવત્કથિક - વ્રતાદિ રૂપ ચાવજીવિક. પાક્ષિક - પક્ષ અતિયારથી નિવૃત્ત. [શંકા] આત્માની દૈવસિક શુદ્ધિ કર્યા પછી પાક્ષિકાદિ શા માટે? [સમાધાન] અહીં ગૃહનું દૃષ્ટાંત છે - જેમ ઘરની પ્રતિદિવસ શુદ્ધિ કરાયા છતાં પણ પક્ષની સંધિમાં સવિશેષ શોધિત કરાય છે, તે પ્રમાણે અહીં પણ જાણવું જોઈએ. એ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક પણ જાણવું ઉત્તમાર્થ - ભક્ત પ્રત્યાખ્યાનમાં પ્રતિક્રમણ થાય છે. હવે યાવત્કથિક પ્રતિક્રમણ કહે છે –
• નિયુક્તિ--૧૨૪૮-વિવેચન :
પાંચ મહાવ્રત - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ. ઉપલક્ષણથી રાત્રિભોજન નિવૃત્તિરૂપ છઠ્ઠું. પહેલાં અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં છે. ‘ચાતુર્યમ' - નિવૃત્તિ ધર્મ જ અને ભક્ત પરિજ્ઞા, = શબ્દથી ઇંગિનીમરણ આદિ પહેલા અને છેલ્લા તથા મધ્યના બાવીશે તીર્થંકરોમાં યાવત્કથિક હોય છે. આ યાવત્કથિક અનેક ભેદ ભિન્ન પ્રતિપાદિત છે. ઈત્વકથિક પણ દૈવસિકાદિ ભેદે પ્રતિપાદિત જ છે. ફરી ઈત્વરને જણાવતાં કહે છે –
• નિયુક્તિ-૧૨૪૯-વિવેચન :
મૂત્ર, મૂળ, બળખાં, નાકનો મેલ આ બધાંના ત્યાગમાં સામાન્યથી પ્રતિક્રમણ હોય છે. તેમાં વિશેષ આ – મળ અને મૂત્રને વોસિરાવીને ઈર્યા પ્રતિક્રમે છે. માત્રકમાં વ્યુત્સર્જન કરે તો ન પ્રતિક્રમે, પણ જે સાધુ માત્રકને પરઠવે છે, તે નિયમથી પ્રતિકમે જ છે. બળખાં કે નાકના મેલ આદિનો ત્યાગ કરે તેમાં મિત્યાદુષ્કૃત આપે છે. આભોગ અર્થાત્ જાણતાં, અણાભોગ-અજાણતા, સહસાકરણમાં પ્રતિક્રમણ.
પડિલેહી કે પ્રમાર્જીને, ભોજન-પાન વોસિરાવીને, વસતિના કચરાદિનો ત્યાગ કરતાં નિયમથી સાધુ પ્રતિક્રમણ કરે. સો હાથથી આવીને કે જઈને, મુહૂર્ત માત્ર જ્યાં રહે, માર્ગમાં જતા, નદી ઉતરતાં પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ દ્વાર કહ્યું.
હવે પ્રતિક્રાંતવ્યને કહે છે તે ઓધથી પાંચ ભેદે છે –
• નિયુક્તિ-૧૨૫૦,૧૨૫૧-વિવેચન :
મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાયો અને પ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ, ચતુર્વિધ સંસારનું પ્રતિક્રમણ અનુક્રમે હોય છે. ભાવ પ્રતિક્રમણ ત્રિવિધ ત્રિવિધે જાણવું. અહીં મિથ્યાત્વ - મિથ્યાત્વ મોહનીય કર્મના પુદ્ગલ યુક્ત આત્મ પરિણામ વિશેષ. અર્થાત્ જે આભોગ, અનાભોગ અને સહસાત્કારથી મિથ્યાત્વમાં જવું તેનું પ્રતિક્રમણ. અસંયમ વિષય પ્રતિક્રમણ, ગવમ - પ્રાણાતિપાતાદિ લક્ષણ. વાવ - ક્રોધ આદિ ચારનું પ્રતિક્રમણ, અશોભન એવા મન, વચનક, કાય સ્વરૂપ યોગોનું પ્રતિક્રમણ. સંસરવું તે સંસાર - તિર્યંચ, નાક, મનુષ્ય, દેવ ભવના અનુભવવા રૂપ તેનું પ્રતિક્રમણ.
નાકાયુના જે હેતુઓ મહારંભાદિ છે, તેનો આભોગથી, અનાભોગથી કે સહસાત્કારથી જે વર્તવું કે અન્યથા પ્રરૂપણા, તેનું પ્રતિક્રમણ આ પ્રમાણે તિર્યંય, મનુષ્ય અને દેવમાં પણ જાણવું. વિશેષ એ કે મનુષ્ય અને દેવમાં શુભ હેતુઓ વડે, માયાદિના