________________
અધ્ય૪, નિં - ૧૨૪૦
સિદ્ધિને પામે છે.
-
એક રાજાએ પરસૈન્યને
ભાવ આપત્તિમાં યતના વડે વર્તે છે, તે સંયમ વિરાધ્યા વિના (૪) હવે વારણામાં વિષભોજન તળાવનું દૃષ્ટાંત છે દૂરથી આવતું જાણીને ગામમાં દુધ, દહીં, ભક્ષ્ય, ભોજ્ય આદિમાં ઝેર ભેળવે છે. જે મીઠા પાણીના વાવ અને તળાવાદિ છે તેમાં પણ, જે વૃક્ષો પુષ્પ અને ફળો યુક્ત છે. તેમાં પણ વિષ ભેળવી ભાગી ગયો. બીજો રાજા આવ્યો. તેણે બધું વિષભાવિત જાણીને સૈન્યમાં ઘોષણા કરાવી કે જે આ ભક્ષ્ય-ભોજન કરશે, તળાવાદિનું મીઠું પાણી પીશે, આ વૃક્ષના પુષ્પ-ફળ આદિના ઉપભોગ કરશે, તે મરશે. માટે આ ક્ષાર વાળું કટુક દુર્ગંધી પાણીનો ઉપભોગ કરવો. જેટલાં આ ઘોષણા સાંભલીને અટક્યા, તે જીવ્યા, જે ન અટક્યા [વિરમ્યા] તેઓ મર્યા. આ દ્રવ્ય વારણા.
૧૦૯
-
ભાવ વારણા - આ દૃષ્ટાંતનો ઉપનય લેવો. રાજાને સ્થાને તીર્થંકરે વિષયુક્ત અન્ન, પાન સમાન વિષયો છે તેમ કહીને વારણ કર્યુ. તેમાં જેઓ આસક્ત થાય છે, તેઓ ઘણાં જન્મ-મરણોને પામશે. જેઓ તેમાં આસક્ત નહીં થાય, તેઓ સંસારનો પાર પામશે. (૫) હવે નિવૃત્તિમાં બે કન્યામાં પહેલાં કોલિક કન્યાનું દૃષ્ટાંત કહે છે કોઈ એક નગરમાં કોલિક હતો. તેની શાળામાં ધૂતોં આવેલા. તેમાં એક ધૂર્ત મધુર સ્વરથી ગાતો હતો. તે કોલિકની પુત્રી તેની સાથે પ્રેમમાં આસક્ત થઈ. તેણીને ધૂર્તે કહ્યું – આપણે નાસી જઈએ, જેથી કોઈ ન જાણે. તે કન્યા બોલી - મારી સખી રાજકન્યા છે, તેની સાથે મારે સંકેત છે કે આપણે બંને એકની પત્ની થઈશું. તેથી હું રાજકન્યા વિના એકલી ન આવું. ધૂર્ત બોલ્યો રાજકન્યાને પણ સાથે લઈ લો. તેણીને કહ્યું, તેણીએ હા પાડી. સવારમાં ભાગી છૂટ્યા. ત્યાં કોઈક બોલ્યું – જો કુત્સિતા કર્ણિકાર વૃક્ષ વિશેષો પુષ્પિત થવા સમર્થ નથી. જો નીચકો કુત્સામાં પણ અશોભન કાર્ય કરે, તો તારે શું કરવાનું? અર્થાત્ સજ્જનોને આમ કરવું ઉચિત નથી.
આ પ્રમાણે સાંભળીને રાજકન્યા વિચારે છે - આ ચૂત [આમ] વસંતમાં ઉપલબ્ધ થાય, જો કર્ણિકાર જેવા ચૈત્ય વૃક્ષો પુષ્પિત થાય તે ઉત્તમે પુષ્પિકા થઈને શું? તે અધિકમાસ ઘોષણા ન સાંભળી અહો તે સારું કહ્યું - જો કોલિકી આવું કરે તો મારે શું કરવું? તેથી રાજકન્યા બોલી કે હું રત્નનો ડાબલો ભૂલી ગઈ, એ પ્રમાણે છળ કરીને પાછી ચાલી ગઈ અર્થાત્ પ્રતિનિવૃત્ત થઈ. તે દિવસે સામંતરાજપુત્ર રાજાને શરણે આવેલો હતો. રાજાએ તેને આ કન્યા પરણાવી દીધી. ઈષ્ટ થયું. તેણે સસરા સાથે અગ્ર દાયાદને જીતીને રાજ્ય મેળવ્યું. રાજકન્યા તેની મહાદેવી થઈ આ દ્રવ્ય નિવૃત્તિ કહી. ભાવ નિવૃત્તિમાં આ દૃષ્ટાંતનો ઉપનય છે
-
-
કન્યાના સ્થાને સાધુ છે. ધૂર્ત તે વિષયોમાં આસક્ત, ગીતને સ્થાને આચાર્ય વડે અનુશિષ્ટ નિવૃત્ત તે સુગતિ પામ્યા. બીજા ક્રુગતિ પામ્યા.
બીજું દૃષ્ટાંત દ્રવ્ય-ભાવ નિવૃત્તિમાં કહે છે – એક ગચ્છમાં એક તરુણ ગ્રહણધારણ સમર્થ હતો, તેથી તેને આચાર્ય બનાવેલ. કોઈ દિવસે તે અશુભ કર્મના ઉદયથી દીક્ષા છોડવાના વિચારે નીકળી ગયા. જતાં-જતાં ગીતને સાંભળ્યું. તેણે મંગલ નિમિત્તે તેમાં ઉપયોગ મૂક્યો. તેમાં તરુણ શૂર યુવાનો આ ગીત ગાતા હતાં - સમર્થ પુરુષે પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવો અથવા રણભૂમિમાં મરી જવું, પણ અસમાન લોકોના ઉલ્લાપો સહન કરવા નહીં કે જે કૂળમાં જન્મ્યા છે ત્યારે કોઈ મહાત્મા આ સંવાદ બોલ્યા લજ્જા એ ગુણ સમુદ્રની માતા છે, જાનીની જેમ આર્યોને અતિ શુદ્ધ હૃદયથી અનુવર્તમાન
(55)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
છે. ઈત્યાદિ - ૪ -
ગીતિકાનો ભાવાર્થ એવો છે કે – કેટલાંક પ્રાપ્ત યશવાળા, સ્વામી વડે સન્માનિત, વિરતાથી રણમાં સુભટોને પ્રહાર કરતા નાશ પામે, કોઈ સ્વપક્ષના યશના આશ્રિત સ્ખલના પામે છે. તે સાંભળીને પ્રતિનિવૃત્ત થાય, ઈત્યાદિ - ૪ -. આ ગીતિકાનો અર્થ સાંભળીને તે સાધુને ચિંતા થઈ. આ પ્રમાણે સંગ્રામ સ્થાને પ્રવ્રજ્યા છે, જો તેનાથી પરાભૂત થાય તે અસદેશ લોકો વડે હેલના પામે. આ સાધુ પાછો આવેલ છે.
૧૧૦
તે પ્રતિનિવૃત્ત થયો, આલોચના - પ્રતિક્રમણાદિથી પાછા ફર્યા.
(૬) હવે નિંદામાં બે કન્યામાં બીજી કન્યા ચિત્રકારપુત્રીનું દૃષ્ટાંત - એક નગરમાં રાજા હતો. બીજા રાજાને ચિત્ર સભા છે, મારે નથી એમ જાણીને મહા મોટી ચિત્રસભા કરાવીને ચિત્રકારોના સમૂહને સોંપી. તેઓ ચિત્રો કરતા હતા. તેમાં એક ચિત્રકારની પુત્રી ભોજન લઈને આવે છે. રાજા રાજમાર્ગે અશ્વ દોડાવતો જતો હતો. તે ડરીને નાસી ગઈ, કોઈ રીતે બચીને નીકળી ગઈ. ત્યારે તેનો પિતા પણ શરીર ચિંતાર્થે ગયેલો. તે કન્યાએ ત્યાં ભોંયતળીયે રંગોવડે મોરનું પીળું બનાવ્યું. રાજા પણ ત્યાં એક્લો ફરતો હતો. ચિત્રકારપુત્રી ત્યાં અન્ય ચિત્તે રહેલી હતી. રાજાની ત્યાં દૃષ્ટિ ગઈ, મોરપીંછું લેવા માટે તેણે હાથ લંબાવ્યો. નખ ભટકાતા દુઃખી થયો.
-
તે વખતે ચિત્રકારપુત્રી હસીને બોલી – ત્રણ પાયા વડે આણંદક ન રહે જ્યાં સુધી ચોથો [પાયો] શોધતા તમે મળી ગયા. રાજાએ પૂછ્યું – કઈ રીતે? તેણી બોલી હું પિતા માટે ભોજન લાવતી હતી ત્યારે એક પુરુષ રાજમાર્ગમાં ઘોડાને દોડાવતો આવતો હતો, તેને એટલી ભાન નથી કે ક્યારેક કોઈકને મારી નાંખશે. હું મારા પુણ્યથી જીવું છું, આ એક પાયો. બીજો પાયો રાજા, તેણે ચિત્રકારો પાસે ચિત્રસભા વિસ્યાવી. તેમાં એકૈક કુટુંબમાં ઘણાં ચિત્રકારો છે, મારા પિતા એકલા છે. તેમાં પણ તેને જ ભાગ આપ્યો, ત્રીજો પાયો મારા પિતા, જ્યારે હું ભોજન લઈને આવું છું તે ઠંડુ થઈ જશે. એમ વિચાર્યા વિના અત્યારે જ શરીર ચિંતાર્થે જાય છે.
રાજા બોલ્યો – હું ચોથો પાયો કઈ રીતે? ચિત્રકારપુત્રી બોલી બધાં પણ પહેલા વિચારે કે અહીં મોર ક્યાંથી આવે ? કદાચ આવી પણ જાય તો પણ ક્યાંક નજરે તો ચડેને? રાજા બોલ્યો સાચી વાત, તે મૂર્ખ છે. રાજા ગયો. પિતાએ જમી લેતા તેણી ઘેર ગઈ. રાજાએ તેણી સાથે લગ્ન કરવા માંગુ મોકલ્યું. ચિત્રકાર બોલ્યો – અમે તો દરિદ્ર છીએ. અમારાથી રાજાની સપરિવાર પૂજા કઈ રીતે થાય? રાજાએ તેમનું ઘર દ્રવ્યથી ભરી દીધું. ચિત્રકાર પુત્રી પરણીને રાજમાર્ગમાં ગઈ.
તેણીએ દાસીને શીખવાડ્યું કે રાજા સુવા આવે ત્યારે તારે કહેવું હે સ્વામિની ! જ્યાં સુધી રાજા આવે ત્યાં સુધી કંઈક વાર્તા કહો. [રાજા આવ્યો, તે પ્રમાણે દાસી બોલી.] ચિત્રકાર પુત્રી કથા કહે છે – એક કન્યા હતી. એકસાથે ત્રણ વર તેને પરણવા આવ્યા. દાક્ષિણ્યથી માતા-પિતાએ ત્રણેને આપી. તે રાત્રે સર્પ ડંસથી કન્યા મૃત્યુ પામી. એક તેની સાથે બળી ગયો. એકે અનશન કર્યું. એકે દેવને આરાધ્યો. દેવે તેને સંજીવન મંત્ર આપ્યો. તેણી જીવતી થઈ. તે ત્રણે પણ ઉપસ્થિત થયા, કન્યા કોને આપવી? શું એકને, બેને કે ત્રણેને આપવી શક્ય છે?
ત્યારે તેણી બોલી, હવે નિદ્રા આવે છે, કાલે કહીશ.
તે વાર્તાના કુતૂહલથી બીજી દિવસે પણ રાજાએ તે રાણીનો જ વારો રાખ્યો.
-
-