________________
અધ્ય૰ ૩, નિ - ૧૧૭૧
દૃષ્ટાંત કહે છે –
• નિયુક્તિ-૧૧૭૨-વિવેચન :
CE
અહીં આલંબના બે ભેદે છે – દ્રવ્યાલંબન અને ભાવાલંબન. તેમાં ખાઈ આદિમાં પડતાને જે આલંબનરૂપ થાય તે દ્રવ્યાલંબન છે. તે પણ બે પ્રકારે - પુષ્ટ અને અપુષ્ટ. તેમાં પુષ્ટ તે કુશ-વચ્ચકાદિ દુર્બળ છે અને પુષ્ટ તે બળવાન્ કઠિન વલ્લિઆદિ છે. ભાવાલંબન પણ પુષ્ટ-પુષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં અપુષ્ટ તે જ્ઞાનાદિ અપકાસ્ક અને તેનાથી વિપરીત તે પુષ્ટ. તે આ રીતે હું કરીશ અથવા ભણીશ. તપ અને ઉપધાનમાં ઉધમ કરીશ, ગણની નિત્ય સારણા કરીશ. આવા આલંબનને સેવનાર મોક્ષને પામે છે. એ પ્રમાણે રહીને આલંબન સહિત વર્તે છે, તે સાલંબન. આ પણ આત્માને દુર્ગમાદિમાં પડતાં અટકાવે છે કેમકે પુષ્ટાલંબન પ્રભાવ છે. એ પ્રમાણે સેવવું તે પ્રતિસેવના. ઉક્ત સાલંબન સેવા સંસારગર્તામાં પડતાને અટકાવે છે. (કોને ?) યતિ કે જે અશઠભાવ - માયા સ્થાનરહિત હોય તેને.
હવે સાધી શકવાના અર્થથી વ્યતિરેકને દર્શાવે છે –
• નિયુક્તિ-૧૧૭૩-વિવેચન :
આલંબનહીન વળી સ્ખલિત થઈને પડે છે. ક્યાં ? દુઃખે ઉતરી શકાય તેવી ગર્તામાં, એ પ્રમાણે નિષ્કારણ સેવી સાધુ પુષ્ટ આલંબન રહિત અગાધ એવી ભવરૂપ ગર્તામાં પડે છે. આનું અગાધત્વ તે દુ:ખે ઉત્તરી શકવાના સંભવથી છે. સપ્રસંગ દર્શનદ્વાર પૂર્ણ થયું.
હવે ‘નીજ આવાસ”નો અવસર છે. તેનો સંબંધ કહેવાઈ ગયો છે તે કંઈક યાદ કરીએ છીએ. અહીં જે રીતે ચારિત્રરહિતો એકલા જ્ઞાનદર્શન પક્ષનું આલંબન કરે છે. એ પ્રમાણે નિત્યવાસાદિ પણ જાણવા.
નિર્યુક્તિ-૧૧૭૪-વિવેચન
•
જે શીતલવિહારી સાધુઓ અનિત્ય વાસાદિમાં જે કાળે ભગ્ન થઈ, અન્ય સ્થાને જવાને માટે અસમર્થ થઈ - સારા સ્થાનમાં જવા શક્તિમાનૢ ન થઈને એવી ઘોષણા કરે છે કે – અમારા વડે જે અંગીકાર કરાયેલ છે, તે વર્તમાનકાળને આશ્રીને પ્રધાન જ
છે, અહીં સાર્થનું દૃષ્ટાંત છે -
-
જેમ કોઈ સાથે પ્રવિરલ જળ અને વૃક્ષની છાયાને માર્ગમાં પામ્યા. ત્યાં કેટલાંક પુરુષો પરિશ્રાંત થઈ પ્રવિલ છાયામાં અથવા પાણી વડે આસક્ત થઈ ત્યાં રહેલા. બીજાને બોલાવીને કહે છે – આવો આ જ પ્રધાન છે. તે સાર્થમાં કેટલાંકે તેમની વાતને સ્વીકારી, કેટલાંકે ન સ્વીકારી. જેમણે સ્વીકાર્યું તે ભુખ-તરસ આદિ દુઃખોના ભાગી થયા. જેમણે ન સાંભળ્યુ તે જલ્દી પ્રતિબદ્ધ થઈ માર્ગના મુખે જઈને શીતળ જળ અને છાયાના ભાગી થયા. જેમ તે પુરુષો વિષાદ પારમ્યા, તેમ પાર્શ્વસ્થાદિ વિષાદ પામે છે. જેમ તેઓ નીકળી જવાથી સુખી થયા, તેમ સુસાધુઓ સુખી થાય છે. હવે જે કહ્યું – આને 'પ્રધાન' ઘોષણા કરે છે, તે દર્શાવે છે – • નિયુક્તિ-૧૧૭૫-વિવેચન :
નિત્યવાસકલ્પ, ચૈત્યોમાં ભક્તિ, કુલકાર્યાદિ પરિગ્રહ, આર્થિકા-સાધ્વી દ્વારા લાભ, દુધ વગેરે વિગઈઓમાં આસક્ત, નિર્દોષ પ્રેરિત કહે છે. [શંકા] નિત્યાવાસ
વિહારમાં સદોષ પ્રેરિત હોવા છતાં તેને નિર્દોષ કેમ કહો છો ? તે જણાવે છે.
(45)
(1-1008d)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
• નિયુક્તિ-૧૧૭૬-વિવેચન :
જ્યારે ગામ, આકર, નગર, પત્તનાદિમાં ભ્રમણ કરતાં સર્વથા શ્રાંત થાય-થાકે, તો કેટલાંક નષ્ટ નાશક નિત્યવાસી - બધાં જ નહીં, તેઓ સંગમ સ્થવિર આચાર્યનું
આલંબન આગળ ધરે છે. કઈ રીતે?
EO
• નિયુક્તિ-૧૧૭૭-વિવેચન :
- કોલ્લેર નગરમાં સંગમ નામે સ્થવિર
તે સંગમ સ્થવિર કોણ? તે કહે છે હતા. દુર્ભિક્ષમાં તેણે સાધુઓને વિસર્જિત કર્યા. તેઓ તે નગરને નવ ભાગમાં વહેંચી પરીક્ષીણ જંઘાબળથી વિચરતા હતા. ત્યાંના નગરદેવતા ઉપશાંત થયા. તેમનો શિષ્ય દત્ત નામે હતો, તે ઘણાં કાળે આવ્યો. તે દત્ત સંગમ સ્થવિરને નિત્યવાસી છે તેમ જાણીને તેમની વસતિમાં પ્રવેશતો નથી. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક થઈ ચાલતા સંક્લેશ પામે છે. આ વૃદ્ધ છે, શ્રાદ્ધકુળ દેખાડશે નહીં. કોઈ શ્રેષ્ઠી કુળમાં બાળક રડતો હતો. તે છ માસ થયા રડવાનું બંધ કરતો ન હતો. આચાર્યએ ચપટી વગાડી, ‘રડ મા' એમ કહ્યું. વ્યંતરીએ તે બાળકને છોડી દીધો. તેઓએ સંતુષ્ટ થઈને ગૌચરી આદિથી ઈચ્છાનુસાર પ્રતિલાભિત કર્યા. પછી દત્તને વિદાય આપી કહ્યું - આટલા તે કુળો છે, આયાર્ય લાંબોકાળ ભ્રમણ કરી અંત-પ્રાંત ભિક્ષા લઈને આવ્યા.
આવશ્યક આલોચના કાળે આચાર્યએ કહ્યું – આલોચના કર. દત્ત સાધુ બોલ્યા, તમારી સાથે જ ગૌચરી આવેલો. તે બોલ્યા તેં ધાણીપિંડ ખાધેલ છે. આ અતિ સૂક્ષ્મ છે, એમ કહીને બેઠો. દેવતાઓ અર્ધરાત્રિમાં વર્ષા અને અંધકાર વિપુર્વી દત્તની હીલના કરી. આયાર્યએ કહ્યું – અંદર આવ. દત્ત બોલ્યો અંધારી છે. આચાર્યએ આંગળી દેખાડી, તે પ્રજ્વલિત થતી હતી. તેનાથી આવર્જાઈને આલોચના કરે છે. આચાર્યએ પણ વસતિના કરેલા નવ ભાગ કહી બતાવ્યા. એ પ્રમાણે બધાં મંધર્મીને આ પુષ્ટ આલંબન નથી.
• નિયુક્તિ-૧૧૭૮-વિવેચન
દુર્ભિક્ષમાં શિષ્યોનું ગમન, તથા તેનો જ પ્રતિબંધ - અરાગ અને અજંગમત્વવૃદ્ધત્વ, તે જ ક્ષેત્રમાં વિભાગ કરવા, આ આલંબન જાળને આલોયતા નથી, પણ એક ક્ષેત્રમાં વાસ છે તેવું મંદબુદ્ધિઓ માને છે.
-
-
નિત્યાવાસ વિહાર દ્વાર કહ્યું, હવે ચૈત્યભક્તિદ્વાર –
• નિર્યુક્તિ-૧૧૭૯-વિવેચન :
ચૈત્ય, કુલ, ગણ, સંઘ કે અન્ય કોઈની નિશ્રા કરીને અર્થાત્ આલંબન કરીને, કઈ રીતે? અહીં કોઈ ચૈત્યાદિ પ્રતિજાગરક નથી તેથી અમે અસંયમ સ્વીકારેલ છે, જેથી ચૈત્યાદિનો વ્યવચ્છેદ ન થાય અથવા આર્ય વજ્રની નિશ્રા કરીને તે અસંયમને ન મંદધર્મી સેવે છે.
• નિયુક્તિ-૧૧૮૦-વિવેચન :
વજ્રસ્વામીએ કઈ રીતે ચૈત્ય પૂજા કરી? તેથી તે પણ સાધુને મોક્ષના અંગ સમાન છે, આનો ભાવાર્થ કથાનકથી જાણવો, જે પૂર્વે કહેલ છે. તેથી મંદબુદ્ધિઓ વજ્રસ્વામીનું આલંબન કરીને આ વાત જોતા નથી -
• નિયુક્તિ-૧૧૮૧-વિવેચન :
શાક્યાદિ દ્વારા અપભ્રાજના અને સ્વતીર્થની ઉદ્ભાવના તથા શ્રાવકોનું વાત્સલ્ય,