________________
અધ્ય ૩, નિ - ૧૧૮૧
૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(46)
(PROOF-1)
આ બધાં આલંબનોને જોતો નથી, પૂર્વોપયિત પુષ્પના મહિમાને - કુસુમ વડે યાત્રાને ગણતો નથી.
ચૈત્યભક્તિદ્વાર ગયું. હવે આર્થિકાલાભ દ્વાર કહે છે – • નિયુક્તિ-૧૧૮૨-વિવેચન :
સાદવીઓ દ્વારા થતો લાભ, તે આર્થિકાલાભ, તેમાં આસક્ત, પોતાના લાભથી જે અસંતુષ્ટ, મંદધર્મી, ભિક્ષાચયથી ભગ્ન થતુ ભિક્ષાર્થે ભ્રમણથી કંટાળેલા, સુસાધુ વડે પ્રેરિત છતાં આ તપસ્વીને અભક્ષ્ય છે, એમ કહી અર્ણિકાપુત્ર આચાર્યના આલંબનને બતાવે છે.
• નિયુક્તિ-૧૧૮૩-વિવેચન :
પુપચૂલા સાધ્વી દ્વારા લેવાતા ભોજન અને પાન અણિકાપુગાયાયં વાપરતા હતા, તે તે જ ભવે આંતકૃતુ કેવલી થયા. આનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે યોગસંગ્રહમાં કહેશે. તે મંદમતિઓ આ આલંબન કરતાં આ બીજું જોતાં નથી.
શું ? તે કહે છે -
નિયુક્તિ-૧૧૮૪-વિવેચન :
દુર્મિક્ષ હોવાથી તેમના શિષ્યગણને વિસર્જિત કરેલ, સ્વયં ભિક્ષા માટે અસમર્થ હતા. વૃદ્ધ હતા. આ બધું વિચારતા નથી. પણ સમર્થ અને સહાયાદિ ગુણયુક્ત એવા તે શઠ-માયાવી સાધ્વી દ્વારા લાવેલના લાભને ઈચ્છે છે. આર્થિક લાભ દ્વાર પૂરું થયું. હવે વિગતિ દ્વાર કહે છે –
નિયુક્તિ-૧૧૮૫-વિવેચન :
ઓદનાદિ ભોજન કે દ્રાક્ષ પાનાદિ ભોગવીને - વાપરીને લોલુપ બનેલા, વિગઈ સંપર્કના દોષથી પાપથી પ્રછાદિત થઈ ઉદાયન ગાષિનું દૃષ્ટાંત આગળ ધરે છે. -૦અહીં વિકૃતિભીત કે વિકૃતિગત જે કંઈ સાધુ ખાય છે તે વિકૃતિ-વિગઈ વિકાર કરવાની સ્વભાવવાળી છે અને વાર વિગતિમાં સાધુને લઈ જાય છે. આ પ્રમાણે કોઈ સાધુને પ્રેરણા કરાતા, તે ઉદાયન ઋષિનું આલંબન આગળ ધરે છે. તે આ પ્રમાણે -
વીતભયનગરમાં ઉદાયન રજાએ યાવતું દીક્ષા લીધી. તેને ભિક્ષા આહારનો રોગ થયો. વૈધે તેને દહીં ખાવાનું જણાવ્યું. તે રાજર્ષિ વ્રત્તિકામાં રહ્યા. પછી કોઈ દિવસે વીતભય નગરે ગયા. ત્યાં તેનો ભાણેજ કેશી રાજા હતો. ઉદયન સજર્ષિએ જ તેને રાજાપણે સ્થાપેલો. તેના મંત્રીએ કેશીકુમારને કહ્યું - આ રાજર્ષિ પરીષહથી પરાજિત થયા છે, તે રાજ્ય પાછું માંગશે. કેશી કુમારે કહ્યું - આપી દઈશ. મંત્રી બોલ્યો - આ રાજધર્મ નથી, એ રીતે રાજાને વ્યગ્રાહિત કર્યો. લાંબા કાળે રાજાએ તે વાત સ્વીકારી. રાજર્ષિને વિષ આપી દેવું.
એક ગોવાલણને દહીં સાથે ઝેર આપી દેવા કહ્યું. તેણીએ એ પ્રમાણે દહીંમાં ઝેર વહોરાવી દીધું, દેવતાએ હરી લીધું અને ઉદાયન રાજર્ષિને કહ્યું કે હે મહર્ષિ! તમને ઝેર અપાયું છે, દહીં લેવાનું છોડી દો. રાજાએ દહીં છોડી દેતાં ફરી રોગ વધવા લાગ્યો. ફરી દહીં લેવાનું આરંભ્ય, ફરી વિષ પ્રયોગ થાયો, ફરી દેવતાએ ઝેર હરી લીધું. ત્રીજી વખત પણ દેવતાએ દહીં લેવાની ના પાડી. કોઈ વખત દેવીકે પ્રમાદ થયો, રાજર્ષિને ઝેર વ્યાપી ગયું. તેઓ કાળધર્મ પામ્યા. તેમનો શય્યાતર કુંભાર હતો. દેવીએ રાજાના કાળધર્મ પછી ધૂળની વર્ષા કરી. કુંભાને અનપરાધી જાણી છોડી દીધો. તેના નામે
કુંભકારપત્તનમાં લઈ જઈને ત્યાં તેને રાખ્યો. • x -
આ કારણિક કહેવાય, તેનું આલંબન બધાંએ ન લેવાય. • નિયુક્તિ-૧૧૮૬-વિવેચન :
શીતળ અને રૂક્ષ અન્ન તે રાજાને દીક્ષા લીધા પછી રોગથી અભિભૂત થતાં નનુરૂપ હતું. વિગઈ માટે ગોકુળમાં જતા એવા તે સમર્થ હોવા છતાં શઠો કહે છે - કેમ ઉદાયન મુનિ નથી ? મુનિ જ છે. વિગઈના પભિોગ છતાં તેઓને નિર્દોષ છે. એ પ્રમાણે નિત્યવાસાદિમાં મંદધર્મી સંગમ સ્થવિરાદિના આલંબનને આશ્રીને સીદાય છે. જ્યારે બીજા સૂત્રાદિને આશ્રીને જ સીદાય તે કહે છે -
• નિયુક્તિ-૧૧૮૭-વિવેચન :
, અર્થ, બાલ અને વૃદ્ધ તથા દ્રવ્યાદિ આપત્તિને ન સહન કરનાર, આલંબનોના પદને કરીને સંયમાનુપરોઘથી વર્તતા હોવા છતાં સીદાય છે. અહીં એવું કહે છે કે - સગની નિશ્રા કરીને, જેમકે – હું ભણું છું ત્યાં સુધી મારે બીજાથી શું ? એ પ્રમાણે અર્થની નિશ્રા કરીને સાંભળું છું ત્યાં સુધી, એ પ્રમાણે બાલત્વ, વૃદ્ધત્વ, અસમર્થત્વની નિશ્રા કરીને, એ પ્રમાણે આ દ્રવ્ય દુર્લભ છે એમ આલંબન લઈને, શોઝ શુલ્લક છે એમ જાણીને, કાળ-દુમિક્ષ જાણીને, ભાવથી - હું ગ્લાન છું ઈત્યાદિ આલંબનો કરીને સંથારો કરતો અલાસન્ધી સીદાય છે. એ રીતે -
• નિયુક્તિ-૧૧૮૮-વિવેચન :
વન ન કરવાની ઈચ્છાવાળા લોકોને સમગ્ર લોક આલંબનથી ભરેલો છે, તેઓ જ્યાં જ્યાં લોકમાં જુઓ ત્યાં ત્યાં આલંબન કરે છે. પરંતુ જીવો બે પ્રકારે હોય છે - મંદશ્રદ્ધાવાળા અને તીવ્ર શ્રદ્ધાવાળા. તેમાં કેટલાંક મંદ શ્રદ્ધાનું આલંબન છે અને કેટલાંકને તીવ્ર શ્રદ્ધાનું આલંબન હોય છે. કહ્યું છે –
• નિયુક્તિ-૧૧૮૯-વિવેચન :
જે કોઈ સાધુઓ જ્યાં ગ્રામ-નગરાદિમાં જે સુષમદુષમાદિ કાળમાં જ્યારે દુર્મિક્ષાદિમાં બહુશ્રુત ચરણ-કરણપભ્રષ્ટ હોય છે, જે તેઓ સમાયરે છે, પાર્શ્વસ્થાદિરૂપ તે આdબન મંદ શ્રદ્ધાવાળાને થાય છે તેથી જ મથુરામાં મંગુ યાયને સુભિક્ષમાં પણ હારાદિનો રાગ ન છોડતાં પાશ્વસ્થતાને પામ્યા.
• નિર્યુક્તિ-૧૧૯૦-વિવેચન :
જે કોઈ જે ગામ-નગરાદિમાં સુષમદુષમાદિમાં જ્યારે પણ દુમિક્ષાદિમાં બહુશ્રુત અને ચરણકરણ સંપન્ન હોય અને તેઓ જે સમાચરે, તે ભિક્ષુપતિમાદિ તીવ્ર શ્રદ્ધાવાળાને લંબનરૂપ થાય છે.
આનુષાંગિક વાતમાં પાંચને કૃતિકર્મ ન કરવું તે વાત ઉભી રહી ગઈ, હવે નિગમન કરતાં કહે છે –
• નિર્યુક્તિ-૧૧૯૧-વિવેચન :
દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ તથા તપ અને વિનયની સર્વકાળ પડખે રહે દૂિર રહેવું તે સર્વકાળ પાસસ્થા. અહીં ‘નિત્ય' કાળ ગ્રહણ ઈત્તર પ્રમાદના વ્યવચ્છેદ માટે છે. ઇવર પ્રમાદથી નિશ્ચયથી જ્ઞાનાદિનો અપગમ છતાં વ્યવહાથી સાધુ જ છે. આ (પાસસ્થા) અવંદનીય છે. કેમકે તેઓ પ્રવયનના યશના નાશક છે. યશોદાતી કેમ કહ્યા ? શ્રમણગુણ વડે પ્રાપ્ત જે યશ, તે તેનાથી વિતથ આયરણ વડે વાત કરે છે.
rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar