________________
અધ્ય૩, નિઃ - ૧૧૫૯, પ્ર૦ ૧ થી ૩
૯૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(44)
(PROOF-1)
ગયો, કેમકે એકલા દર્શનથી યુક્ત હતો. બીજા પણ આવા પ્રકારના દશારસિંહાદિ - [વાસુદેવો નરકે જ ગયા. કહે છે –
• નિયુક્તિ-૧૧૬૦-વિવેચન :
દશારસિંહ - અરિષ્ટનેમિના કાકાના પુત્ર કૃિષ્ણ], શ્રેણિક-પ્રસેનજિત રાજાનો પુત્ર, પૈઢાલપુગ સત્યડી એ બધાંને અનુત્તર પ્રધાન ક્ષાયિક દર્શન સંપત્તિ તે કાળે હતી, તો પણ ચાસ્ત્રિ વિના અધરગતિ થતુ નરકમાં ગયા - વળી -
• નિયુક્તિ-૧૧૬૧-વિવેચન :
નરક, તિયય, મનુષ્ય, દેવ એ બધી ગતિઓ જ્ઞાન-દર્શનધર જીવો વડે અવિરહિત છે, કેમકે બધામાં જ સમ્યકત્વ અને શ્રુતસામાયિક હોય જ છે. પણ મનુષ્યગતિ સિવાય
ક્યાંય ચાસ્ત્રિના અભાવે મુક્તિ નથી, તેથી ચાસ્ત્રિ જ મુક્તિનું કારણ છે. એમ છે તો પ્રમાદ કરીશ નહીં, કેમકે જ્ઞાન વડે ચાસ્ત્રિ રહિતથી તેના ઈષ્ટ ફળનું સાધકપણું નથી. અહીં જ્ઞાનનું ગ્રહણ દર્શનના ઉપલક્ષણાર્થે છે. આ રીતે ચાસ્ત્રિ જ પ્રધાન છે, નિયમથી સાત્રિ યુક્ત જ સમ્યકત્વ સભાવથી હોય. કહે છે કે –
• નિયુક્તિ-૧૧૬૨-વિવેચન :
યાત્રિ રહિત પાણીને સમ્યકત્વ વિકલ્પ હોય - કદાચ હોય અને કદાચ ન હોય, ઘણાં બધાં ચારિત્રરહિતને મિથ્યાદષ્ટિત્વથી સમ્યકત્વ નિયમથી ન હોય. જે ચારિત્રયુક્ત પ્રાણી છે, તેને હોય નિયમા સમ્યકત્વ હોય. તેથી સમ્યકત્વીને પણ નિયમથી ચારિત્રયુક્તતા જ ભાવથી પ્રાધાન્ય છે - વળી -
• નિયુક્તિ-૧૧૬૩-વિવેચન :
જિનવચનથી બાહ્ય : યથાવસ્થિત આગમના જ્ઞાનથી રહિતો, પ્રત્યેક જ્ઞાનtદર્શન નયાવલંબીઓ જ્ઞાનદર્શનની ભાવનાથી મોક્ષને ઈચ્છે છે. ઉદ્વર્તન - નારક, તિર્મય એકેન્દ્રિયોથી જે રીતે જીવ સિદ્ધ થાય છે. તેવા ઉદ્વતનથી અજાણ –૦- અહીં ભાવના આ છે - જ્ઞાનદર્શન ભાવમાં પણ નારકાદિ સિવાયના મનુષ્યભાવને પ્રાપ્ત થયો વિના કોઈ સિદ્ધ થતું નથી. કેમકે ચાસ્ત્રિનો અભાવ છે. તેથી દર્શન-જ્ઞાન એકલી મોક્ષના હેતુપણે ન થઈ શકે. તે ગતિમાંથી અને એકેન્દ્રિયમાંથી જ્ઞાનાદિ સહિત પણ ઉદ્વર્તી, મનુષ્યત્વ પામી ચાસ્ત્રિ પરિણામયુક્ત થઈને જ સિદ્ધ થાય છે. ચાસ્ત્રિ પરિણામ રહિત અકર્મભૂમિકાદિ સિદ્ધ થતાં નથી. • x -
ફરી પણ ચાસ્ત્રિ પક્ષના જ સમર્થનમાં કહે છે – • નિયુક્તિ-૧૧૬૪ -
અતિશયવાળા પણ સમ્યગુર્દષ્ટિ જે ચરણ-કરણ હિત છે, તે સિદ્ધ થતાં નથી અને જે મોક્ષના કારણરૂપ સમ્યકત્વ છે, મૂઢ તેનાથી જ નાશ પામે છે. કેમકે કેવળ તેના વાદને જ સમર્થન આપે છે. • x - અથવા ક્ષાયિક સ દ્દષ્ટિ પણ ચરણ-કરણી હિત હોય તો શ્રેણિકાદિ માફક સિદ્ધિ પામતા નથી. કેમકે સિદ્ધિનું મૂળ • ચરણકરણ છે. તે મૂઢ તેનું જ સેવન કરતો નથી. પરંતુ આગમવિદ્ સાધુને માત્ર આ દર્શન પણ જ નથી હોતો, તો કોને હોય છે ? તે કહે છે –
• નિયુક્તિ-૧૧૬૫-વિવેચન :
દર્શનપક્ષ પત્યાખ્યાન કષાયોદયવાળા શ્રાવકને હોય છે અને ચારિત્રભષ્ટને હોય તથા મંદધર્મી - પાર્થસ્થાદિને હોય છે. જ્યારે દર્શનચારિત્ર પક્ષ શ્રમણમાં હોય છે.
કેવા શ્રમણમાં ? પરલોક આકાંક્ષી સુસાધુમાં હોય. દર્શનના ગ્રહણથી જ્ઞાન પણ ગ્રહણ કરેલું જ જાણવું. તેથી દર્શનાદિ પક્ષ ગિરૂપ જાણવો. બીજા કહે છે. જો એ પ્રમાણે ઘણી યુક્તિ વડે ચા િજ પ્રઘાન ગણાય છે, તો પછી તે જ રહેવા દો, જ્ઞાન અને દર્શન વડે શું પ્રયોજન છે? છે જ. કેમકે જ્ઞાન-દર્શન વિના ચા»િx અસંભવ છે. કહે છે -
• નિયુક્તિ-૧૧૬૬-વિવેચન :
પરંપરાથી પ્રસિદ્ધિ • સ્વરૂપ સત્તા થાય છે. તે આ પ્રમાણે • દર્શનથી જ્ઞાન અને જ્ઞાનથી યાયિ. એ પ્રમાણે પરંપરાથી ચામિરૂપ સત્તા છે. તે દર્શન અને જ્ઞાનના હોવાથી યામિની થાય છે. તેથી આ ત્રણેને સ્વીકારવા. લૌકિક ન્યાય કહે છે - પરંપરાથી પ્રસિદ્ધિ જે રીતે થાય છે, તે રીતે ચા-પાન લોકમાં પણ પ્રતીત જ છે. તથા જ્ઞાર્થી સ્થાલી-ઇંઘન પણ ગ્રહણ કરે અને પાનાથ દાક્ષાદિ પણ ગ્રહણ કરે. તેથી આ ત્રણે પણ પ્રધાન છે.
શંકા - જો એ પ્રમાણે આ ત્રણે તુલ્ય બળપણે છે, તો જ્ઞાન આદિમાં પક્ષપાતા કરીને શા માટે ચારિત્રને જ પ્રશંસો છો ?
• નિર્યુક્તિ-૧૧૬૩-વિવેચન :
જે કારણે દર્શન અને જ્ઞાન મોક્ષરૂપ સંપૂર્ણફળને આપતું નથી, ચાસ્ત્રિયુક્તને આપે જ છે. તે કારણે ચાસ્ત્રિને વિશેષિત કરીએ છીએ, કેમકે ચારિત્રના હોવાથી ફળનો ભાવ છે. • પરંતુ -
• નિયુક્તિ-૧૧૬૮-વિવેચન :
ઉધમ કરતા સાધુને, ક્યાં ? તપ અને શ્રુતમાં, તપ અને જ્ઞાનની પ્રાપ્તિમાં જે રીતે સ્વશક્તિથી નિર્જરાદિ થાય છે, એ પ્રમાણે જ શક્તિને અનુરૂપ પૃથ્વી દિના સંરક્ષણરૂપ સંયમને કરતાં સાધુમાં કેમ ગુણો ન આવે? આવે જ. અથવા જે અવિકલ સંયમાનુષ્ઠાન રહિત વિરાધક સ્વીકારે તેમાં કઈ રીતે ગુણો ન હોય? તે કહે છે -
• નિયુક્તિ-૧૧૬૯-વિવેચન :
યથાશક્તિ વીર્ય-સામર્થ્યને શ્રુત અને તપમાં પ્રગટ કરતો ચાસ્ત્રિને વિરાધતો નથી, ખંડિત કરતો નથી ? જો પૃથિવ્યાદિના સંરક્ષણાદિ રૂપ સંયમમાં પણ ઉપયોગાદિ રૂપતાથી સામર્થ્યને માયા સ્થાન વડે પ્રચ્છાદિત ન કરે, તો સંયમની હાનિ કે ખંડળ કરતો નથી. સંયમઝુમી જ થાય છે.
• નિર્યુક્તિ-૧૧૭૦-વિવેચન :
પૃથ્વી આદિના સંરક્ષણાદિ યોગમાં સર્વકાળ જે પ્રાણી સામર્થ્ય હોવા છતાં પણ ઉત્સાહ પ્રગટ કરતો નથી, તે કઈ રીતે વિશુદ્ધ ચાસ્ત્રિી થાય ? ન થાય. બાહ્ય કરણ • આળસુ હોવાથી પ્રત્યુપેક્ષણ આદિ બાહ્ય ચેણ રહિત. [શંકા] જેઓ આલંબનને આશ્રીને બાહ્યકરણ - આળસુ થાય, તેનું શું કહેવું? તે કહે છે –
• નિયુક્તિ-૧૧૧-વિવેચન :
આલંબન વડે - સાધારણ સ્થાનમાં પડતાંને તે આલંબનથી, કોઈ પ્રાણી જે એમ માને કે હું સંયમમાં પ્રમાદ કરીશ • ત્યાગ કરીશ, તો તે આલંબન મel કોઈ પ્રમાણ નથી, પરંતુ તત્ત્વાર્થનું અન્વેષણ કરે કે – શું આ પુષ્ટ જાલંબન છે અથવા નથી? જ અપુષ્ટ આલંબન હોય તો તે અવિશુદ્ધિ ચારિત્રી જ છે, જો પુષ્ટ આલંબન હોય તો વિશુદ્ધ ચાસ્ત્રિી છે.
બીજા કહે છે – શું આલંબનરૂપ વિશેષ છે, જેથી વિશુદ્ધ ચાસ્ત્રિી થાય, અહીં
Book33AL rajsaheb\Adhayan-33\ E:\Mahar