________________
અધ્યક્ટ ૨, નિઃ - ૧૦૫૭, ભા.૨૦૩
E
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
લેવા. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે –
વર્ણ આદિ ભેદ સહિત લેવા. તેમાં af કાળો આદિ ભેદથી પાંચ પ્રકારે છે, જH - તિક્ત આદિ ભેદથી પાંચ પ્રકારે, ધ - સુગંધી આદિ ભેદથી બે પ્રકારે, સંસ્થાન - પરિમંડલાદિ
ભેદથી પાંચ પ્રકારે, સ્પર્શ - કર્કશ આદિ ભેદથી આઠ પ્રકારે. થાન • અવગાહના લક્ષણ છે, તેને આશ્રીને અનેક ભેદો છે. ગત - પૃશ, અસપૃશદ્ બે ભેદે અથવા કૃષ્ણ વણદિના સ્વભેદની સાપેક્ષાથી એક ગુણ કૃણાદિ અનેક ભેદના ઉપસંગાર્યું છે.
પરિણામો બહવિઘ છે તેમ કહી ચરમદ્વાર કહ્યું. જીવ-જીવના ભાવથી ઘણાં પરિણામો છે. તે પર્યાયલોક જાણ. હવે લોકના પર્યાયો.
નિયુક્તિ-૧૦૫૮-વિવેચન :
આલોક, પ્રલોક, લોક, સંલોક એ એકાર્થિક શબ્દો છે. લોક અાઠ પ્રકારે છે, તેનાથી આ ‘લોક' કહેવાય છે. - x - x - તેનાથી આ “લોક' કહેવાય. જેનાથી તે આલોકાય છે ઈત્યાદિ ચારેમાં કહેવું. • • • હવે ઉધોતને કહે છે -
• નિયુક્તિ-૧૦૫૯-વિવેચન :
ઉધોત બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણી અને વિધુતુ એ દ્રવ્યોધોત છે. • x • જેના વડે પ્રકાશ કરે છે કે ઉધોત કરે છે, તે ઉધોત. - X - X - ગ્રંથ વિસ્તાર ભયે વધુ કહેતા નથી. - X -
• નિયુક્તિ-૧૦૬૦-વિવેચન :
જેના વડે યથાવસ્થિત વસ્તુ જણાય તે જ્ઞાન, તે જ્ઞાનને ભગવંતે ભાવોધોત કહેલ છે. તેનો ઉપયોગ કરવો તેને તું ભાવોધોમ જાણ. • x • x - અહીં સર્વભાવદર્શી ભગવંતે જે કહેલ છે, તેને જ્ઞાન સાથતુ સમ્યજ્ઞાન કહેલ છે. જો કે ભગવંતે કહ્યું, તે પણ અવિશેષથી ઉધોત નથી, પણ તે જ્ઞાનનું ઉપયોગકરણ તેને ભાવોધોત જાણવો, અન્યદા નહીં. ત્યારે જ તેની વસ્તુતઃ જ્ઞાનને સિદ્ધ થાય.
હવે જે ઉધોતથી લોકના ઉધોતકર જિન છે, તેને દશવિ છે -
નિયુક્તિ-૧૦૬૧-વિવેચન :
લોકને ઉધોત કરનાર દ્રવ્ય ઉધોતથી જિન નથી, પણ ભાવ ઉધોત કરનારા ચોવીશે જિનવરો છે. - x - તીર્થકર નામના કમોંદયથી અતુલ સત્ત્વાર્થકરણથી ભાવોદ્યોતકર ચોવીશે જિનવર થાય છે. આત્માને આશ્રીને જ ઉધોકર છે, તથા લોક પ્રકાશક વયન પ્રદીપની અપેક્ષાથી અને શેષ ભવ્યવિશેષને આશ્રીને કહ્યા. કેમકે કેટલાંક પ્રાણીને આશ્રીને ઉધોતકરત્વનો અસંભવ છે. ‘ચોવીશ' સંખ્યાનું ગ્રહણ અધિકૃત અવસર્પિણીની તીર્થકર સંખ્યા પ્રતિપાદનાર્થે છે. ઉધોત અધિકારમાં જ દ્રવ્યોધોતભાવોધોતની વિશેષતાના પ્રતિપાદનને માટે કહે છે –
• નિયુક્તિ-૧૦૬૨-વિવેચન :
દ્રવ્યોધોતનો ઉધોત પરિમિતક્ષેત્રને પ્રકાશિત કરે છે. ભાવ ઉધોતનો ઉધોત લોકાલોકને પ્રકાશિત કરે છે. . . . દ્રવ્યોધોતોધોત એટલે દ્રવ્ય ઉધોતનો પ્રકાશ. પુદ્ગલાત્મકત્વથી અને તથાવિધ પરિણામયુક્તત્વ થકી પ્રકાશે છે અથવા પરિમિત ફોગમાં પ્રભાસે છે. અહીં જ્યારે પ્રકાશે છે ત્યારે પ્રકાશ્ય વસ્તુનો આશ્રય કરે છે જયારે પ્રભાસે છે ત્યારે તે જ દીપે છે. ભાવોધોત તે લોકાલાકને પ્રકાશે છે. હવે ‘સૂર' શબ્દનો અવસર આવેલ છે, તો પણ ધર્મતીર્થકરમાંના 'ઘ' શબ્દને પ્રતિપાદન કરે છે -
• નિર્યુક્તિ-૧૦૬૩-વિવેચન :
ધર્મ બે પ્રકારે છે - દ્રવ્યધર્મ અને ભાવધર્મ. દ્રવ્યમાં, દ્રવ્યનો અથવા દ્રવ્ય એ જ ધર્મ તે દ્રવ્ય ધર્મ. તિક્ત વગેરે દ્રવ્યનો સ્વભાવ કે ગખ્ય વગેરે નો વિષય કે કુલિંગ તે દ્રવ્યધર્મ. દ્રવ્યનો ધર્મ - ઉપયોગ રહિત જીવનું મૂલગુણ કે ઉત્તરગુણા અનુષ્ઠાન. અહીં અનુપયુક્ત તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એ જ ધર્મ - તે ધમસ્તિકાય અથવા તિક્ત અાદિ દ્રવ્ય સ્વભાવ તે દ્રવ્ય ધર્મ. ગમ્યાદિ ધર્મ-સ્ત્રી વિષયક. કેટલાંકને મામાની પુત્રી ગમ્ય - મોગ્ય મનાય છે, કેટલાંકને અગમ્ય. અથવા કુલિંગ એટલે કુતીચિંકનો ધર્મ પણ દ્રવ્યધર્મ કહેવાય છે.
• નિર્યુક્તિ-૧૦૬૪-વિવેચન :
ભાવાર્મ બે પ્રકારે છે - શ્રતધર્મ અને ચારિત્રધર્મ. શ્રુતવિષયમાં સ્વાધ્યાય અને યાત્રિમાં શ્રમણધર્મ • ક્ષાંતિ આદિ દશ ભેદે છે. • x - સ્વાધ્યાય એટલે વાયનાદિ શ્રુતધર્મ. - x • હવે તીર્થનું નિરૂપણ કરે છે –
• નિયુક્તિ-૧૦૬૫-વિવેચન :
નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ. આ એક એકમાં અનેક પ્રકાર જાણવા. ગાથા સુગમ છે. હવે દ્રવ્યતીર્થની વ્યાખ્યા -
• નિયુક્તિ-૧૦૬૬-વિવેચન :
દાહોપશમ, તૃણાનો છેદ, મલનું ધોવાણ, આ ત્રણ અર્થોથી યુક્ત જે પદાર્થ હોય તે દ્રવ્યતીર્થ કહેવાય. ••• અહીં દ્રવ્ય તીર્થમાં માગધ, વરદામ આદિ લેવા. બાહ્ય દાહથી તેમાં ઉપશમનો સદ્ભાવ છે. રા - બાહ્ય સંતાપ, તેનો ઉપશમ જેમાં છે તે – દાહોપશમન. તૃષા-તરસનું છેદન, જળ સમૂહથી તે દૂર થાય. મત - બાહ્ય, શરીર સાથે ચોટેલ લેવો, જળ વડે તેને નિવારવો • ધોવો. આ ત્રણ અર્થ વડે કે અાથમાં નિશ્ચયથી યુક્ત તે નિયુક્ત - પ્રરૂપિત કે નિયોજિત. તેથી માગધ આદિ દ્રવ્યતીર્થ છે, કેમકે તે મોક્ષના સાધકપણે નથી. - હવે ભાવતીર્થ કહે છે.
• નિયુક્તિ-૧૦૬૩-વિવેચન :
અહીં ભાવતીય ક્રોધાદિ નિગ્રહ સમર્થ પ્રવચન જ ગ્રહણ કરાય છે. તેથી કહે. છે - ક્રોધનો જ નિગ્રહ કરતા વેષરૂપ અગ્નિનો અંત એટલે પ્રશમન થાય છે. લોભનો નિગ્રહ કરતા તૃષા-આસક્તિરૂપ રાગનો છેદ અથતુ થપગમ થાય છે. એમ ગાથાર્થ છે.
• નિર્યુક્તિ-૧૦૬૮-વિવેચન :
ઘણાં ભવોની સંયિત આઠ પ્રકારની કમજ તપ અને સંયમથી ધોવાય છે. તેથી તે ભાવતીર્થ છે. સર્જર • કર્મ જ જીવના અનુજનથી જ છે. ધોવાય - શોધાય છે. તેથી તે • પ્રવયન મોક્ષના સાધનરૂપ હોવાથી ભાવથી તીર્થ છે. આ ગાથાર્થ છે.
• નિયુક્તિ-૧૦૬૯-વિવેચન :
દર્શન, જ્ઞાન, ચારિત્રમાં બધાં કષભ આદિ તીર્થકરો વડે નિયોજિત કરાયેલ છે. જેથી આવા સ્વરૂપના ત્રણ અર્થમાં નિયુક્ત છે, તેથી તે પ્રવયન મોક્ષસાધકપણે હોવાથી ભાવથી તીર્થ છે. તીર્થ કહ્યું. હવે #ર કહે છે.
• નિયુક્તિ-૧૦૩૦-વિવેચન :
નામ-કર, સ્થાપના-કર, દ્રવ્ય-કર, ક્ષેત્ર-કર, કાળ-કર, ભાવ-કર એ પ્રમાણે ‘' શબ્દનો નિક્ષેપ છ પ્રકારે છે. તેમાં દ્રવ્યકરને કહે છે -
E:Maharajsaheb\Adhayan-33\Book33AL