________________
અધ્ય૰૨, નિ - ૧૦૫૬, ભા.૧૯૪
છીએ.
૫૫
- ૪ - ચાલના પણ અહીં જ કહીશું. તેમાં લોકનું નિરૂપણ – • નિયુક્તિ-૧૦૫૩-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યવલોક એ પ્રમાણે આઠ ભેદે લોકનો નિક્ષેપ જાણવો. અહીં નામલોક, સ્થાપના લોક ઈત્યાદિ આઠ ભેદો કહેવા. વિસ્તાર ભાષ્યકાર જ કહે છે.
તેમાં નામ, સ્થાપના છોડીને દ્રવ્યલોકને જણાવતા કહે છે – • ભાષ્ય-૧૯૫-વિવેચન :
-
જીવ-જીવ, રૂપી-અરૂપી, સપ્રદેશ-પ્રદેશ જે દ્રવ્ય છે, તે દ્રવ્યલોક જાણવો. તે લોક નિત્ય-અનિત્ય છે. - - - અહીં સુખ, દુઃખ, જ્ઞાન ઉપયોગ લક્ષણ જીવ છે, તેથી વિપરીત છે તે અજીવ છે. આના બે ભેદ છે રૂપી અને અરૂપી. તે જીવમાં અનાદિ કર્મ સંતાન પરિગત તે રૂપી-સંસારી. અરૂપી તે કર્મરહિત સિદ્ધો. અજીવ તે અરૂપી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય છે રૂપી અજીવ તે પરમાણુ આદિ છે. આ જીવ-અજીવને સામાન્યથી સપદેશઅપ્રદેશ જાણવા. તેમાં સામાન્ય-વિશેષ રૂપાત્વથી પરમાણુ તો પ્રદેશ જ છે. બીજા કહે છે કે – જીવ કાલાદેશથી નિયમા સપ્રદેશી છે, લબ્ધિ આદેશથી સદેશી કે દેશી હોઈ શકે. એ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ ત્રણ અસ્તિકાયમાં પર-અપર નિમિત્ત બંને પક્ષ કહેવા. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાદિ અપેક્ષાથી વિચારવા. જેમકે પરમાણુ અપદેશ છે, દ્વિઅણુક આદિ સપ્રદેશ છે. ક્ષેત્રથી એક પ્રદેશાવગાઢ તે પ્રદેશ અને દ્વિપદેશાદિ અવગાઢ તે સપદેશ. એ પ્રમાણે કાળથી પણ એક-અનેક સમય સ્થિતિ છે, ભાવથી પણ એક-અનેકગુણ કૃષ્ણાદિ છે.
-
હવે પ્રસ્તુત સૂત્ર-આ આવા પ્રકારના જીવ-અજીવ યુક્ત એવો દ્રવ્યલોક તું જાણ. દ્રવ્ય એ જ દ્રવ્યલોક. આવા જ શેષ ધર્મને દર્શાવવાને કહે છે – નિત્ય, અનિત્ય જે દ્રવ્ય, મૈં શબ્દથી અભિલાષ્ય-અનભિલાષ્ટ આદિનો સમુચ્ચય.
હવે જીવાજીવની નિત્યાનિત્યતાને દર્શાવતા કહે છે – • ભાષ્ય-૧૯૬-વિવેચન :
ગતિ, સિદ્ધ, ભવ્ય, ભવ્ય એ ચાર જીવ આશ્રિત અપેક્ષાથી અને અજીવને આશ્રીને પુદ્ગલ, અનાગતદ્ધા, અતીતદ્ધા, ત્રણ કાયોની અનુક્રમે ચાર પ્રકારે સ્થિતિ કહેલી છે. - - - આની સામાયિકવત્ વ્યાખ્યા કરવી. સ્થિતિના ચાર ભંગ આ રીતે – સાદિ સાંત, સાદિ અનંત, અનાદિ સાંત, અનાદિ અનંત એ રીતે જીવ અને અજીવ થઈને આઠ ભંગો છે. હવે ક્ષેત્રલોકને કહે છે –
• ભાષ્ય-૧૯૭-વિવેચન :
આકાશના જે પ્રદેશો - પ્રકૃષ્ટદેશો, ઉર્ધ્વલોક અધોલોક અને તીİલોકમાં રહેલા છે, તેને ક્ષેત્રલોક જાણ. અવલોકાય તે લોક. ઉર્દાદિલોક વિભાગ સુજ્ઞેય છે. લોકાકાશપ્રદેશ અપેક્ષાથી અનંત છે. તે જિનેશ્વરે શોભન વિધિ વડે કહેલ છે.
હવે કાલલોક પ્રતિપાદન કરતા કહે છે – • ભાષ્ય-૧૯૮-વિવેચન :
સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી-અવસર્પિણી અને પુદ્ગલ પરાવર્ત્ત કહ્યા. તેમાં સમય પરમનિકૃષ્ટકાળ, વૃત્તિા - અસંખ્યેય સમય પ્રમાણ, મુર્ત્ત - બે ઘડી, ૧૬ મુહૂર્તનો
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૫૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ૧-દિવસ, ૩૨-મુહૂર્તનો અહોરાત્ર, ૧૫-અહો રામનો ૧-૫ક્ષ, બે પક્ષનો ૧-માસ, ૧૨માસનું સંવત્સર, પાંચ સંવત્સરનો ૧-યુગ, પલ્યોપમ ઉદ્ધારાદિ ભેદ અનુયોગદ્વાર મુજબ જાણવા. સાગરોપમ પણ તે પ્રમાણે જ છે. દશકોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી, એ પ્રમાણે જ અવસર્પિણી જાણવી. પરાવર્ત્ત એટલે પુદ્ગલ પરાવર્ત્ત. તે અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી પ્રમાણ દ્રવ્યાદિ ભેદે છે. તેમાં અનંતા અતીતકાળ અને અંત આગામીકાળ જશે. એ રીતે કાળલોક કહ્યો. - ૪ - હવે ભવલોક કહે છે –
• ભાષ્ય-૧૯૯-વિવેચન :
નરક, દેવ, મનુષ્ય અને તિર્યંચયોનિમાં રહેલા જે સત્ત્વો-પ્રાણી છે. તે-તે ભવમાં વર્તતા જે અનુભાવને અનુભવે છે, તે ભવલોક જાણવો. હવે ભાવલોકને દર્શાવે છે. • ભાષ્ય-૨૦૦-વિવેચન :
ઔદયિક, ઔપશમિક, શાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સંનિપાતિક એ છ ભેદે ભાવલોક જાણવો. - - . - - કર્મના ઉદય વડે થયેલ તે ઔદયિક. કર્મના ઉપશમથી થયેલ તે ઔપશમિક, કર્મના ક્ષયથી થયેલ તે ક્ષાયિક, એ પ્રમાણે બાકીના ભાવો પણ કહેવા. સાંનિપાતિમાં સામાન્યથી અનેક ભેદો જાણવા. અવિરુદ્ધ ૧૫ ભેદ છે. ઔદયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક એમ ત્રણ ભાવરૂપ એક એક ભંગ ચાર ગતિમાં વિચારવો. ક્ષયના યોગમાં પણ ચાર તેના અભાવમાં, ઉપશમથી પણ ચાર ભંગ થાય. ઉપશમ શ્રેણિમાં એક, કેવલીને પણ એક, સિદ્ધને પણ એક એમ પંદર ભેદ થાય.
• ભાષ્ય-૨૦૧-વિવેચન :
જે જીવને તીવ્ર રાગ અને દ્વેષ ઉદય પામ્યા છે, તેને તું ભાવલોક જાણ, એમ સારી રીતે અનંત જિનેશ્વરોએ કહેલું છે. તેમાં રાગ એટલે આસક્તિ, દ્વેષ એટલે પીતિ. એક વાક્યતાથી અનંત જિનેશ્વરોનું આ કથન છે.
હવે પર્યાયલોક કહે છે – તેમાં ઓધથી પર્યાય ધર્મો કહે છે. અહીં નૈગમનય
કે મૂઢનય દર્શનને આશ્રીને ચાર ભેદે પર્યાયલોક છે
-
* ભાષ્ય-૨૦૨-વિવેચન :
દ્રવ્યના ગુણો, ક્ષેત્રના પર્યાયો, ભવના અનુભાવો, ભાવના પરિણામો, એમ સંક્ષેપથી પર્યાયલોક ચાર પ્રકારે તું જાણ. - - - દ્રવ્યના ગુણો - રૂપ આદિ, ક્ષેત્રના પર્યાયો - અગુરુલઘુ, બીજા કહે છે ભરત આદિ. ભવનો નાક આદિ અનુભવ
તીવ્રતમ દુઃખાદિ કહ્યું છે – નરકમાં નારકોને આંખના પલકારા જેટલો પણ સુખનો અનુભાવ નથી, માત્ર દુઃખનો અનુબદ્ધ છે, અશુભ અને ઉદ્વેગજનક શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શી નકમાં નૈરયિકને હોય. ઈત્યાદિ એ પ્રમાણે શેષ અનુભાવો પણ કહેવા.
ભાવ – જીવ, અજીવ સંબંધી પરિણામ, તે અજ્ઞાનથી જ્ઞાનનીલ, લોહિત આદિ પ્રકારે થવા તે. આ ચારને ઓધથી પર્યાયલોક જાણ. તેમાં જે દ્રવ્યના ગુણો ઈત્યાદિને દેખાડતાં કહે છે –
• ભાષ્ય-૨૦૩-વિવેચન :
વર્ણ, રસ, ગંધ, સંસ્થાન, સ્પર્શ, સ્થાન, ગતિ, વર્ણ ભેદ એ દ્રવ્યના ગુણો છે. બહુવિધ પરિણામો તે પર્યાયલોક જાણ. અહીં ગાથામાં ત્ર શબ્દથી રસ આદિ ભેદ પણ