________________ અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૫૪,૫૫ 11 192 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તો ગામ છોડી દેવું. ગામના ઉધાનના અંતરમાં ઉભો થાય તો મંડલ છોડી દેવું. મંડલ એટલે વિષયમંડલ - દેશનો લઘુતમ વિભાગ. ઉધાનમાં ઉભો થાય તો કાંડ [-દેશનો લઘુતર ભાગમાં છોડી દેવું. અહીં કાંડ એ દેશ ખંડ છે, તે મંડલથી મોટું કહેવાય છે. ઉધાનની નૈષેલિકીના અંતરે ઉભો થાય તો તે દેશ (લઘુ) છોડી દેવો. નૈષેલિકીમાં ઉભો થાય તો તે રાજ્ય છોડી દેવું. એ પ્રમાણે લઈ જવાની વિધિ કહી. તેમાં પરિઠાપિત કરવામાં ગીતાર્થો એક પડખે મુહર્તની પ્રતિક્ષા કરે છે. કદાચિત જો પરિઠાપિત કરવા છતાં પણ ઉભો થાય, ત્યાં તૈBધિકીમાં ઉભો થાય અને જો ત્યાં જ પડી જાય તો તે ઉપાશ્રય છોડી દેવો. નૈધિકીય ઉધાનના અંતરામાં જ પડી જાય તો તે નિવેશન છોડી દેવું. ઉધાનમાં પડી જાય તો શાખાપાળો છોડી દેવો. ઉધાનના અને ગામના અંતરામાં જો પડી જાય તો ગ્રામા છોડી દેવું. ગામના દ્વારે પડી જાય તો ગામ છોડી દેવું, ગામની મધ્યે પડી જાય તો મંડલ છોડી દેવું. શાખામાં પડી જાય તો કાંડ છોડી દેવો. નિવેશનમાં પડી જાય તો તે દેશ છોડી દેવો, વસતિમાં પડી જાય તો રાજ્ય છોડી દેવું. કાઢી ગયા પછી જો બીજી વખત પણ આવી જાય તો બે રાજ્યો છોડી દેવા. ત્રીજી વખત આવે તો ત્રણ રાજ્યો છોડી દેવા. ત્યારપછી ઘણીવાર જો પ્રવેશે, તો ત્રણ જ રાજ્યો છોડવા. ભાણકાર કહે છે - * ભાણ-૨૦૬ + વિવેચન : અહીં વિપર્યય કમના સ્વીકારમાં તુરતા જ વૈવિધ્ય છે. તથા નિર્ગમનમાં પણ ગ્રામ દ્વારે ઉત્થાનમાં ગ્રામ પરિત્યાગ કહ્યો છે. અહીં પણ તે જ તુલ્યતા છે. નિર્યુટ-કાઢી ગયા પછી જો બીજી વખત પાછો આવે તો બે રાજ્યો છોડી દેવા, બીજી વખત પાછો આવે તો ત્રણ રાજયો છોડી દેવા. ત્યારપચી જો ઘણીવાર આવે તો પણ ત્રણ જ રાજ્ય છોડવા. * પા.નિ.૫૬ : અશિવાદિ કારણે ત્યાં વસતાને જેને જે તપ હોય, અભિગૃહિત અભિગ્રહથી તેને તે યોગની પરિવૃદ્ધિ થાય છે. * વિવેચન-૫૬ - જો અશિવ આદિ કારણોથી બહાર ન નીકળે, ત્યારે ત્યાં જ વસતો યોગની વૃદ્ધિ કરે છે. નમસ્કાસ્કિા [નવકારસીવાળા] પૌરુષી કરે છે, પૌરુષવાળા પુરિમ કરે છે. જો સામર્થ્ય હોય તો આયંબિલ પારે છે. જો તે માટે સમર્થ ન હોય તો વિવિગઈ કરે છે. તે માટે પણ સમર્થ ન હોય તો એકાસણું કરે છે. એ પ્રમાણે સદ્વિતીય, પૂર્વાર્ધયાથી ચતુર્થ, ચતુર્થીયા છ કરે ઈત્યાદિ વિભાષા. ઉત્થાન દ્વાર કહ્યું. હવે તામગ્રહણ દ્વાર કહે છે - - પા.નિ.૫૩ : જો એકનું નામ ગ્રહણ કરે તો એકનો, બેનું ગ્રહણ કરે અથવા તો બધાંનું ગ્રહણ કરે તો જલ્દીથી તેનો લોય કરવો. પરિજ્ઞા ગણ ભેદ બારનો તપ અપાય છે. [અથવા વૃત્તિમાં કહ્યું તેમ જાણવું]. * વિવેચન-પ૭ :જેટલાં નામો ગ્રહણ કરે છે, તેટલાનો જલ્દી લોચ કરવો. ‘પરિજ્ઞા' પાંચ ઉપવાસ અપાય છે. તે માટે સમર્થ ન હોય તો ચાર ઉપવાસ, અટ્ટમ, છ કે એક ઉપવાસ અપાય છે. ગણભેદ કરાય છે, ગણથી બહાર કઢાય છે. નામગ્રહણ દ્વાર કહ્યું. હવે પ્રદક્ષિણા દ્વાર કહે છે - * પા.નિ.૫૮ : જે જ્યાં હોય તે ત્યાંથી જ નિવર્તે છે, પ્રદક્ષિણા કરતો નથી. કેમકે ઉત્થાનાદિ દોષો અને બાલ-વૃદ્ધની વિરાધના થાય છે. * વિવેચન-૫૮ : પારિષ્ઠાપન કરીને જે જ્યાં હોય તે ત્યાંથી જ તિવર્તે છે. પણ પ્રદક્ષિણા કરતાં નથી, કેમકે જો તેમ કરતાં મૃતક ઉભો થાય તો બાળ અને વૃદ્ધ આદિની વિરાધના થાય છે. કેમકે તે જેની અભિમુખ સ્થાપિત હોય તે તરફ જ ચાલે છે (દોડે છે.] પ્રદક્ષિણા પદ કહ્યું. હવે કાયોત્સર્ગકરણ - * પા.નિ.-૫૯ : ઉત્થાનાદિ દોષો ત્યાં જ કાયોત્સર્ગ કરવામાં થાય છે. તેથી ઉપાશ્રયે આવીને ગુરુની પાસે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે. * વિવેચન-૫૯ - કોઈ પૂછે કે - ત્યાં જ શા માટે કાયોત્સર્ગ કરતા નથી. તો કહે છે કે - ઉત્થાનાદિ દોષો લાગે છે. ત્યાંથી આવીને ચૈત્યગૃહે જાય છે. ચૈત્યોને વાંદીને શાંતિને માટે અજિતશાંતિ તવ કહે છે. અથવા બીજી સ્તુતિ ઘટાડતાં કહે છે. ત્યાંથી આવીને આચાર્યની પાસે અવિધિ પારિષ્ઠાપનાને માટે કાયોત્સર્ગ કરે છે. આટલો વૃદ્ધ સંપ્રદાય છે. વળી આચરણા ઉન્મસ્તક જોહરણ વડે ગમનાગમન આલોચે છે. પછી ઈપિથ પ્રતિક્રમે છે. પછી ચૈત્યાને વાંદે ઈત્યાદિ શિવમાં - જો શિવ ન હોય તો વિધિ કહી છે. અશિવમાં ન કરે. જે ઉપાશ્રય-વસતિમાં ઉચ્ચાર-પ્રશ્રવણ-પ્લેખ-માનકોને શોધે છે [શુદ્ધિ કરે છે) વસતિને પ્રમાર્જે છે. કાયોત્સર્ગ દ્વાર કહ્યું. હવે ક્ષપણા અને અસ્વાધ્યાય દ્વાર - * પા.નિ.૬૦ :પણ અને સ્વાધ્યાયમાં સનિક, મહાનિનાદ કે વિજકોને છે. બાકીનાને