________________ ઉપોદઘાત નિ પર૦,૫૨૧ 45 ગયા. તેણીની બેડીઓ પણ આપોઆપ તુટી ગઈ. તેના પગમાં સોનાના ઝઝા થઈ ગયા. દેવોએ ચંદનાને ત્યારે સર્વ અલંકારો વડે અલંકૃત કરી દીધી. તે વખતે ત્યાં દેવરાજ શક આવ્યો. સાડા બાર કરોડ સુવર્ણની વસુઘારા પડી અર્થાત્ ધનની વૃષ્ટિ ત્યાં થઈ. કૌશાંબીમાં સર્વત્ર ઉદ્ઘોષ થઈ ગયો કે કંઈ પુણ્યવંતીએ આજે ભગવંતને પ્રતિબંભિત કર્યા? ત્યા રાજે અંતઃપુર સહિત આવ્યો. ત્યારે ત્યાં સંપુલ નામે દધિવાહન રાજાનો કંચુડી પણ આવ્યો. તેને બાંધીને લવાયો ત્યારે ચંદનાએ ઓળખ્યો. ત્યારે તે પગે પડીને ઘણું જ રૂદન કસ્વા લાગ્યો. રાજાએ પૂછ્યું કે આ કોણ છે ? ત્યારે સંપુલે કહ્યું કે - આ દધિવાહન રાજાની પુત્રી છે. મૃગાવતી બોલી ઉઠી, અરે ! મારી બહેનની પુત્રી-ભાણેજ છે ? અમાત્ય પણ પોતાની પત્ની સાથે આવ્યો. વંદન કરે છે. ભગવંત મહાવીર પણ ત્યાંથી નીકળી ગયા. ત્યારે તે રાજા તે વસુધારાને ગ્રહણ કરવા ગયો, ત્યાં દેવરાજ શકો તેને રોક્યો. આ ધન ચંદનાને આપો, કેમકે ચંદનાનું જ છે. જ્યારે ચંદનાને પૂછ્યું, ત્યારે તેણી કહે છે - મારા પિતાને આ ધન આપો. ત્યારે શ્રેષ્ઠીએ તે ધન ગ્રહણ કર્યું. ત્યારપછી દેવરાજ શકે શતાનીકને કહ્યું - આ ચંદના ચરમ શરીરી છે, માટે અને સંગોપન કરીને રાખજે, ભગવંતને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી સંરક્ષણ કરજે. આ ભગવંતની પહેલા શિષ્યા છે. ત્યારે સામે તે કન્યાને અંતઃપુરમાં રાખી, મોટી થવા લાગી. ભગવંતને છ માસમાં પાંચ દિવસ બાકી હતા ત્યારે ભિક્ષા પ્રાપ્ત થઈ. તે મૂલા લોકમાં તિરસ્કાર અને હેલણા પામી. * નિયુક્તિ-૫૨૨ : પછી સુમંગલ ગામે, સનતકુમાર, સુક્ષેત્ર ગયા, મહેન્દ્ર, પાલક ગામે વાતિલ વણિક અમંગલ માની પોતાની તલવાર લઈ દોડ્યો. * વિવેચન-પ૨૨ :- ભગવંત ત્યાંથી નીકળીને સુમંગલ નામે ગામમાં ગયા. ત્યાં સનકુમાર આવે છે, વાંદે છે, સુખશાતા પૂછે છે. - ભગવંત ત્યાંથી સુક્ષેત્રમાં ગયા. ત્યાં માહેન્દ્ર સુખશાતા પૂછવાને આવ્યો. - ત્યાંથી ભગવતં પાલક નામના ગામે ગયા. ત્યાં વાત બલ નામે વણિક યાત્રાને માટે જતો હતો. અમંગલ થયું એમ માનીને તલવાર લઈને દોડ્યો. તે જોઈને ત્યાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરે પોતાના હાથે 46 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જ તે વણિનું માથું છેદી નાંખ્યું. * નિયુક્તિ-પ૨૩ : ચંપામાં વષરવાસ, યક્ષેન્દ્રોનું આવવું, સ્વાદિદત્ત દ્વારા પૃચ્છા, ઉત્તર આપવો, બે પ્રકારે ઉપદેશ, બે ભેદે પ્રત્યાખ્યાન. * વિવેચન-પ૨૩ : ત્યારપછી ભગવંત ચંપાનગરી ગયા. ત્યાં સ્વાતિ દd શાહ્મણની અગ્નિહોમ શાળામાં વસતિ મેળવી, બારમું ચોમાસું કર્યું. ત્યાં ચૌમાસી તપને આરાધ્યો. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર બંને પક્ષો સગિના પર્યાપાસે છે. ચાર મહિના પૂજા કરે છે. તે પૂજા જોઈને સ્વાતિદત્ત વિચારે છે કે - આ એવું શું જાણે છે કે - બે દેવો તેમની પૂજા કરે છે ? ત્યારે વિવાદની ઈચ્છાથી પૂછે છે - “આત્મા વળી કોણ છે ?" ભગવંતે કહ્યું - “હું છું” એમ જે કહે છે, તે આત્મા છે. તે આત્મા કેવો છે ? તે સૂમ છે. હું તેમ માનતો નથી. કેમકે - શબ્દ, ગંધ ઈત્યાદિ આ આત્મામાં દેખાતા નથી. તે ઈન્દ્રિય વડે ગ્રાહ્ય નથી. ના, તેમ નથી, સૂમ હોવાથી ઈન્દ્રિ વડે ગ્રાહ્ય નથી. ઈન્દ્રિયોને અતિક્રાંત કર્યા પછી દેખાય છે. ચક્ષુ વડે દેખાતો નથી. ભગવદ્ ! પ્રદેશના શું છે ? પ્રત્યાખ્યાન શું છે ? ભગવંતે કહ્યું- હે સ્વાતિદત્ત ! પ્રદેશના બે પ્રકારે છે - ધાર્મિક અને અધાર્મિક. પ્રદેશન એટલે ઉપદેશ. પ્રત્યાખ્યાન પણ બે ભેદે છે - મૂલગુણ અને ઉતગુણ. આ-આ પદો વડે સ્વાતિદરે તેમને જ્ઞાની જામ્યા. ત્યારપછી ભગવંતે ત્યાંથી નીકળીને વિહાર કર્યો. * નિયુક્તિ -પ૨૪ : જંભિક ગામ, જ્ઞાન ઉત્પત્તિ ઈન્દ્ર બતાવી, મેઝિક ગામે અમરેન્દ્રએ વાંઘ અને સુખશાતા પૂછી. * વિવેચન-પર૪ : ભગવંત જંભિક ગામે ગયા. ત્યાં શક આવ્યો. વંદન કરી, નાટ્ય વિધિ દશવિીને જણાવે છે કે - આટલાં દિવસોમાં કેવલજ્ઞાન ઉપજશે. ત્યાંથી ભગવંત મેંટિકગામ ગયા. ત્યાં ચમને વંદન કરી, સુખ શાતા પૂછી વદંન તથા પૃચ્છા કરીને ગયો. * નિયુક્તિ-પ૫ :છમાણી, ગોવાળ, કાનમાં સીસું નાંખેલું. મધ્યમ પાપાનગરી, ખક વૈધ,