________________ ઉપોદ્દાત નિ પ૨૦,૫૨૧ 243 આ પ્રમાણે ભગવંત આટલા કાળથી ભ્રમણ કરે છે, પણ તેમને ભિક્ષામાં શો અભિગ્રહ છે, તે જાણતા નથી. અહીં ભગવંત વિચરે છે, તે પણ તમે જાણતાં નથી. તેણે પણ આશ્વાસન આપ્યું કે - હું કાલે એવું કંઈક કરીશ જેવું થઈ શકે. પછી સુગુપ્ત અમાત્યને બોલાવીને કહ્યું - ભગવંત પધાર્યા છે, તે શું તમે જાણતા નથી. આ ચોથા માસ ભગવંતને આવ્યાને થયો છે. ત્યારપછી તત્વવાદીને બોલાવીને શતાનીક રાજાએ પૂછ્યું- તમારા ઘર્મશાસ્ત્રમાં બધાં પાખંડના આચારો આવે છે, તે કહો * x - તેઓએ કહ્યું - ઘણાં અભિગ્રહો હોય છે, જાણતા નથી કે શો અભિગ્રહ હોય. કેમકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અભિગ્રહો હોય છે, વતી પિચૈષણાઓ સાત છે, પાનૈષણાઓ સાત છે, [શી ખબર પડે ?]. ત્યારે રાજાએ બધે જ લોકોને આજ્ઞા કરી, તેમણે પણ પરલોક કાંક્ષાથી કર્યું. ભગવંત પધાર્યા. તેઓ તે એકે પ્રકારે ગ્રહણ કરતાં નથી. * x- આ તરફ શતાનીક રાજા ચંપામાં દધિવાહન રાજાને પકડવા - જિતવા નીકળેલો. એક રાત્રિના નૌકટક વડે ગયેલો. ઓચિંતી નગરીને ઘેરી લીધી. ત્યાંથી દધિવાહન રાજા નાસી ગયો. શતાનીક રાજાએ ‘ચક્ઝહો’ - જેને જે લેવું હોય તે લઈ લે - એવી ઘોષણા કરી. એ પ્રમાણેના ચદ્ ગ્રહમાં દધિવાહન રાજાની રાણી ધારિણી અને તેની પુત્રી, વસુમતીને કોઈ નાવિકે ગ્રહણ કરેલી, પણ રાજા નીકળી ગયેલો. તે નાવિક કહે છે - આ મારી પત્ની થશે. પણ આ બાલિકાનું હું વેચાણ કરીશ. ધારિણી તે મનો માનસિક દુ:ખથી વિચારે છે - આ મારી પુત્રીને ન જાણે કેવું ભવિષ્ય પ્રાપ્ત થશે, એવા દુઃખમાં જ તેણી મૃત્યુ પામી. પછી તે નાવિકને ચિંતા થઈ કે મેં આ ખોટું કહી દીધું કે - આ મારી પ્રી થશે. આની પુત્રીને તેમ કહીશ નહીં. ક્યાંક એ છોકરી પણ મરી જશે. તો મને કંઈ મૂલ્ય મળશે નહીં. ત્યારે તે નાવિક તે વસુમતી [ચંદના ને હાટમાં લાવ્યો અને તેણીને વેચવા માટે ઉભી કરી. ધનાવહ શ્રેષ્ઠીએ તેણીને જોઈ. અલંકાર રહિત છતાં આટલું લાવણ્ય છે. તેણી અવશ્ય રાજા કે ઈશ્વરની પુત્રી હોવી જોઈએ. તેણીને કોઈ આપત્તિ ન થાય, તે જોઉં. જેટલું મૂલ્ય નાવિકે કહ્યું, તેટલું આપીને લઈ લીધી. શેઠે વિચાર્યું કે તેની સાથે મારે નગરમાં જવું - આવવું સારુ પડશે. લઈને પોતાને ઘેર ગયો. તેણીને પુત્રીરૂપે સ્વીકારી, તેને સ્નાન કરાવડાવ્યું. મૂલાને પણ તેણે કહ્યું - આ તારી પુત્રી છે. એ રીતે તેણી પોતાના ઘરમાં હોય તેમ સુખે સુખે રહેવા લાગી. ચંદનાએ પણ ત્યાંના દાસ-પરિજનાદિ લોકને શીલ અને વિનય વડે બધાંને પોતાના કરી લીધા. તે બધાં મનુષ્યો કહેવા લાગ્યા અહો ! આ શીલવંદના છે. તેણીનું બીજું નામ એ રીતે ચંદના થઈ ગયું. એ પ્રમાણે કાળ જાય છે. ત્યાંની ગૃહિણીને અપમાન લાગતું હતું તેણી ઈર્ષ્યા 244 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પણ કરતી હતી. તે મૂલા વિચારતી હતી કે કોણ જાણે ? શેઠ આનો સ્વીકાર કરી લેશે તો ? ત્યારે હું ગૃહની અસ્વામીની થઈ જઈશ. ચંદનાના વાળ અતીવ દીધ અને રમણીય તથા કાળા હતા તે શ્રેષ્ઠી મધ્યાહૈ જનવિરહિત કાળે આવ્યો. ત્યારે કોઈ જ ન હતું કે જે શેઠના બંને પગ ધોઈ આપે. ત્યારે ચંદના પાણી લઈને નીકળી. શેઠે તેને રોકી, તો પણ તેણી ધરાર પાણી લાવી, ત્યારે શેઠના પગ ધોતા-ધોતા વાળ છુટી ગયા. તે વખતે ચંદનાના વાળ નીચે કાદવમાં ન પડે એ હેતુથી શેઠના હાચમું ભીનું કાષ્ઠ હતું તેના વડે ધારણ કર્યા અને ફરી ચંદનાના વાળને બાંધી દીધા [અંબોળો લઈ લીધો. મૂલા શેઠાણી આ બધું અવલોકન જાળીમાં રહીને જોતી હતી. તેણીએ વિચાર્યું કે હવે કાર્ય બગડશે. શેઠ આને ગમે તે રીતે પરણશે. ત્યારે મારી કોઈ કિંમત નહીં રહે. “વ્યાધિ ઉગતી હોય ત્યાં જ ડામી દેવી સારી.” એમ વિચારીને જેવા શ્રેષ્ઠી બહાર ગયા કે તુરંત જ મૂલા શેઠાણીએ વાણંદને બોલાવીને ચંદનાનું મુંડન કરાવી દીધું. બેડીમાં બંધ કરાવીને ખૂબ મારી. ત્યારે બીજા પરિજને તેને રોકી. * x * મૂલા શેઠાણીએ ડરીને તેણીને કોઈ ઘરમાં નાંખી દઈ, કોઠારને મુદ્રિત કરી દીધો. ત્યારપછી શેઠે અનુક્રમે પાછા આવતા તેણે પૂછ્યું કે - વંદના ક્યાં છે ? કોઈપણ કંઈપણ ડરથી કહેતા નથી. શેઠે વિચાર્યું કે કદાચ ઉપર રમતી હશે. એ પ્રમાણ રાત્રે પણ પૂછ્યું, જવાબ ન મળતાં શેઠને થયું કે - નક્કી સુતી હશે. બીજે દિવસે પણ તેણી જોવામાં ન આવી. ત્રીજે દિવસે દબાણ કરીને શેઠે પૂછ્યું - હવે મને જલ્દી કહે, નહીં તો હું તને મારીશ. ત્યારે એક વૃદ્ધ દાસી હતી, તે વિચારે છે કે - હવે મારે જીવીને પણ શું કામ છે ? તે બિચારી ચંદના જીવે તો સારું તેણીએ શેઠને કહી દીધું કે - ચંદના અમુક ગૃહમાં બંધ છે. શેઠે જઈને તે ઘર ખોલી નાંખ્યું. ચંદનાને ભૂખથી હણાયેલી જોઈ. ભાત માટે શોધ કરી, પણ તે ઘરમાં રાંધેલા ન હતા ત્યાં તેણે બાફેલા અડદ જોયા. તેણીને તે સુપડાના ખૂણામાં લઈને આપ્યા. ત્યારપછી શેઠ લુહારના ઘેર ગયો. તેણીની બેડી છેદી નાંખુ. ત્યારે તે ચંદના પોતાના કુળનું સ્મરણ કરવા લાગી. ડહેલી - ઉંબરા ઉપર બેઠી. તેના હૃદયમાં આ વિચારોથી તેણી રડવા લાગી. ભગવંત ત્યાં પધાર્યા. તેણીને વિચાર આવ્યો કે ભગવંતને હું કંઈક આપું. મારા આ અધર્મનું ફળ છે. પછી ભગવંતને પૂછ્યું કે - આપને આ બાકુળા, કહ્યું છે ? ભગવંતે તુરંત હાથ ફેલાવ્યા. કેમકે ભગવંતના ચારે અભિગ્રહો પૂર્ણ હતા. ત્યાં પાંચ દિવ્યો પ્રગટ થયા. ચંદનાના વાળ પૂર્વવત્ જ લાંબા-કાળા-સુંવાળા થઈ