________________ ઉપોદ્ઘાત નિ પર૫ 24 248 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ સિદ્ધાર્થ વણિફ, ખીલા ખેંચ્યા. * વિવેચન-પ૫ : ત્યારપછી ભગવત્ છમ્માણી નામક ગામે ગયા. ત્યાં બહારના સ્થાને પ્રતિમાં ધ્યાને રહ્યા. ત્યારે ભગવંતની પાસે કોઈ ગોવાળ બે બળદ છોડીને ગામમાં ગયો. ગાયો દોહીને નીકળ્યો. તે બંને બળદો અટવીમાં ચરવાના માટે ચાલ્યા ગયા. ત્યારપછી તે ગોવાળે આવીને પૂછયું, હે દેવાર્યક!તે બંને બળદ ક્યાં ગયા ? ભગવંત મૌન જ રહ્યા. ત્યારે તે પરિકુપિત થયેલા ગોવાળે ભગવંતના કાનમાં વાંસના ખીલાઓ નાખી દીધા. એક એક કાનમાં નાંખ્યો અને બીજો ખીલો બીજા કાનમાં નાંખ્યો. જ્યારે તે બંને ખીલા કાનમાં એબીજાને ચોંટી ગયા, ત્યારે બહારના ભાગના ખીલા કાપી નાખ્યા. જેથી બીજો કોઈ તે ખીલાને બહાર ખેંચીને કાઢી ન શકે. કેટલાંક કહે છે - એક જ ખીલો હતો, જે બીજા કાનથી નીકળ્યો ત્યારે બીજી બાજુથી તેને ભાંગી નાંખેલો હતો બિપૃષ્ઠ રાજાએ બંને કાનમાં તપેલું સીસું રેડાવેલું તે કારણે ભગવંત મહાવીરના કાનમાં કટશલાકિકા - ચોરના ખીલા નંખાયા. ભગવંતે તેના દ્વારા વેદનીય કર્મ ઉદીર્ણ થયા. ત્યાંથી ભગવંત મધ્યમા પાપામાં ગયા. ત્યાં સિદ્ધાર્થ નામે વણિક હતો. તેની ઘેર ભણવંત ગયા, તેનો મિત્ર ખરક નામે વૈધ હતો. તે બંને સિદ્ધાર્ચના ઘેર હતા. ભગવંત ભિક્ષાર્થે ગયા. વણિકે વંદના અને સ્તુતિ કરી. વૈધએ તીર્થકરને જોઈને કહ્યું - અહો! આ ભગવત્ સર્વ લક્ષણથી સંપૂર્ણ છે, તો સશલ્ય કેમ જણાય છે. ત્યારે તે વણિકે સંભ્રાંત થઈને કહ્યું - જોને ક્યાં શક્ય છે ? વૈધે નિરખતા કાનમાં શલ્ય જણાયું. તે વણિકે મિત્રને કહ્યું કે - આ શલ્ય દૂર કરવું જોઈએ. તે મહાતપસ્વી હોવાથી આપણને પુન્ય થશે. ભગવંત નિપતિ કમ હોવાથી ચિકિત્સાને ઈચ્છતા નથી. ત્યારે ભગવંતને જ્યારે ઉધાનમાં પ્રતિમા ધ્યાને રહેલા જોયા, તે બંને મિત્રો પધિ લઈને ગયા. ત્યાં ભગવંતને તૈલ વડે માલીશ કર્યો - મર્દન કર્યું. પછી ઘણાં મનુષ્યો વડે ચંત્રિત કરીને, આકાંત કર્યા. પછી સાણસીથી પકડીને ખીલા ખેંચ્યા. ત્યારે લોહી સહિત શલાકા ખેંચાઈ. તે બંને ખીલા ખેંચવાથી ભગવંતની રાડ ફાટી ગઈ. તે રાડ વડે મનુષ્યો ઉછળી પડ્યા. તે ઉધાન મહાભયંકર થઈ ગયું. દેવકુળ પણ ભયંકર થઈ ગયું. ત્યારપછી સંરોહણી ઔષધી વડે ઘા રુઝાવી દીધાં અને ત્યાં જ ભગવંતને ગુણકારી થયું. પછી વંદન કરી, ક્ષમા માંગીને બંને ગયા. બધાં ઉપસર્ગોમાં કેટલાં ઉપસર્ગો દુષિત હતા ? કટપૂતના વડે કરાયેલો સીત ઉપસર્ગ, કાળચક અને આ શલ્યને બહાર ખેંચવા તે દુર્વિષહ હતા અથવા જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાનો શીત ઉપસર્ગ હતો, મધ્યમોમાં ઉત્કૃષ્ટ તે સંગમે મૂકેલ કાલચક હતું અને ઉત્કૃષ્ટોમાં ઉત્કૃષ્ટ તે આ શચનું ઉદ્ધરણ હતું. આ પ્રમાણે ગોવાળથી ઉપસર્ગ શરૂ થયા, ગોવાળ વડે પૂરા થયા. ખીલા ઠોકનાર ગોવાળ સાતમી નડે ગયો. ખક વૈધ અને સિદ્ધાર્થ વણિક બંને દેવલોકે ગયા. જો કે તેમણે તીવ્ર વેદના ઉદરેલ હતી, પણ શુદ્ધ ભાવ હોવાથી સ્વ ગયા. * નિર્યુક્તિ-૫૨૬ - જંભિક ગામની બહાર, જુવાલિકાના કિનારે, યામ ખેડૂત, શાલવૃક્ષ નીચે, જીર્ણ ચંત્ય નજીક, છ તપ, ઉકુટુક આસને, કેવળજ્ઞાન થયું. * વિવેચન-પર૬ : ત્યાંથી ભગવંત જંભિક ગામે ગયા. ત્યાંથી બહાર કોઈ જીર્ણ ચૈત્યની સમીપે, * x * બાજુ વાલિકા નદીના કિનારે, ઉત્તરીય કૂળે, ચામાક ગૃહપતિના કાષ્ઠકરણ ક્ષેત્રમાં, શાલવૃક્ષની નીચે, ઉકટક નિષધા વડે, ગોદોહિક આસને આતાપના વડે આતાપના લેતા, નિર્જળ છ ભક્ત વડે. વૈશાખ સુદ-૧૦ના દિવસે હતોતર નpsમાં ચંદ્રાંનો યોગ થતા પ્રાચીનગામિની છાયા અભિનિવૃતા પૌરુષીના પ્રમાણ પ્રાપ્તિમાં ધ્યાનાંતરિકામાં વર્તતા ભગવંતને એકQવિતર્ક વ્યતિક્રાંત થઈ અને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ પ્રાપ્ત ન થયેલ ત્યારે શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયાં. હવે તપ વડે કેવળજ્ઞાન થયું, તે કારણે ભગવંતે જે તપની સેવના કરી - જે તપો આદર્યા, તેને જણાવે છે. * નિયુક્તિ-૫૨૭ : વીરવર મહાનુભાવ વડે જે તપ છાશુકાળમાં આચરાયા, તેને યથાક્રમે હું વર્ણવીશ. * વિવેચન-પર૩ - વીવર મહાનુભાવે જે તપ છાકાળમાં આચરેલા છે, જેને નિત્યસંબંધથી અનુક્રમે - જે ક્રમથી ભગવંતે આયર્યા - આરાધ્યા છે તે ક્રમથી હું કહીશ. તે આ પ્રમાણે - * નિયુક્તિ -528 થી પ૩૩ : - નવ ચૌમાસી, છ બે માસી ઉપવાસ કર્યો. ભર માસ ક્ષમણ, બોરપંદર ઉપવાસ [આધમાસ ક્ષમણ કર્યા. - એક છમાસી, બે ત્રણ માસી, બે અઢીમાસી, બે દોઢ માસીના ઉપવાસ ભગવતે કર્યા હતા. - ભદ્ધા અને મહાભદ્રા પતિમાં, ત્યારપછી સવતો ભદ્ર પ્રતિમા અનુક્રમે બે, ચાર અને દશ દિવસે પારણા વિના સતત આરાધી.