________________ ઉપોદ્ઘાત નિ 493 21 જ ભગવંતે શીતલ તેજોલેશ્યા મૂકી. તે તેજોલેસ્યા જંબૂદ્વીપને અંદરથી વટે ચે, જ્યારે શીતલા તેજોલેશ્યા તે તેજોલેસ્યાને બહારથી વીટે છે. તે ઉણ તેજોલેશ્યા ત્યાં જ શીતલા તેજોલેશ્યા વડે ઓલવાઈ ગઈ. ત્યારે ભગવંતની આવી ઋદ્ધિ [લબ્ધિ જોઈને વૈશ્યાયન બોલ્યો હે ભગવન! મેં આપની હદ્ધિ જાણી, ભગવન્! મેં આપની ઋદ્ધિ જાણી. મને ખબર નહીં કે આ આપનો શિષ્ય છે, આપ મને ક્ષમા કરો. ત્યારે ગોશાળાએ ભગવંતને પૂછયું કે હે સ્વામી ! આ “જૂ’ નો સજાતર શું કહે છે ? ભગવંતે બધી વાત કહી, ત્યારે ડરી ગયેલા તેણે પૂછ્યું - આ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા કઈ રીતે થાય ? ભગવંતે કહ્યું - હે ગોશાળા ! નિરંતર છને પારણે છઠ્ઠ કરી, આતાપના લેવામાં આવે, પારણામાં નખે ચડે તેટલા અડદના બાકળા ખાવામાં આવે અને એક ખોલો પ્રાણુક પાણી લઈને નિર્વાહ કરવાથી છ માસમાં તે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાની પ્રાપ્તિ થાય છે. અન્યદા ભગવંત કૂર્મગ્રામથી સિદ્ધાર્થપુર જવા નીકળ્યા. ફરી પણ તલનો છોડ નજીકમાં જ જતાં-જતાં જોયો. ગોશાળાએ ભગવંતને પૂછ્યું કે આ કંઈ રીતે નિષ્પન્ન થયો ? ભગવંતે જણાવ્યું કે - તે કઈ રીતે તિપન્ન થયો. આ પ્રમાણે વનસ્પતિ જીવોનો પરાવર્ય પરિહાર-શરીરમાં ઉત્પત્તિ થાય. ગોશાળાને તે વાતની શ્રદ્ધાન થતાં જઈને તે તલના છોડીને તોડીને વિદાર્યો, હાથમાં તલ લીધા, ગણીને સાત તલ જ થતાં બોલ્યો - આ પ્રમાણે બધાં જીવો પણ પરાવર્ત થઈને પરિસ્વર્તે છે. પોતે માનેલા નિયતિવાદને ગાઢપણે અવલંબિત કરે છે. ભગવંતે જે ઉપદેશ કરેલો કે જે રીતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે, તે માટે પછી ભગવંતથી છૂટો પડીને શ્રાવસ્તીમાં કુંભારની શાળામાં રહીને તેજોલેશ્યા માટે આતાપનાદિ વિધિ કરે છે. છ માસ થતાં તેને તેજલેશ્યાની ઉત્પત્તિ થઈ. કૂવા કાંઠે દાસીને બાળી નાંખી. ત્યારપછી ગોશાળા પાસે છ દિશાયરો આવ્યા. તેઓ નિમિત્ત જોઈને કથન કરી શકતા હતા. એ પ્રમાણે તે ગોશાળો અજિત હોવા છતાં પોતાને “જિન' કહીને વિચવા લાગ્યો. આ તેની વિભૂતિ થઈ. * નિયુક્તિ-૪૯૪ - વૈશાલીમાં પ્રતિમાદયાન, શંખ ગણરાજ તેના પિતાનો મિx. ચંડિકાનંદી પાર ઉતરવી, ચિત્રનું નાવથી ગમન રાજાની બેનનો પુx. * વિવેચન-૪૯૪ - [તિકારશ્રીએ આ રીતે જ પદો નોંધ્યા છે, તેનો અર્થ કથા વડે -]. ભગવંત પણ વૈશાલી નગરી ગયા. ત્યાં પ્રતિમા ધ્યાને રહ્યા. પિશાચસ્પ કરી 232 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ડિમે ખલના કરી. ત્યાં શંખ નામે ગણરાજા હતા. તે સિદ્ધાર્થના મિત્ર હતા. તેણે ભગવંતને પૂજેલા. પછી ભગવંત વાણિજ્યગ્રામ ગયા. ત્યાં માર્ગમાં ગંડિકા નદી આવી. તે ભગવંત નાવ વડે ઉતર્યા. તે નાવિકે ભગવંત પાસે ભાડુ માંગ્યું. એ પ્રમાણે પીડા કરવા લાગ્યો. ત્યાં શંખરાજાનો ભાણે જ ચિત્ર નામે હતો, તે દૂત કાર્ય માટે જતો હતો. ભાવ લઈને ત્યાંથી નીકળ્યો. ત્યારે તેણે ભગવંતને છોડાવ્યા અને તેમની પૂજા પણ કરી. પછી ભગવંત વાણિજયગ્રામ ગયા. * નિયુક્તિ-૪૫ - વાણિજ્યગ્રામ ગયા, આનંદશ્રાવક, અવધિજ્ઞાની, પરીષહ સહેવા, શ્રાવસ્તીમાં વાસ, વિચિત્ર તપ, સાનુષ્ટિની બહાર, * વિવેચન-૪૯૫ - ભગવંત વાણિજ્યગ્રામની બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં આનંદ નામે શ્રાવક હતો. છ-છનો તપ કરી આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જેવા તીર્થકર ભગવંતને જોયા કે તુરંત વંદના કરીને કહ્યું - અહો ! ભગવંત ! આપે ઘણાં પરીષહો સહન કર્યા. આટલા કાળમાં આપને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે, પછી પૂજા કરી. ત્યાપછી ભગવંત શ્રાવસ્તી ગયા. ત્યાં દશમું ચોમાસુ કર્યું અને સ્થાનાદિ વિચિત્ર તપોકર્મ કર્યા. ત્યાંથી સાનુલષ્ઠી ગામે ગયા. ત્યાં ભદ્ર પ્રતિમા આરાધી. આ ભદ્ર પ્રતિમા કેવી ? દિવસના પૂર્વમુખ થઈને રહે, પછી સમિમાં દક્ષિણમુખ થઈને, દિવસના પશ્ચિમ મુખ અને રાત્રિના ઉત્તરમુખ થઈને રહે. એ પ્રમાણે છૐ તપ વડે પૂર્ણ કરે. પછી પણ પારતા નથી. પાર્યા વિના જ મહાભદ્ર પ્રતિમા કરે છે. તેમાં પૂર્વ દિશામાં અહોરમ ધ્યાન કરે, એ પ્રમાણે ચારે પણ દિશામાં કરતા, ચાર અહોરાત્ર થાય. એ પ્રમાણે તે ચાર ઉપવાસ વડે પૂર્ણ થાય છે. ત્યાસ્પછી પારણું કર્યા વિના જ સર્વતોભદ્રા પ્રતિમા કરે છે, તે આ - | સર્વતો ભદ્રામાં ઐન્દી દિશામાં અહોરાત્ર, એ પ્રમાણે આપ્નીમાં, ચામીમાં, તૈમતીમાં, વારણીમાં, વાયબીમાં, સોમામાં, શાનીમાં એ આઠે દિશાઓમાં તથા વિમલામાં અર્થાત ઉર્વલોકિકમાં જે દ્રવ્યો છે, તેનું ધ્યાન કરે, તમામાં એટલે અધસ્તનનીચેની દિશામાં, એ પ્રમાણે આ દશ દિશામાં અહોરાત્ર ધ્યાન કરે અને તે બાવીશ ભક્ત અર્થાત્ દશ ઉપવાસ વડે પૂર્ણ થાય. પહેલી ચાર એ પ્રમાણે પૂર્વ દિશામાં ચાર ચામ, દક્ષિણ દિશામાં ચાર યામ, પશ્ચિમ દિશામાં ચાર ચામ, ઉત્તર દિશામાં ચાર યામ. બીજીમાં આઠ એટલે પૂર્વમાં આઠ ચામ, એ પ્રમાણે દક્ષિણ, ઉત્તરમાં પણ