________________ 23 ઉપોદ્દાત નિ 45 આઠ-આઠ, બીજીમાં વીશ, પૂર્વમાં આઠ રામ ચાવત્ અધો દિશામાં આઠ ચામ. એ પ્રમાણે છે. [વિશેષ વિધિ ગ્રન્થાંતરથી જાણવી. * નિયુક્તિ-૪૯૬ : ભદ્ધ પ્રતિમા, મહાભવ પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા. તેમાં પહેલીમાં ચાર, પછી આઠ, પછી વીસ, આનંદ, બહુલા, ઉઝિત, દિવ્યો. વિવેચન-૪૯૬ : પ્રતિમાદિ વર્ણન કર્યું, શેષ કથા આ પ્રમાણે - પછી પ્રતિમા પૂર્ણ થતાં આનંદ ગાથાપતિને ત્યાં બહલા દાસીએ રસોડામાં વાસણો ધોતાં પર્યુષિત અને તજવા યોગ્ય ભોજન હતું. ભગવંત પ્રવેશતા, તેણીએ પૂછ્યું - ભગવન્! શું પ્રયોજન છે ? ભગવંતે હાથ ફેલાવ્યા. તેણીએ પરમ શ્રદ્ધાથી ઉક્ત ભોજન આપ્યું, પાંચ દિવ્યો પ્રગટ થયા. નિયુક્તિ-૪૯૭ : ઢભૂમિથી બહાર, પેઢાલ નામે ઉધાન, પોલાણ ચૈત્યમાં, એકરામિકી મહાપતિમાએ ભગવંત રહા. * વિવેચન-૪૯૭ :ત્યારપછી ભગવંત દેઢભૂમિમાં ગયા. ત્યાં બહાર પેઢાલ નામે ઉધાન હતું. ત્યાં પોલીસ નામે ચૈત્ય હતું. ત્યાં અમભક્ત વડે એક રાગિકી પ્રતિમા રહ્યા. એક પુદ્ગલ ઉપર નિરુદ્ધ દૃષ્ટિથી અનિમેષ નયને જોવાનું. તેમાં પણ જે અચિત્ત પુદ્ગલ હોય તેમાં દૃષ્ટિને સ્થિર રાખવી અને સચિત પુદ્ગલથી દષ્ટિ ખસેડી લેવી તે રીતે ધ્યાન કરે. યથાસંભવ બાકીની પણ કહેવી જોઈએ. ઈષત્ પ્રાગભાર ગત અને ઈષત્ કિંઈક નમેલી કાયા વડે. પુદ્ગલને જુએ છે. * નિયુક્તિ-૪૮ : દેવરાજ શક, સભામાં રહેલો અને અખાતો વચન બોલે છે - ત્રણે પણ લોકમાં વીર જિનેશ્વરને મનથી ચલિત કરવા કોઈ સમર્થ નથી. * વિવેચન-૪૯૮ : આ તરફ દેવરાજ શક ભગવંતને અવધિજ્ઞાનથી અવલોકતો સુધમસિભામાં શ્રેષ્ઠ સ્થાને બેસીને, હર્ષિત થઈને, સ્વામીને નમસ્કાર કરીને બોલે છે - અહો ! ભગવન શૈલોક્યને અભિભૂત કરીને રહ્યા છે. કોઈ દેવ કે દાનવ વડે તેમને ચલિત કરવાનું શક્ય નથી. * નિયુક્તિ-૪૯૯ થી 501 - * સૌધર્મ કલ્પવાસી, ઈન્દ્ર વિરોધી, સામાનિક એવો સંગમ નામનો દેવ ઈષ્યથી શકને આ પ્રમાણે કહે છે - 234 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ 0 ત્રણ લોકમાં પણ ભગવતે ચલાયમાન કરવાને કોઈ સમર્થ નથી. એમ તે માને ચે, હવે જે આજે જ અને (ભગવંતને) તપ યોગથી ભ્રષ્ટ અને મને વશ થયેલો તમે બધાં જોજો. o મિથ્યાર્દષ્ટિ અને પ્રત્યેનીક શત્રુ એવો તે શક્રેન્દ્રનો સામાનિક દેવ તુરત જ આવ્યો અને ઈર્ષ્યાથી ભગવંતને ઉપસર્ગ કરવા લાગ્યો. * વિવેચન-૪૯ થી 501 - આ તરફ સંગમ નામનો સૌધર્મકાવાસી દેવ જે શકનો સામાનિક છે, અભવસિદ્ધિક છે તે કહે છે - દેવરાજ કેવા રાગથી બળબળાટ કરે છે. શું મનુષ્યને દેવ ચલિત ન કરી શકે ? હું ચલિત કરી દઈશ. તે વખતે શક તેને અટકાવતો નથી કેમકે શકને થયું કે સંગમ એવું વિચારશે કે ભગવંત બીજાની નિશ્રામાં રહીને તપોકર્મ કરે છે. એ પ્રમાણે સંગમ આવ્યો. હવે ઉપસર્ગો કહે છે - * નિયુક્તિ-૫૦૨ થી 506 : 1- ધૂલી, રૂ કીડીઓ, 3- ડાંસ, 4- ધીમેલ, 5- વીંછી, 6- નકુલ, - સર્પ, 8- ઉંદર [એ આઠ તથા 9- હાથી, 10- હાથણી, 11- પિશાચનું ઘોર રૂપ, ૧ર- વાઘ, ૧૩તિર, 14- નિરી, 15- સોઈયો ત્યાં આવીને રાંધે છે, 16- પી. 1- ખરવાત, 18- કલંકલિકા, 19- કાલચક્ર, 20- પ્રભાત વિકુવવું. તે વીસમો અનુકૂળ ઉપસર્ગ. સામાનિક દેત્રદ્ધિ વિમાનમાં રહીને તે દેવ બતાવે છે અને કહે છે - મહર્ષિ વર્ગ અને મોક્ષરૂપ આ નિપત્તિને વરો. ભગવંત વીરને લલકારે સાધવાને હણાયેલ છે મતિવિજ્ઞાન જેમનું, તેવો સંગમ દેવ ભગવંતના મનને વિર્ભાગજ્ઞાનથી જુએ છે, પણ પ્રભુ છ અવનિકાયના હિતની જ ચિંતવના કરી રહ્યા છે. * વિવેચન-૫૦૨ થી 506 : ત્યારે ભગવંતની ઉપર ધૂળની વનિ વરસાવે છે. જેના વડે આંખ, કાન વગેરેના બધાં શ્રોતો-છિદ્રો પૂરાઈ જાય છે અને ભગવંતનો શ્વાસ રૂંધાવા લાગે છે, તેના વડે ભગવંત તલ-તુષના મિભાગ માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. ત્યારે સંગમ થાકી ગયો. ત્યારપછી તેણે કીડીઓ વિકર્વી, જે વજ જેવા મુખવાળી હતી. તે કીડીઓ ચોતરકથી વળગીને ખાવા લાગી, બીજા-બીજા શ્રોતોથી શરીરમાં પ્રવેશીને કોઈ અન્ય શ્રોત વડે બહાર નીકળવા લાગી. ભગવંતનું શરીર ચાલણી જેવું કરી દીધું. તો પણ ભગવંત ચલિત ન થયા.