________________ ઉપોદ્ઘાત નિ 492 229 ત્યાં માર્ગમાં એક તલનો છોડ હતો. તે જોઈને ગોશાળાએ પૂછ્યું - ભગવત્ ! આ તલનો છોડ ઉગશે કે નહીં ઉગે ? ભગવંતે કહ્યું - તે જરૂર ઉગશે - નિપન્ન થશે. આમાં તલપુપના સાત જીવો છે, તે ઉપદ્રવીને એક જ તલના સાઠામાં ફરી ઉત્પન્ન થશે. ત્યારે ગોશાળાને તે વાતની શ્રદ્ધા ન થઈ. તેથી તેણે તે છોડને મૂળ સહિત જમીનમાંથી ખેંચી લઈને એકાંતમાં ફેંકી દીધો.. તે વખતે ત્યાં આસપાસમાં રહેલા વ્યંતર દેવોએ ભગવંત મૃષાવાદી ન થાઓ, એમ વિચારીને તે સ્થાને વરસાદ વરસાવ્યો. ભૂમિ આશ્ચત કરી. ત્યાં ઘણી જ ગાયો આવી ગઈ, તે ગાયની ખૂર વડે, તે ફેંકાયેલા છોડ ફરી જમીનમાં સ્થાપિત થઈ ગયો. પુષ્પો પણ આવ્યા. * નિયુક્તિ -493 : મગધ ગોબરગામ, ગોશંખી, વૈશિક, પાણામા, કુમગામ, આતાપના, ગોશાળો, ગોવન, પઢેષ થયો. * વિવેચન-૪૯૩ - વૃિત્તિકાશ્રી આ રીતે જ પદો નોંધે છે, પદનો અર્થ કથાથી જાણવો.] ત્યારપછી ભગવંત અને ગોશાળો કૂર્મ ગ્રામે પહોંચ્યા. ત્યાં બહાર વૈશ્યાયન નામનો કોઈ બાલ તપસ્વી આતાપના લઈ રહ્યો હતો. આ વૈશ્યાયનની ઉત્પત્તિ શું છે ? ચંપા નગરીમાં અને રાજગૃહના અંતરાલમાં ગોબર ગ્રામ હતું. ત્યાં ગોશંખી નામે એક કૌટુંબિક વસતો હતો. તે ત્યાંના આભીરોનો અધિપતિ હતો. તેને બંધુમતિ નામે પત્ની હતી. તેણે બાળકને પ્રસવ્યો. આ તરફ તેની નજીક ચોરોએ ગામ ભાંગ્ય, ત્યાં કોઈ પુરુષને મારીને બંદી બનાવીને ત્યાંથી ચોરો અન્યત્ર ભાગી ગયા. એક તુરંતની પ્રસૂતા, પતિને મારીને બાળક સહિત પકડી લીધી. તેણીએ તે બાળક તજી દીધો. - તે બાળક, તે ગોશંખીએ જતાં-જતાં જોયો, પકડીને પોતાની સ્ત્રીને આપી દીધો. ત્યાં એવું જાહેર કર્યું કે - મારી સ્ત્રી ગૂઢ ગભ હતી. ત્યાં કોઈ છગલકબોકડાને મારીને લોહી બંધ કરીને પ્રસૂતિનો દેખાવ કર્યો. તેને યોગ્ય જે કંઈ કર્તવ્યો કરવા જોઈએ તે કર્યા. ત્યારપછી તે બાળખ મોટો થવા લાગ્યો. તેની માતાને પણ કોઈએ ચંપામાં વેંચી દીધી. તેણીને કોઈ સ્થવિરા વૈશ્યાએ ખરીદી લીધી. આ મારી પુત્રી છે, એમ બતાવીને રાખી. ત્યારપછી જે ગણિકાના ઉપચાર હોય, તે બધાં તે સ્ત્રીને શીખવી દીધા. તેણી ત્યાં નિર્ગત નામે ગણિકા થઈ. તે ગોશંખીપુખ તરણ થયો. ઘીના ગાડાં ભરીને ચંપા નગરીમાં ગયો મિત્રો આદિ સાથે હતા. તેણે ત્યાં જોયું કે નગરજનો ત્યાં ઈચ્છા મુજબ અભિરમણ કરતાં 230 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ હતા. તેને પણ એવી ઈચ્છા થઈ કે - હું પણ તેમ રમણ કરું. તે ત્યાં વૈયાના પાળામાં ગયો. ત્યાં તે જ પોતાની માતાને ઉચિત મૂલ્યા આપી, સંધ્યાકાળે સ્નાનાદિ કરી જાય છે. તે તરફ જતાં માર્ગમાં વીષ્ઠા વડે તેનો પણ લેપાયો. તે જાણતો ન હતો કે કોના વડે પણ લેપાયો છે. પરંતુ આ અવસરે તેના કુળદેવતાને થયું કે આ યુવાન અકૃત્ય ન આચરી બેસે માટે તેને બોધ પમાડું. ત્યારે કુલદેવતાને ત્યાં વાછરડા સહિતની ગાયની વિદુર્વણા કરી અને ત્યાં રહ્યા. ત્યારે તે ગોશંખીપુત્રએ તેવા પગ વડે વાછરડાને સ્પર્શ કર્યો. ત્યારે તે વાછરડો બોલ્યો કે - હે માતા ! આ કેમ મને વીઠા વડે લેપાયેલા ગંદા પગથી સ્પર્શ કરે છે ? ત્યારે તે ગાયે મનુષ્યની વાણીમાં જવાબ આપ્યો કે - હે પુત્ર ! તું શા માટે અધૃતિ કરે છે ? આ અત્યાર તેની પોતાની માતાને જ ભોગવવા જઈ રહ્યો છે. તેથી તેનું આવા પ્રકારનું કૃત્ય ક્ષમાને યોગ્ય છે. જે પોતાની માતાને ભોગવે તે બીજા કયા કયા પાપો કે અકૃત્યો ન કરે ? ત્યારે તે સાંભળીને તેને ચિંતા ઉત્પન્ન થઈ કે “જઈને હું પુછું.” પછી તે વૈશ્યાના ઘેર જઈને તેણીને તેની ઉત્પત્તિ પૂછે છે ? ત્યારે તે વૈશ્યા ગોશંખીપુત્રને પૂછે છે તારી ઉત્પત્તિ બોલને. એમ કહીને સ્ત્રીના હાવભાવોને પ્રગટ કરે છે. ત્યારે ગોશંખીપુત્ર કહે છે - હું તને બીજા આટલા જ મૂલ્યો આપીશ. તેથી જે સાચું હોય તે મને જણાવ. સોગંદ આપીને બધું કહ્યું. ત્યારે તે યુવાન ત્યાંથી નીકળીને પોતાના ગામે ગયો. માતાપિતાને પૂછે છે કે સત્ય શું છે ?] માતા-પિતા કંઈ ઉત્તર આપતા નથી. ત્યારે તેણે માતાપિતા ન કહે ત્યાં સુધી ખાવાનું છોડી દીધું. ત્યારપછી તે પોતાની માતાને વૈશ્યા પાસેથી છોડાવી લાવ્યો. પછી તેને વૈરાગ્ય જમ્યો કે વિષયરાગની આવી અવસ્થા છે. તેથી પ્રાણામી પ્રવજ્યાનો સ્વીકાર કરીને રહેલો છે. આ તેની ઉત્પત્તિ. - વિચરતો એવો તે, તે કાળે કર્મ ગ્રામમાં આતાપના લઈ રહ્યો છે તેની જટામાં ઘણી શું હતી, સૂર્યના તાપથી તપીને પડતી હતી. જીવના રક્ષણને માટે તે પડેલી જૂને પોતાના માથામાં મૂકી દેતો હતો. ગોશાળાએ જ્યારે જોયું, ત્યારે ત્યાંથી સકીને તુરંત વૈશ્યાયન પાસે પહોંચ્યો. ત્યાં જઈને તેને પૂછયું કે - “જૂની પથારી જેવા તમે શું મુનિ છો, દીક્ષિત છો કે પછી પીશાચ છો? અથવા શું તમે સ્ત્રી છો કે પુરૂષ ? આ પ્રમાણે બે, ત્રણ વખત વૈશ્યાયનને આમ પૂછ્યું. ત્યારે રોપાયમાન થયેલા વૈશ્યાયને તેજ [તેજોલેશ્યા મૂકી. તે વખતે ગોશાળાની અનુકંપાને માટે વૈશ્યાયન તાપસની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રતિ સંહરણને માટે તેટલામાં