________________ ઉપોદ્ઘાત નિ 490 223 228 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે પુત્રીનો જન્મ થશે તો અમે આ દેવકુલને નવીની કરણ કરાવીશું. અહીંના ભક્ત બનીશું. એ પ્રમાણે નમીને ગયા. ત્યાં નીકટમાં રહેનારા વ્યંતર દેવતાએ પ્રાતિહાર્ય કરતાં તેણીને ગર્ભ ઉત્પન્ન થયો. જેવા ગર્ભની ઉત્પત્તિના સમાચાર જાણ્યા કે તુરંત દેવકુળ કસ્વાનું શરૂ કર્યું. ત્રણે સંધ્યા ખૂબ જ પૂજા કરે છે. પર્વ ત્રિકમાં પણ વિશેષ આશ્રય કરે છે. એ પ્રમાણે તે શ્રાવક થયા. આ તરફ ભગવંત નગરના શકટ મુખ ઉધાનની મથે પ્રતિમાથાને રહ્યા. તે વગુર સ્નાન કરી, ભીનું વસ્ત્ર પહેરી, પરિજનો સહિત, મોટી ડદ્ધિ સહિત, હાથમાં વિવિધ પુષ્પો લઈને, તે મલ્લીનાથ પ્રભુના આયતને પૂજા કરવાને માટે કાઠથી જઈ રહ્યો છે. દેવેન્દ્ર ઈશાન પણ પૂર્વે આવીને ભગવંત મહાવીરની પર્યાપાસના કરી રહ્યો છે. વલ્ગર ત્યાંથી પસાર થતો જુએ છે. ત્યારે કહે છે - ઓ વગુર! તું પ્રત્યક્ષ તીર્થકરનો મહિમા-પૂજાદિ કરતો નથી અને પ્રતિમાની પૂજા કરવા જઈ રહ્યો છે ? આ ભગવંત મહાવીર વર્ધમાનસ્વામી અહીં સાક્ષાતુ ઉભા છે. ત્યારે વલ્ગર ત્યાં આવ્યો. “મિચ્છા મિ દુક્કડં” દઈ, ક્ષમા યાચના કરી, ભગવંતો મહિમા કરે છે. ત્યારપછી ભગવંત ઉણક ગામે ગયા. આ વખતે માર્ગમાં કોઈ વર-વહુ સામેથી આવતા હતા. વળી તે બંને વિરૂપબહાર નીકળેલ દાંતવાળા હતા. તેમને જોઈને ગોશાળો બોલ્યો - અહો! આ તો ખરેખર સંયોગ છે - વિધિરાજ પણ કેવો કુશળ છે કે દૂરદૂર રહેતા હોય તેને પણ જાણે છે. જે જેને માટે યોગ્ય હોય તે તેને આપી દે છે. હજી તો આટલું કહ્યું તેટલામાં તે પીટાયો. તેને મારીને વાસના કુડંકમાં નાંખી દીધો. ત્યાં પડેલ કોઈ શરણ કે રક્ષણ વિનાનો રહ્યો. ભગવંત તેની રાહ જોતા ઉભા રહ્યા, ત્યારે તે ત્યાં પડ્યો પડ્યો) ભગવંતને સાદ કરે છે. તે વખતે સિદ્ધાર્થ વ્યંતર કહે છે - આ પીડા તે જાતે જ વહોરેલી છે. સ્વામી દૂર તેની રાહ જોતા હોવાથી. પછી તે લોકો વિચારે છે કે- નક્કી આ દેવાર્યનો પીઠિકાવાહક અથવા છગઘર હોવો જોઈએ, તેથી જ આ દેવાય તેની સહજતાં ઉભા રહ્યા છે. તેથી આને છોડી મૂકો. એમ વિચારી તેને મુક્ત કર્યો - છોડી મૂક્યો. બીજા આચાર્યો કહે છે - ભગવંતને સહ જોતા ઉભેલાં જોઈને ત્યાં માર્ગમાં જતા મુસાફરો અને તેને વાંસ કુંડકથી બહાર કાઢ્યો. * નિર્યુક્તિ-૪૧ : ગોભુમિ, વજલા, ગોપનો કોપ, વંશી, જિનોપશમ, રાજગૃહીમાં આઠમું ચોમાસુ, વજભૂમિમાં ઘણાં ઉપસગોં. * વિવેચન-૪૯૧ - [વૃત્તિકારશ્રીએ આ રીતે જ પદો મૂક્યા છે, પદાર્થ કથાનુસાર જાણવા.] ત્યારપછી ભગવંત ગોભૂમિ જતા હતા. ત્યારે માર્ગમાં ઘન અટવી આવી. ત્યાં સદા ગાયો ચરતી હતી તેથી તેને ગોભૂમિ - ગોચરભૂમિ કહે છે. ત્યારે ગોશાળો ગોવાળોને કહે છે - અરે વજલાઢા! આ માર્ગ ક્યાં જાય છે ? વજલાઢ એટલે મ્લેચ્છો. ત્યારે તે ગોવાળો કહે છે - શા માટે તું આક્રોશ કરે છે ? ત્યારે ગોશાળો કહે છે - ઓ અસૂયપુત્રો !, ક્ષૌર પુત્રો ! હું યોગ્ય રીતે આક્રોશ કરું છું. ત્યારે તે ગોવાળોએ ભેગા થઈને ગોશાળાને માર્યો અને પછી બાંધીને વાંસની જાળીમાં ફેંકી દીધો. ત્યારે ભગવંતનો ઉપશમભાવ જોઈને ત્યાં બીજાઓએ ફરી પણ ત્યાંથી છોડાવ્યો. ત્યાંથી ભગવંત અને ગોશાળો રાજગૃહીમાં ગયા. ત્યાં ભગવંતે આઠમું ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસી તપ કર્યો. વિવિધ અભિગ્રહો કર્યા. પછી પારણું કરીને ત્યાંથી શરદઋતુમાં બહાર વિહાર કર્યો. ‘અસુયપુત્ર' શબ્દનો એક અર્થ જેના પિતાની ખબર નથી તેવાના પુત્રો કરેલ છે. [આ એક હલકો શબ્દ છે.) સ્વમતિથી દૃષ્ટાંત કરે છે - એક કૌટુંબિકને ઘણાં શાલિ થયા. ત્યારે તે પરિકોને કહે છે - આપને ઈચ્છા પ્રમાણેનું ભોજન હું આપીશ. પણ મને તમે આ શાલી લણવામાં મદદ કરો. એ પ્રમાણેના ઉપાયથી લણણી કરે છે. એ પ્રમાણે મારે પણ ઘણાં કર્મો બાકી છે. તેથી આ લાકોની મદદ વડે હું નિર્જરા કરું. [એમ વિચારી ભગવંતો પછી તે અનાર્ય દેશમાં લાઢા વજભૂમિ અને શુદ્ધ ભૂમિ હતી, ત્યાં વિચર્યા. તે અનાર્યો એ તેની ઘણી જ હીલણા અને નિંદા કરી. જેમકે - કુતરાને છ-છુ કરીને શ્રમણને કરડાવતા ઈત્યાદિ. ત્યાં નવમું ચોમાસુ કર્યું. તે ચોમાસુ અસ્થિર હતું. વસતિ પણ મળતી ન હતી. ત્યાં છ માસ સુધી અનિત્ય જાગરિકાથી વિચર્યા. એ પ્રમાણે નવમું ચોમાસુ. * નિર્યુક્તિ-૪૯૨ - અનિયત વાસ, સિદ્ધાર્થપુર, તલનો છોડ, પૃચ્છા, નિષ્પત્તિ, તે અનાર્ય ગોશાળા દ્વારા છોડ ઉખેડી નાંખવો, બહુલામાં ચોમાસુ. * વિવેચન-૪૯૨ - [વૃત્તિકારશ્રીએ આમ જ પદો મૂક્યા છે. પદાર્થ કથાનકથી જાણવો.] ત્યાંથી નીકળી ભગવંત પહેલી શરદઋતુમાં સિદ્ધાર્થપુર ગયા. તે સિદ્ધાર્થપુરથી બંને કૂર્મ ગ્રામ જવા નીકળ્યા.