________________
ઉપોદ્ઘાત નિ ૪૫૮
૧૯૧
આમને અતિ સ્નેહ છે, “હું આમના જીવતા દીક્ષા લઈશ નહીં' એમ ગર્ભમાં રહીને જ અભિગ્રહ ગ્રહણ કરે છે, કેમકે ત્રણ જ્ઞાનથી યુકત હતા. - ૪ -
• ભાણ-૬૦ + વિવેચન :
બે સ્ત્રીઓના ગર્ભમાં રહીને ગર્ભમાં સુકુમાર તે ‘ગર્ભસુકુમાર' પ્રાયઃ દુ:ખને પ્રાપ્ત ન થયેલ એવા. કેટલો કાળ રહ્યા ? પ્રતિપૂર્ણ નવ માસ અને સમધિક સાત દિવસ.
• ભાણ-૬૧ થી ૩૧ -
હવે ભગવંત મહાવીર ચૈત્રસુદ ૧૩ના મધ્યરાત્રિએ ઉતરાફાગુની નક્ષમાં ફંડામે જમ્યા. તીર્થકર જન્મે ત્યારે આભરણ, રત્ન અને વરુની વૃદ્ધિ થાય છે. દેવરાજ શક આવ્યો, નિધિઓ આવી. ત્રણ લોકને સુખ આપનાર ભગવંત વર્તમાનનો જન્મ થતાં દેવીઓ સંતુષ્ટ થઈ અને પર્ષદા સહિત દેવો આનંદ પામ્યા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક એ ચારે પ્રકારના દેવો સપરિવાર અને ઋદ્ધિ સહિત ત્યાં આવ્યા
દેવોથી પરિવરેલા ઈન્દ્ર તીર્થકરને કસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વત ઉપર લઈ જઈને અભિષેક કર્યો. દેવો અને દાનવો સહિત દેવેન્દ્રએ પ્રભુનો જન્માભિષેક કરીને, પ્રભુને માતાને સમર્પિત કર્યા અને જન્મ મહોત્સવ કર્યો. શઓ રેશમી વસ્ત્ર, બે કુંડલ, પુણાની માળ આપી અને જંભક દેવોએ મણિ, રત્ન, કનક અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. કુબેરના વચનથી પ્રેરિત જંભગદેવો કોટી પ્રમાણ હિરણ્ય અને રત્નોને લાવે છે.
દેવલોકથી ચ્યવેલા અને અનુપમ શોભાવાળા પીઠમકો અને દાસદાસીથી પરિવરેલા ભગવંત વૃદ્ધિ પામે છે. તે ભગવંત કાળા ભમ્મર વાળ વાળા ઈત્યાદિ અને જાતિસ્મરણાદિ જ્ઞાનવાળા વગેરે વર્ણન પૂર્વે ઋષભદેવના અધિકારમાં નિયુકિત-૧૨ અને ૧૯૩ પ્રમાણે જાણવું.
• વિવેચન-૬૧ થી ૩૧ -
ચૈત્રસુદ-૧૩ના સગિના બે પ્રહરને અંતે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં કુંડગ્રામમાં પ્રભુ મહાવીર જન્મ્યા. દિકકુમારી વડે જાત કર્મ કરાયું. પછી - કટક, કેયુરાદિ અને ઈન્દ્રનીલાદિની વૃષ્ટિ, તીર્થકરનો જન્મ થતાં કરાઈ • x • x • કૈલોક્યને સુખાવહ ભગવંત વર્ધમાનનો જન્મ થતાં દેવ-દેવી આદિ પરિવાર આનંદિત થયો.
હવે અભિષેક દ્વારમાં કહે છે –
ભવનપતિ આદિ ચારે તિકાયના દેવો આવ્યા. દેવોથી પરીવરેલો દેવેન્દ્રએ તીર્થકરને લઈને મેરુ પર્વતે અભિષેક કર્યો. અહીં દેવ - શબ્દથી જ્યોતિષ અને વૈમાનિક લેવા અને રાનવ શબ્દથી વ્યંતર અને ભવનપતિ લેવા • x • નંદીશ્વર દ્વીપે જન્મમહોત્સવ કર્યો. હવે જે ઈન્દ્ર આદિ ભુવનના પ્રત્યેની ભકિતથી આપે છે, તે દશવિ છે -
૧૯૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ દેવ વસ્ત્ર, કાનનું આભમ, અનેક રત્નોથી ખચિત અને ભગવંતને સુભગ દર્શન આપતું શ્રી દામ આપે છે. •x - વૈશ્રમણના વચનથી પ્રેરાઈને તે તિર્યર્જુભક દેવો કોટિ પરિમાણથી ન ઘડેલા સુવર્ણ અને રત્નોને ત્યાં લાવે છે. હવે વૃદ્ધિ દ્વારને કહે છે – ગાથાર્થમાં જોવું.
હવે મેષણ - “ભય પમાડવો” દ્વાર કહે છે – • ભાષ્ય-૦૨ થી ૩૫ -
હવે ભગવન આઠ વર્ષથી કંઈક ન્યૂન વયના થયા ત્યારે સૌધર્મકો સુરવરો મળે કેન્દ્ર ભગવંત વિધમાન ગુણોની સ્તુતિ કરે છે. ભગવત મહાવીર ભાલ હોવા છતાં આબાલ ભાવવાળા અને અબાલ પરાક્રમી છે, ઈન્દ્ર સહિત દેવો પણ તેને ભય પમાડવાને સમર્થ નથી. હવે તે વચન સાંભળીને શ્રદ્ધા કરતો એક દેવ તેમને ભય પમાડવાને શીઘ જિનેશ્વર સમીપે આવે છે. સર્ષ રૂપ લે છે. તે વખતે વીર પ્રભુ બાળકો સાથે વૃક્ષની ક્રીડાથી મી રહેલાં છે. ત્યારે તે દેવને પીઠમાં મુકી મારીને હસ્યો. તે દેવ શ્રદ્ધાળું થઈ વીરાભને વાંદીને ચાલ્યો ગયો.
• વિવેચન-૭૨ થી ૩પ :
(ગાથાર્થ કહો, વિશેષ આ - કીર્તન - સ્તુતિ, સુધમાં - આ નામની સભામાં. અબાલભાવ - બાલભાવ સહિત, પરાક્રમ - ચેષ્ટા-x• કષાયાદિ શત્રુનો જય કરવામાં વિક્રાંત-વીર, મહા એવા વીરને મહાવીર. - x• તેના વચન સાંભળીને એક દેવ તેમાં અશ્રદ્ધા કરતો વરિત જિન સમીપે આવે છે. મેઘT • ભય પમાડવો છે.
આવીને શું કર્યું?
દેવ ભગવંત પાસે આવ્યો. ભગવંત બાળરૂપે-બાળકો સાથે વૃક્ષની ક્રીડા રમી રહ્યા હતા. જે પહેલાં વૃક્ષ ઉપર ચડે અને પહેલાં ઉતરે તેને બીજો બાળક ઉપાડે. તે દેવે આવીને વૃક્ષ નીચે સર્પનું રૂપ વિકુબૂ, સ્વામીએ અમૂઢપણે ડાબા હાથેથી તેને ઘણો દૂર ફેંકી દીધો. ત્યારે દેવે વિચાર્યું કે - આ છળાયો નહીં. પછી સ્વામી દડા વડે રમતા હતા. તે દેવે બાળરૂપ વિકવ્યું, સ્વામી સાથે રમવા લાગ્યો.
ભગવંત તે દેવને જીતી ગયા, તેની પીઠ ઉપર બેઠા. તે પિશાચ રૂ૫ વિકુર્તીને વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારે તેને ભગવંતે ડર્યા વિના [પીઠમાં જોરથી મુઠ્ઠી મારી) તલ પ્રહાર કર્યો, ત્યાં જ પડી ગયો અને છળ કરવા તે દેવ સમર્થ ન રહ્યો. પછી વાંદીને ગયો.
અન્ય કોઈ દિવસે ભગવંત સાધિક આઠ વર્ષના થયા, તેમને કલા ગ્રહણ યોગ્ય જાણીને માતા-પિતા લેખાચાર્ય પાસે લાવ્યા.
• ભાણ-૬ :
હવે ભગવંતના માતાપિતા, તેમને સાધિક આઠ વર્ષનો જાણીને કૌતુકાદિ કરી, અલંકાર પહેરાવી લેખચાર્ય પાસે લાવ્યા.