________________
ઉપોદ્ઘાત નિ૰ ૪૫૭
૧૯૩
• વિવેચન-૭૬ :
ભગવંતના માતાપિતા, ભગવંતને સાધિક આઠ વર્ષના થયા જાણીને રક્ષા આદિ કૌતુક કરી તથા કેયુરાદિ અલંકારો પહેરાવીને તેમને ઉપાધ્યાય પાસે લાવ્યા. - x - ત્યારે દેવરાજનું આસન કંપ્યુ. અવધિ વડે પ્રયોજન જાણ્યું, અહો ! સંતાનના સ્નેહમાં વિલસિત માતાપિતાને જુઓ કે જે ભગવંતને પણ ઉપાધ્યાય પાસે લઈ જવા ઉધત થયાં છે, તેમ વિચારીને ઈન્દ્ર આવ્યો. ઉપાધ્યાય માટેના ઉંચા આસને બેસાડીને ભગવંતને શબ્દ લક્ષણો પૂછ્યા. તે જ ભાષ્યકાર કહે છે.
. ભાષ્ય-9
શક્રએ તે ભગવંતને આસને બેસાડ્યા. શબ્દના લક્ષણો પૂછ્યા. [ભગવંતે તેના જવાબો આપ્યા] ઐન્દ્ર વ્યાકરણની રચના થઈ.
• વિવેચન-૭૭ :
શક્રએ ઉપાધ્યાયની સન્મુખ તીર્થંકરને ઉંચા આસનો બેસાડી શબ્દના લક્ષણો પૂછે છે. - x - ભગવંતે પણ વ્યાકરણ [તેના ઉત્તરો] આપ્યા. આ વ્યાકરણ એટલે શબ્દ શાસ્ત્ર, તેમાંથી કેટલીક વાત ઉપાધ્યાયે ગ્રહણ કરી, તેનાથી ઐન્દ્ર વ્યાકરણ સર્જાયુ. હવે વિવાહ દ્વાર કહે છે –
ભાષ્ય-૩૮,૩૯ -
બાલ્યભાવથી મુક્ત થઈ, અનુક્રમે યૌવનને પ્રાપ્ત થયા. ભગવંત વીરને
માતાપિતાએ ભોગ સમર્થ જાણીને - પ્રશસ્ત તિથિ અને નક્ષત્રમાં મોટા સામંત કુળમાં જન્મેલ શ્રેષ્ઠ રાજકન્યા યશોદા સાથે વિવાહ કર્યા.
• વિવેચન-૭૮,૭૯ :
એ પ્રમાણે બાલ્યભાવ છોડી, ઉક્ત પ્રકારે વય વિશેષ અર્થાત્ યૌવન પારમ્યા - બાળ આદિ ભાવ પછીની વય પામ્યા. અહીં ભોગવાય તે ભોગ-શબ્દાદિ. તેમાં સમર્થ તે ભોગ સમર્થ. - x - ક્ષ - નક્ષત્ર. પ્રશસ્ત-શોભન, - x - યશોદા સાથે પાણિ ગ્રહણ કરાવ્યું. ‘વરરાજકન્યા' શબ્દ વડે તે કાળે રાજ્યસંપત્તિ યુક્તતાને જણાવી. હવે અપત્ય દ્વાર કહે છે
-
. ભાષ્ય-૮૦ :
યશોદા સાથે પાંચ પ્રકારના માનુષી ભોગો ભોગવતા ભગવંતને તેજ વડે લક્ષ્મી જેવી સુરૂપવાળી પિયદર્શનાને જન્મ આપ્યો.
• વિવેચન-૮૦ :
પાંચ પ્રકારના - શબ્દ આદિ, મનુષ્યોના તે માનુષી. તેજની લક્ષ્મી સમાન, પ્રિયદર્શના નામે પુત્રીને જન્મ આપ્યો.
આ કાળમાં ભગવંતના માતા-પિતા મૃત્યુ પામ્યા. ભગવંત પણ તીર્ણપ્રતિજ્ઞ થવાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મતિવાળા થયા. ભાઈ નંદિવર્ધન સહ સ્વજનોને દીક્ષા માટે પૂછ્યું. નંદિવર્ધને કહ્યું – ઘા ઉપર મીઠું ન નાંખો, કેટલોક કાળ રહી
31/13
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જાઓ. ભગવંતે પૂછ્યું – કેટલો કાળ ? ત્યારે સ્વજનોએ કહ્યું – બે વર્ષ. ભગવંતે કહ્યું – મારા માટે ભોજનાદિ પ્રવૃત્તિ ન કરવી. તેઓ સંમત થતાં ભગવંત સાધિક બે વર્ષ પ્રાસુક અને એષણીય આહાર લઈ, સચિત્ત જળ પણ ન પીતા ત્યાં રહ્યા.
આ અંતરમાં જ મહાદાન દીધું. લોકાંતિકોએ પ્રતિબોધ કર્યો. અવધિ પુરી
થતાં ભગવંતે દીક્ષા ગ્રહણ કરી. આ જ વાત કહે છે –
૧૯૪
• નિયુક્તિ-૪૫૯,૪૬૦ :
જાત ક્ષત્રિય, વઋષભ સંઘયણવાળા, દેવોથી પરિસેવિત ભવ્યજન
પ્રતિબોધક પ્રભુવીર કુંડગ્રામમાં કુલ ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા. તેમના માતાપિતા દેવત્વ પામ્યા પછી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દીક્ષા લીધી. • વિવેચન-૪૫૯,૪૬૦
હસ્તોતર - ઉત્તરા ફાલ્ગુની. ખાત - ઉત્કૃષ્ટ. - ૪ - ૪ - ૩૦ વર્ષ ગૃહવાસમાં
વસ્યા.
હવે ભાષ્યકારશ્રી પ્રતિદ્વારની વ્યાખ્યા કરતાં કહે છે –
♦ ભાષ્ય-૮૧ થી ૮૫ + વિવેચન :
સંવત્સરથી, એક હિરણ્ય, શ્રૃંગાટક, વવરિકા, તીર્ણ. આ પાંચ ભાષ્યો છે. જે પૂર્વે ઋષભદેવ ભગવંતના અધિકારમાં નિર્યુક્તિ ગાથા-૨૧૬ થી ગાથા-૨૨૦માં આવી ગયેલ છે. તેથી તેની અહીં ફરી વ્યાખ્યા કે ગાથાર્થનું વિવરણ કરતાં નથી.
હવે સંબોધન દ્વાર કહે છે –
♦ ભાષ્ય-૮૬ થી ૮૮ :
સારસ્વત, આદિત્ય, આ દેવનિકાયો [બંને ગાથા પૂર્વવત્
એ પ્રમાણે કુંડગ્રામમાં લોકાંતિક દેવો વડે અભિસ્તવાયેલા વિકસિત કમળ જેવા મુખવાળા પ્રભુ મહાવીર સારી રીતે બૌધ પામ્યા.
• વિવેચન-૮૬ થી ૮ :
પહેલી બે ગાયા ઋષભદેવના અધિકારમાં નિર્યુક્તિ-૨૧૪ અને ૨૧૫માં કહેવાઈ ગયેલ છે. ત્રીજી ગાથા પણ વ્યાખ્યા હોવાથી અહીં વિસ્તાર કરેલ નથી. સંબોધન પછીના કાળમાં પરિત્યાગ દ્વાર કહ્યું અને મૂળભાષ્યકૃત વ્યાખ્યા કરાઈ. ઈત્યાદિ
- X -
અહીં દાન દ્વારને સંબોધન દ્વારની પૂર્વે કહેલ છે, ત્યાં સંબોધન દ્વાર પછી પરિત્યાગદ્વાર છે તે વિરુદ્ધ નથી ? ના, બધાં તીર્થંકરો માટે આ નિયમ છે કે – સંબોધનના પછીના કાળમાં જ મહાદાન પ્રવૃત્તિ થાય. - ૪ - નિયમ છતાં આ દાન
દ્વાર બહુતર વક્તવ્યત્વથી સંબોધન દ્વારની પૂર્વે કહેવાયેલ છે, તે ન્યાયના દેખાડવા માટે હોવાથી અવિરુદ્ધ જ છે.
અધિકૃત દ્વાર ગાથા વ્યત્યના પરિહાર માટે છે - અલ્પવક્તવ્યતા હોવાથી સંબોધન દ્વારની પૂર્વે કહી છે. આ આવા સંભવિત પક્ષો છે. પણ તત્ત્વ તો વિશિષ્ટ