________________
ઉપોદ્ઘાત નિ ૪૫૩
૧૮૯
• વિવેચન-૪૫૩ :
(નંદનમુનિનો જીવ) પુષોત્તરથી ચ્યવીને, ઋષભદત્ત બ્રાહ્મણ હવે વધમાનસ્વામી વક્તવ્યતા નિબદ્ધ દ્વારગાથા કહે છે -
• નિયુક્તિ -૪૫૮ :
સ્વત, અપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, મરણ, ભીષણ, વિવાહ, અપત્ય, દાન, સંબોધ, નિષ્ક્રમણ.
• વિવેચન-૪૫૮ :
(૧) તીર્થકરની માતા જુએ છે તે મહાસ્વપ્ત કથન, જે દેવાનંદાએ પ્રવેશતા અને નીકળતા જોયા, ત્રિશલા પ્રવેશતા જોયા. (૨) ભગવંતનું ગર્ભ-અપહરણ, (3) ભગવંત ગર્ભમાં રહીને ગ્રહણ કરેલ અભિગ્રહ કથન, (૪) જન્મવિધિ કથન, (૫) અભિષેક - જે રીતે દેવો કરે છે. (૬) વૃદ્ધિ - જે રીતે ભગવંત વૃદ્ધિ પામ્યા. (9) જાતિસ્મરણ કથન, (૮) દેવે બીવડાવ્યા છે. (૯) વિવાહ વિધિ કથન, (૧૦) અપત્ય-પુત્રાદિ, (૧૧) દાન-દીક્ષા કાળે આપેલ છે. (૧૨) સંબોધન વિધિ કથન, જેમ લોકાંતિક કરે. (૧૩) તિક્રમણ વિધિ.
ભાષ્યકાર સ્વયં બધાં દ્વારના અવયવાર્થ માટે કહે છે – • ભાષ્ય-૪૬,૪s :
હાથી, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્મ સરોવર, સાગર, વિમાન ભવન, રનરાશિ, સીંહ... આ ચૌદ સ્વપ્નોને સુખે સુતેલી દેવાનંદા બ્રાહમણી, જે રાત્રિએ મહાયશવાળા વીરપભુ તેણીની કુણીમાં ઉત્પન્ન થયા ત્યારે જુએ છે.
• વિવેચન-૪૬,૪s :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ - ૩ શબ્દથી “શ્રી દેવી ગ્રહણ કરવી. રામ - પુષ્પની માળા, વિમાનભવન - વિમાન એવું તે ભવન અર્થાતુ વૈમાનિક દેવનો નિવાસ અથવા વૈમાનિક દેવ અય્યત થતાં વિમાનને જુએ છે. અધોલોકથી ઉદ્વર્તે તો ભવન જુએ પણ બંને ન જુએ. આ ચૌદ મહાસ્વપ્નોને તે બ્રાહ્મણી જુએ છે.
• ભાણ-૪૮ થી ૫૦ -
ત્યાં બ્રાહ્મણીની કુક્ષિમાં ૮ર-દિવસ રહ્યા ત્યારે સૌધર્મપતિ ચિંતવે છે, જિનેશ્વરને સંહરવાનો કાળ થઈ ગયો છે... અરહંત, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ આ ઉત્તમપરો તુચ્છ કુળોમાં જન્મતા નથી. પણ ઉગકુળ, ભોગકુળ, ક્ષત્રિયકુળમાં, ઈશ્વાકુ જ્ઞાત, કૌરવ્યમાં અને હરિવંશકુળમાં આ પુરપસિંહો આવા વિશાળ કુળમાં ઉત્પન્ન થાય છે.
• વિવેચન-૪૮ થી ૫૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – ‘ને' - પાદ પૂરણાર્થે છે. શા માટે ગર્ભનું સંકરણ કરવું ? તે કહ્યું. તેમાં તુચ્છકુળ - અસારકુળ. તો પછી કેવા કુળોમાં
૧૯૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ જન્મે ? તે કહ્યું. તેમાં આવે છે અર્થાત ઉત્પન્ન થાય છે. પુરપસિંહ - તીર્થકર આદિ. જો એ પ્રમાણે છે, તો ભુવનગુરુની ભક્તિથી પ્રેરાઈને શક એ હરિણેગમેષી દેવને બોલાવીને કહ્યું -
આ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થકર, પૂર્વોપાર્જિત બાકી કર્મની પરિણતિ વશ તુચ્છ કુળમાં જન્મ્યા છે, તો ત્યાંથી સંઘરીને ક્ષત્રિયકુળમાં સ્થાપો. તેણે પણ આદેશાનુસાર કર્યું. ભાષ્યકાર આ અર્થને કહે છે -
• ભાષ્ય-૫૧ થી ૫૩ :
હવે ઈન્દ્ર હરિભેગમેપી દેવને કહે છે - આ લોકમાં ઉત્તમ અને મહાત્મા તીર્થકર બાહકુળમાં ઉત્પન્ન થયેલ છે.. ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ નામે ક્ષત્રિય છે. તે સિદ્ધાર્થની પત્ની ત્રિશલાની કુક્ષિમાં સંહર... “ણ હું કરીશ” એમ હું કાર કરીને વર્ષ રમના પાંચમાં પક્ષમાં (આસો વદમાં ઉત્તરા ફાલ્ગની નામાં તેરસના દિવસે મધ્યરાત્રિએ સંહર્યો.
• વિવેચન-૫૧ થી ૫૩ :
(ગાથાર્થ કહા, વિશેષ વૃત્તિ આ -] fષ - હરિભેગમેલી. બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા, તે અયોગ્ય છે માટે આમ કરો - ત્રિશલાની કુક્ષિમાં સંહરો. વાય અત્યર્થ, હું આદેશ મુજબ કરીશ જ. સ્વામીનો આદેશ મસ્તકે ચડાવું છું. પૂર્વજત્ર - પહેલાં બે પ્રહરને અંતે. *
• ભાણ-૫૪ થી ૫૩ + વિવેચન :
ગજ, વૃષભ, ગાયા. પૂર્વવતુ. તે બ્રાહ્મણીએ આ ચૌદ સ્વનો પાછા ફરતા જોયા. [ક્યારે ?] જે રાત્રિમાં મહાયશવાળા વીર પ્રભુ તેણીની કુક્ષિામાંથી સંહરાયા, ફરી ગજ, વૃષભ ગાથા પૂર્વવતુ. પછી ત્રિશલાને આશ્રીને કહેલ છે કે – ભગવંત મહાવીર સંહરાયા ત્યારે સુખે સુતેલ ત્રિશલાએ આ ચૌદ સ્વપ્નો જોયા.
અપહાર દ્વાર કહ્યું, હવે અભિગ્રહ દ્વારની વ્યાખ્યા કરતાં કહે છે – • ભાષ્ય-૫૮,૫૯ -
વીર પ્રભુ ત્રિશલા દેવની કક્ષિમાં સંપૂર્ણ ત્રણ જ્ઞાનવાળા હતા. ત્યાં સંજ્ઞી એવા ગર્ભરૂપે ૬II માસ રહ્યા. હવે ગર્ભવાસથી સાતમે મહિને તેઓએ અભિગ્રહ કર્યો કે માતા-પિતા જીવતા હોય, ત્યાં સુધી હું શ્રમણ થઈશ નહીં.
• વિવેચન-૫૮,૫૯ -
(ગાથાર્થ કહ્યો, વિશેષ આ -] અપહાર કરાયા પચી અહીં સંજ્ઞી ગર્ભ વસે છે, ક્યાં - ત્રિશલાની કુક્ષિમાં. [શંકા] બધાં ગર્ભસ્થ સંજ્ઞી જ હોય, માટે વિશેષણ નકામું છે ? (સમાધાન ના, દષ્ટિવાદના ઉપદેશથી વિશેષણ છે, તે બે જ્ઞાનવાળો પણ હોય, અહીં ત્રણ જ્ઞાનયુક્ત કહ્યા છે. કેટલો કાળ ? ll માસ. ગર્ભથી આરંભી સાતમા માસે તેના માતા-પિતાનો ગર્ભમાં અત્યંત સ્નેહ જાણીને “અહો ! મારા ઉપર