________________
૨૬
નિશીયછેદસૂત્ર - સૂત્રાનુવાદ
પ્રાયશ્ચિત્ત.
[૧૦૪] જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ગ્રહણ ક્લે કે ગ્રહણ કરનારની અનુમોદના રે
[૧૦૫] જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે
તો પ્રાયશ્ચિત્ત.
[૧૦૬] જે સાધુ-સાધ્વી સાગરિક એટલે સજ્જાતરના કુળ, ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પૂછીને નિર્ણય કર્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા કર્યા સિવાય એ રીતે જાણ્યા-પૂછ્યા કે ગવેષણા ર્યા વિના જ આહાર ગ્રહણ કરવા માટે તે કુળ-ઘરોમાં પ્રવેશ કરે કે પ્રવેશ કરનારની અનુમોદના -
[૧૦] જે સાધુ-સાધ્વી શ્રાવના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ અશન, પાન બાદિમ, સ્વહિત રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના કરે કે યાચના કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત
અહીં નિશ્રા એટલે પરિચય અર્થ ક્યોં. જેમાં પૂર્વના કે પછીને કોઈ સંબંધને નિમિત્ત બનાવીને, સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈપણ યાચના કરવી.
[૧૦૮] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધ કાળ સંબંધી શય્યા કે સંથારા આદિનું પર્યુષણ અર્થાત્ ચાતુર્માસ પછી શેષાળમાં ઉલ્લંઘન રે અર્થાત્ શેષકાળ માટે યાચના શય્યા-સંથારો, પાટ-પાટલાં વગેરે તેની સમયમર્યાદા પૂરી થયા પછી પણ વાપરે કે તે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
લ
[અહીં સંવત્સરીથી ૭૦ દિવસના ક્ર્મને આશ્રીને આ વાત જણાવેલ છે, એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણથી ૭૦ દિવસની સ્થિરતા કરવાની હોવાથી, તેની પહેલાં ગ્રહણ રેલા શય્યા સંથારો પરત રવો તેવો અર્થ થાય, પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષાળ અર્થાત્ શિયાળાઉનાળામાં ગ્રહણ રેલ શય્યા વગેરે ચોમાસા પહેલાં તેના દાતાને પરત કરવા, અથવા પુનઃઉપયોગ માટેની આજ્ઞા માંગવી.]
[૧૦૯] સાધુ-સાધ્વી વર્ષાકાળમાં ઉપભોગ કરવા માટે લાવેલ શય્યા-સંથારો, વર્ષાાળ વીત્યા પછી કારણે દશ રાત્રિ ઉપભોગ કરી શકે, પણ તે સમયમર્યાદા ઉલ્લંઘે કે ઉલ્લંઘનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૧૦] જે સાધુ-સાધ્વી વર્ષાકાળ કે શેષાળ માટે યાચના કરીને લાવેલ શય્યાસંથારો વર્ષાથી ભિંજાયેલો જોયા-જાણ્યા છતાં તેને ખુલ્લો ન કરે. પ્રસારીને સુકાઈ જાય તેમ ન રાખે, કે તેવું કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત,
[૧૧૧થી ૧૧૩] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય – બીજા કોઈને લાવેલ કે શય્યાતર પાસેથી ગ્રહણ કરેલ શય્યા-સંસ્તારફ્તે અથવા બંને પ્રકારે શય્યાદિને ફરી આજ્ઞા લીધા વિના બીજે સ્થાને ક્યાંક લઈ જાય કે લઈ જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org