________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
[૧૦૦] તે સમયે તે ચેલ્લણા દેવી શ્રેણિક રાજા પાસે આ પ્રમાણે સાંભળીને, અવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ
ચાવત્ - સ્નાનગૃહમાં ગઈ.
ત્યાં ચેલ્લણાએ સ્નાન કર્યું પછી બલિર્મ કર્યું કૌતુ-મંગલ - યાવત્ - દુઃસ્વપ્નના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત ઇત્યાદિ પૂર્વવત ક્યાં.
પોતાના સુમાલ પગોમાં ચેલ્લણાએ ઝાંઝર પહેર્યા, કેડે મણીજડીત કંદોરો બાંધ્યો, ગળામાં એાવલી હાર પહેર્યો, હાથમાં સોનાના ક્ડા પહેર્યા, કંણો પહેર્યાં, આંગળીને વીંટી વડે સુશોભિત કરી. કંઠથી ઉરોઝ સુધી મક્તમણિનો ત્રણ સેરવાળો હાર પહેર્યો.
કાનમાં પહેરેલા કુંડલથી તેણીનું મુખ શોભતું હતું. શ્રેષ્ઠ ઘરેણા અને રત્નો વડે તેણી વિભૂષિત હતી.
સર્વશ્રેષ્ઠ ચીની રેશમી એવા સુંદર – સુકોમળ વલલનું રમણીય ઉત્તરીય તેણે ધારણ કરેલું.
બધી ઋતુમાં વિક્સતા સુંદર – સુંગધી ફુલોની બનેલી વિચિત્ર પુષ્પમાળા તેણીએ પહેરેલી.
૧૭:
-
કાલા અગના ધૂપથી સુંગધીત હતી.
એવા પ્રકારે લક્ષ્મીની જેમ સુશોભિત વેશભૂષાવાળી ચેલણા, અનેક કુલજા તથા ચિલાની દેશોની દાશીના વૃંદથી પરિવરેલી ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજા પાસે
આવી.
[૧૦૧] ત્યારે તે શ્રેણિક રાજા ચેલણા દેવીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠો. છત્ર ઉપર કોરંટ પુષ્પની માળા ધારણ કરેલ હતા - યાવત્ - પર્યુપાસના કરવા લાગ્યા. એ પ્રમાણે ચેલણા દેવી પણ - ચાવત્ દાસ દાસી વૃંદથી પરિવરેલી, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી. શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર
ાં.
ત્યાર પછી શ્રેણિક રાજાને આગળ કરીને ઊભી - યાવત્ તે પણ પર્વપાસના રવા લાગી.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષિ, યતિ, મુની, મનુષ્ય અને દેવોની મહાપર્ષદામાં તેમજ
શ્રેણિક રાજા ગંભીસાર અને ચેલણા દેવીને - યાવત્ - ધર્મ ક્યો પર્ષદા અને રાજાદિ પાછા ફર્યા.
[૧૦૨] ત્યાં ગુણશીલ ચૈત્યમાં શ્રેણિક રાજા અને ચેલણા દેવીને જોઈને કેટલાક સાધુ અને સાધ્વીઓનો મનમાં આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન, અભિલાષા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. [તે આ પ્રમાણે
અહો ! આ શ્રેણિક રાજા મોટી ઋદ્ધિવાળો યાવત્ ઘણો સુખી છે. તે સ્નાન, બલિર્મ, તિલક, માંગલીક, પ્રાયશ્ચિત્ત કરીને સર્વાલંકારથી વિભૂષિત થઈને ચેલણા દેવીની સાથે માનુષિક ભોગ ભોગવી રહેલ છે. અમે દેવલોક્ના દેવને જોયેલ નથી, અમારા સામે તો આ જ સાક્ષાત્ દેવ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org