________________
૧૬૦
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
[૪૩] હવે સાતમી ઉપાસક પ્રતિમા હે છે
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ દિન-રાત બ્રહ્મચારી અને સચિત્ત આહાર પરિત્યાગી હોય છે.
[દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ રાત્રિ બ્રહ્મચર્ય એ છ પ્રતિમા પાલક તથા સચિત્ત પરિત્યાગી છે.
પરંતુ આ ઉપાસક ગૃહ આરંભના પરિત્યાગી ન હોય.
આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે કે ત્રણ દિવસ ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ સાતમી સચિત્ત પરિત્યાગ નામક ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ સાત માસની હોય છે. [૪] હવે આઠમી ઉપાસક પ્રતિમા હે છે
-
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. (૧) દર્શન, (૨) વ્રત (૩) સામાયિક (૪) પૌષધ (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રે બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગી એ પૂર્વની સાત પ્રતિમાના પાલન ઉપરાંત ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પરંતુ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી.
આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે ધન્યથી એક, બે, ત્રણ યાવત્ આઠ મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે.
આ ‘આરંભ પરિત્યાગ' નામે આઠમી ઉપાસક પ્રતિમા ક્હી.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ આઠ માસ સુધીની હોય છે.
[૪૫] હવે નવી ઉપાસક પ્રતિમા હે છે -
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ આરંભ પરિત્યાગી હોય છે. અર્થાત્ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગ અને (૮) આરંભ પરિત્યાગ એ આઠ ઉપાસક પ્રતિમાના પાલનí, બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ ઉદૃિષ્ટ ભક્ત અર્થાત્ પોતાના નિમિત્તે બનાવેલા ભોજન કરનાર પરિત્યાગી હોતા નથી.
આ પ્રકારે આચરણાપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી નવ મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર પ્રતિમાને પાળે છે, આ નવમી પ્રેષ્ટ પરિત્યાગ' ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમાનું ઉત્કૃષ્ટ પાલન નવ માસ સુધી હોય છે.
[૪૬] હવે દશમી ઉપાસક પ્રતિમા કહે છે .
-
તે સર્વ ધર્મ રુચિવાળો હોય છે. પૂર્વોક્ત નવે પ્રતિમાનો ધારક હોય છે, તે આ પ્રમાણે
[દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત પરિત્યાગી, આરંભી પરિત્યાગી અને નવમી પ્રેષ્ટ પરિત્યાગી પ્રતિમા પાલક હોય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org